Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રમાં સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, મોહમ્મદ અયાઝ ઝડપાયો:સગીર છોકરીઓના અશ્લીલ 350 વીડિયો વાયરલ કર્યા, ભાજપ સાંસદે કહ્યું- 180 છોકરીઓ ભોગ બની

    1 week ago

    મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના પરતવાડામાંથી બહાર આવેલા પોર્નોગ્રાફિક વીડિયો કાંડથી ખળભળાટ મચી ગયો છે. આ મહારાષ્ટ્રનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આશરે 350 વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવો આરોપ છે કે સગીર છોકરીઓને અશ્લીલ વીડિયો બનાવવા અને પછી તેને વાયરલ કરવા માટે લાલચ આપવામાં આવતી હતી. ભાજપના સાંસદ ડૉ. અનિલ બોન્ડેએ આ મામલે ગંભીર દાવો કર્યો છે કે અંદાજે 180 છોકરીઓ આ કૌભાંડનો ભોગ બની હોય તેવું જણાય છે. પોલીસે 19 વર્ષના મોહમ્મદ અયાઝને ઝડપી લીધો છે અને તેના ત્રણ સાથીઓ પણ ઝડપાઈ ગયા છે. એક આરોપી પહેલાં ઝડપાયો, બાકીના ત્રણ પછી પકડાયા અમરાવતી ગ્રામીણ પોલીસે સોશિયલ મીડિયા પર સગીર છોકરીઓના વાંધાજનક ફોટા અને વીડિયો ફેલાવવાના આરોપમાં 19 વર્ષીય અયાન અહેમદ તનવીર અહેમદની ધરપકડ કરી છે. પરતવાડા પોલીસને મળેલી માહિતીના આધારે, આરોપીએ છોકરીઓ સાથે મિત્રતા કરી તેમની સંમતિ વિના અશ્લીલ વીડિયો બનાવી અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC), POCSO એક્ટ અને IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને તેનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. મોહમ્મદ ઝડપાયા પછી તેના ત્રણ સાથીઓને પણ પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે પીડિત છોકરીઓ અને તેમના પરિવારોને નિર્ભયતાથી આગળ આવીને તેમના નિવેદનો નોંધવા અપીલ કરી છે. તેમણે ખાતરી આપી છે કે પીડિતોની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને તેમને કાનૂની અને માનસિક સહાય પૂરી પાડવામાં આવશે. નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને અવગણવા પણ વિનંતી કરવામાં આવી છે. મોડસ ઓપરેન્ડી: લાલચ, યૌનશોષણ, રેકોર્ડિંગ અને બ્લેકમેલ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત છોકરીઓને સંબંધોમાં ફસાવતો હતો. એકવાર વિશ્વાસ થઈ ગયા પછી, તે સગીર છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધતો અને છુપી રીતે વીડિયો ઉતારી લેતો. આ વીડિયોઝનો ઉપયોગ બ્લેકમેલ કરવાના સાધન તરીકે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, જેમાં તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આમાંના ઘણા વીડિયો આખરે ઓનલાઈન વાયરલ થયા હતા, જેનાથી ભોગ બનનાર સગીરાઓ આઘાતમાં સરી પડતી હતી. તપાસ કરનાર પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે પોર્ન વીડિયોમાં આરોપી સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને એવી મજબૂત શંકા છે કે આમાં બીજા સાથીઓ પણ સામેલ હોઈ શકે છે. મુસ્લિમ સગીરાઓ પણ શિકાર બની પોલીસનું કહેવું છે કે આ મામલે 350 વીડિયો રિલિઝ થયા હતા. 180 સગીરા આનો ભોગ બની હોય તેવું કહેવાય છે પણ અત્યાર સુધીમાં 7 સગીરાની ઓળખ થઈ છે. જોકે આ ઘટનામાં ભોગ બનનાર સગીરાઓમાં કેટલીક મુસ્લિમ સગીરાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે ભય અને સામાજિક કલંકને કારણે પીડિતો આગળ આવ્યા ન હોવાથી તેમણે ઔપચારિક રીતે ફરિયાદ નોંધાવી છે. તપાસમાં એક મોટો પડકાર એ છે કે પીડિતો અને તેમના પરિવારો ફરિયાદો નોંધાવવા આગળ આવતા નથી. પરિવારોને ડર છે કે ફરિયાદ કરવાથી પોતાની ઓળખ છતી થઈ જશે. અમરાવતી ગ્રામીણ પોલીસ અધિક્ષક વિશાલ આનંદે પીડિતોને આગળ આવવા અપીલ કરી: “અમે ઇચ્છીએ છીએ કે પીડિતો ફરિયાદો સાથે આગળ આવે. અમે ગુપ્તતા જાળવીશું અને ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે. ફરિયાદીઓએ ફક્ત બે વ્યક્તિઓને મળવાનું રહેશે. એક મહિલા તપાસ અધિકારી અને નિવેદનો નોંધવા માટે ન્યાયાધીશ. રાજ્ય પીડિતો અને તેમના પરિવારોને કાનૂની અને સલાહકાર સહાય પૂરી પાડશે. પરતવાડામાં તણાવનો માહોલ આ ઘટના બાદ પરતવાડા અને આસપાસના વિસ્તારોમાં તણાવ ફેલાયો છે. સ્થાનિક લોકો ગુસ્સે છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. વહીવટીતંત્રે જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે, પરંતુ આવી ઘટનાઓની હારમાળાએ કાયદો અને વ્યવસ્થા અને મહિલાઓની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે પીડિતા કે તેના પરિવારમાંથી કોઈએ હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી પરંતુ તેઓ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. આખા રાજ્યનું પોલીસ અને વહીવટીતંત્ર આ કેસમાં કેટલી ઝડપથી અને કડક કાર્યવાહી કરે છે અને પીડિતોને ન્યાય મળે છે કે કેમ તેના પર નજર રાખી રહ્યું છે. અમરાવતીના SP વિશાલ આનંદે શું કહ્યું? મુખ્યમંત્રી ફડણવીસે પોલીસને સુઓમોટો કરવા આદેશ આપ્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાતા વીડિયોને કારણે સાયબર સેલે વાંધાજનક સામગ્રી દૂર કરવા અને તેને શેર કરનારાઓને ટ્રેક કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. એસપી આનંદે જણાવ્યું: "પોલીસ એવા લોકોની પોસ્ટ પર નજર રાખી રહી છે જેમણે વીડિયો ડાઉનલોડ કર્યા છે અને તેને ફરીથી વાયરલ કરી રહ્યા છે." આવી સામગ્રી શેર કરતા અથવા રાખતા વ્યક્તિઓ પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આ ઘટનાએ રાજ્ય સરકારનું ધ્યાન ખેંચ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, જેમની પાસે ગૃહ મંત્રાલય પણ છે, તેમણે પોલીસને ઉપલબ્ધ પુરાવાના આધારે સુઓમોટો કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ કેસની ગંભીરતાને સમર્થન આપતા કહ્યું: મેં ડીજીપી સાથે વાત કરી છે, કારણ કે આ એક મોટો મુદ્દો છે. આ કેસમાં ઘણા પાસાં છે, જેનો આજે મીડિયામાં ઉલ્લેખ કરી શકાય તેમ નથી. અમે તપાસ કરીશું અને આરોપીઓ સામે કાર્યવાહી કરીશું. વિપક્ષ સરકાર પર નિશાન સાધે છે આ સનસનાટીભર્યા મામલાએ હવે રાજકીય વળાંક લીધો છે. કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) એ રાજ્ય સરકાર પર સીધા પ્રહારો કર્યા છે. વિપક્ષનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં કાયદાનો ડર ગાયબ થઈ ગયો છે અને મહિલાઓની સુરક્ષા ગંભીર સંકટમાં છે. નેતાઓએ એમ પણ કહ્યું કે મહિલાઓની સુરક્ષા ફક્ત સૂત્રોચ્ચાર સુધી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ કડક કાર્યવાહીની જરૂર છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે કોઈપણ આરોપી સામે કાર્યવાહી કરવા માટે ધર્મ નહીં, ગુનો આધાર હોવો જોઈએ. આ કૌભાંડે ખાસ કરીને નાગપુરથી લગભગ 180 કિમી દૂર આવેલા પરતવાડા અને અચલપુર જેવા નજીકના શહેરોને હચમચાવી નાખ્યા છે. રિપોર્ટ મુજબ પીડિતાઓ પરતવાડા, ચિકલધારા અને નજીકના વિસ્તારોની છે. પોલીસ હાલમાં વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીના મોબાઇલ ફોન અને ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ કરી રહી છે. ગુનાની સંપૂર્ણ હદ સ્થાપિત કરવા અને તમામ પીડિતો અને સાથીદારોને ઓળખવા માટે ટેકનિકલ વિશ્લેષણ ચાલી રહ્યું છે. નેતાઓ અને જનતાના વધતા દબાણને કારણે આગામી દિવસોમાં તપાસ તેજ બને તેવી શક્યતા છે. સરકારે શું કહ્યું? ભારતીય જનતા પાર્ટી અને સરકારે પણ આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે. સરકાર કહે છે કે મહિલાઓની સુરક્ષાના મામલામાં "ઝીરો ટોલરન્સ" નીતિ અપનાવવામાં આવી છે અને કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. સરકારે વિપક્ષ પર આ સંવેદનશીલ મુદ્દાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે હવે કડક કાર્યવાહી અને કાયદાના અમલીકરણની જરૂર છે. ભાજપ સાંસદે તેની જ સરકારને ચીમકી આપી આ સ્કેન્ડલ બહાર આવતાં ભાજપના સાંસદ ડો. અનિલ બોન્ડેએ પોતાની જ સરકાર સામે બાંય ચડાવી છે. તેમણે કહ્યું છે કે, આ બહુ ગંભીર મામલો છે. આ આખા કૌભાંડમાં મહારાષ્ટ્રની 180 સગીર છોકરીઓ શિકાર બની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તો કડક કામ કરવું જ પડશે પણ સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવી પડશે. જો આમાં સીટની રચના નહીં કરાય તો SP ઓફિસ સામે વિરોધ આંદોલન કરવાની ચીમકી આપી હતી. આરોપી AIMIMનો પદાધિકારી હતો!! મોહમ્મદ અયાઝ અગાઉ AIMIM ના પદાધિકારી તરીકે હતો. તેમના દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયો અને ફોટોગ્રાફ્સમાં તેમને AIMIM ના અમરાવતી પ્રમુખ હાજી ઇરફાન ખાન તરફથી એક પત્ર મળ્યો હતો. તે સોશિયલ મીડિયામાં મૂક્યો છે. AIMIM એ અસદુદ્દીન ઓવૈસીની મુસ્લિમ બહુલ પાર્ટી છે. જોકે આ મામલે હજુ પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.
    Click here to Read More
    Previous Article
    ટોસ્ટર: મર્ડર, બ્લેકમેલ અને સિક્રેટ્સ:કંજૂસીનો મજેદાર આઈડિયા, પરંતુ નબળી વાર્તા અને વેરવિખેર સ્ક્રીનપ્લે ફિલ્મને બોરિંગ બનાવી દે છે
    Next Article
    MLA સોટ્ટા સાથે સટાસટી, પોલીસ સાથે ઘર્ષણ:વડોદરામાં કોંગ્રેસને જીવતી રાખવા ઋત્વિજ જોષીએ જીવ રેડી દીધો; સુરતમાં SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment