Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પામાં યુવતીની આત્મહત્યા બાદ પોલીસ એક્શનમાં:35થી સ્પામાં પોલીસના દરોડા, CCTV બેકઅપ અને નિયમોના ભંગ બદલ 8 સ્પા સંચાલકો સામે ગુનો દાખલ

    19 hours ago

    ​જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ જેવા પોશ વિસ્તારમાં એક સ્પામાં બે દિવસ પહેલા આત્મહત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ ગંભીર ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસે સ્પા સેન્ટરોમાં ચાલતી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવાનું શરૂ કર્યું હતું. સુરક્ષાના નિયમોનું પાલન ન કરનારા સંચાલકો સામે એસ.ઓ.જી. દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય સ્પા માલિકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. યુવતીએ સ્પામાં આત્મહત્યા કરી હતી ​ઝાંઝરડા ચોકડી પાસે સ્થિત 'નેચરલ સ્પા'માં કામ કરતી મૂળ ઉત્તર પ્રદેશની 36 વર્ષીય બબીતા શોભિત નામની યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે બી.એન.એસ. કલમ 194 હેઠળ આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્પા સેન્ટરોમાં કામ કરતી યુવતીઓની સુરક્ષા અને ત્યાંના આંતરિક વાતાવરણ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. 35થી વધુ સ્પામાં પોલીસના દરોડા ​આ આત્મહત્યાના બનાવ બાદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એસ.ઓ.જી., એલ.સી.બી. અને પેરોલ ફ્લોની ટીમોએ સંયુક્ત રીતે શહેરના અંદાજે 35થી વધુ સ્પા સેન્ટર પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અનેક સંચાલકો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સુરક્ષાના જાહેરનામાનો સદંતર ઉલ્લંઘન કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને બહારના રાજ્યના કર્મચારીઓની જાણકારી પોલીસને ન આપવી અને સીસીટીવી કેમેરાનું ફરજિયાત 30 દિવસનું બેકઅપ ન રાખવા જેવી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. 8 સ્પા સેન્ટરના માલિકો સામે ગુનો દાખલ ​પોલીસની આ તપાસ દરમિયાન શહેરના 8 જાણીતા સ્પા સેન્ટરોના માલિકો સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ધ પ્રીમિયમ ફેમિલી સ્પાના દિલીપ સાગઠીયા, ડોલ્ફિન ફેમિલી સ્પાના ભરત વાળા, ધ ફેમિલી સ્પાના આનંદ સોલંકી અને બેસ્ટ ફેમિલી સ્પાના હિતેશ વીરાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધ ગોલ્ડન તુલીપ સ્પાના ઉત્પલ સોલંકી, રીલેક્ષ સ્પાના સુજાતા તમંગ, ઓરા ફેમિલી સ્પાના હિતેશ ચારોલા અને ધ હેવન ફેમિલી સ્પાના ધર્મેશ પુજારી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી થશે ​એસ.ઓ.જી. પીઆઈ કૃણાલ પટેલના જણાવ્યા અનુસાર સ્પા સેન્ટરોમાં CCTV ફૂટેજ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત અનિવાર્ય છે. ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે સરકારના નિયમ મુજબ 30 દિવસનું બેકઅપ રાખવું ફરજિયાત છે પરંતુ આ આઠેય સ્પામાં આ નિયમનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ સ્પા સેન્ટરમાં આવી તપાસ ચાલુ રહેશે અને જો કોઈ પણ સંચાલક નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તો તેમની સામે વધુ કડક પગલાં લેવામાં આવશે. આ કાર્યવાહીથી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામ મારફત થઇ હતી મિત્રતા:રાજકોટમાં યુવતીની સગાઇ નક્કી થયા બાદ સબંધ તોડી દેતા ધરાર પ્રેમીએ છરી બતાવી પતિ અને પિતાને મારી નાખવા ધમકી આપી
    Next Article
    Firing at Diljit Dosanjh’s manager’s Karnal house sparks AAP-BJP war over Lawrence Bishnoi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment