Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગ સંતોષાતા મતદાન બહિષ્કારનો નિર્ણય મોકૂફ:વાલિયાના કેસરગામના 350થી વધુ મતદારોએ‎ 2021ની સાલ બાદ કોઇ ચૂંટણીમાં મતદાન કર્યું‎

    9 hours ago

    ભરૂચ જિલ્લાના કેસર ગામાંના લોકોએ પોતાની કેટલીક માગ ને લઈને વર્ષ 2021માં આવેલ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ત્યારબાદ આવેલ તમામ ચૂંટણીનો બહિષ્કાર કરતાં આવ્યાં છે. વર્ષ 2026 માં કેસર ગામથી ઇટકલાને જોડતો પુલ બનાવવાની કામગીરી ચાલુ થતાં ગામ લોકોએ વર્ષો બાદ મતદાન કર્યું હતું. ભરૂચ જિલ્લાના કેસરગામમાં અંદાજે 600 થી વધુ લોકો વસવાટ કરે છે. જેમાંથી કેટલાક લોકો ખેતી કરે છે તો કેટલાક નજીકની કંપનીઓમાં કામ કરે છે. કેસર ગામથી અંદાજે 400 મીટર દૂર આવેલ ઈટકલા ગામ પર લોકો રોજિંદી જરૂરિયાત માટે નિર્ભર છે. અનાજ, પ્રાથમિક આરોગ્ય સેવા, દૂધ ભરાવવું તેમજ બાળકોના ધોરણ 5 થી 8 સુધીના અભ્યાસ માટે પણ લોકોને ઈટકલા જવું પડે છે. જોકે, બંને ગામ વચ્ચે નદી પર પુલ નહિ હોવાના કારણે ચોમાસાના ચાર મહિના દરમિયાન કેસર ગામ ‘ટાપુ’ સમાન બની જાય છે. આ સમયગાળા દરમિયાન લોકો કોઈ જરૂરી કામ માટે 400 મીટરનું અંતર પાર કરવા માટે અંદાજે 20 કિમીનો ફેરો ફરવા મજબૂર બને છે. આ સમસ્યાઓના કારણે ગામલોકોએ 2021ની તાલુકા પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને ત્યારબાદ આવેલી તમામ ચૂંટણીઓમાં પણ મતદાન ટાળ્યું હતું. જોકે, વર્ષ 2026 માં પુલ બનાવવાની કામગીરી શરૂ થતાં ગામલોકોએ ફરી વિશ્વાસ વ્યક્ત કરીને તાલુકા પંચાયત ચૂંટણીમાં મતદાન કર્યું હતું. પુલની કામગીરી શરૂ થતાં ચૂંટણીનો બહિષ્કાર બંધ કરીને મતદાન કર્યું અમારી ગામની સમસ્યાના કામ થતા હતા નહિ એટલે અમે ચૂંટણી બહિષ્કાર 2021 થી શરૂ કર્યું હતું. અને આ વર્ષે 2026 માં જે કામો લીધા હતા જેમાંથી એક કામનો નિકાલ આવે છે. કેસર ગામ થી ઇટકલા ને જોડતો પુલ બનાવવાની કામગીરી શરૂ થય છે. સરકારે ધ્યાન પર લઈને અમારું કામ લીધું છે. એટલે આજથી ચૂંટણી નો બહિસ્કાર બંધ કરીને મતદાન આપવાનું શરૂ કર્યું છે > જયંતી પટેલ, કેસર ગામ
    Click here to Read More
    Previous Article
    Assam HS Result 2026 Date: AHSEC to declare Class 12th results on April 28 at asseb.in, ahsec.assam.gov.in
    Next Article
    'Anti-Christian, Pretty Sick guy': Trump On Shooter Cole Allen's 'Manifesto'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment