Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નિઃશુલ્ક ગરબાનું આયોજન:મહિલાઓની સુરક્ષા માટે 35 CCTV કેમેરા,શી-ટીમનો બંદોબસ્ત; ગૂગલ ફોર્મથી રજિસ્ટ્રેશન ફરજિયાત

    1 week ago

    પંચમહાલ જિલ્લા પોલીસ અને સેફ પંચમહાલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં નિઃશુલ્ક ગરબે ઘૂમી શકે તે માટે આ વિશેષ આયોજન કરાયું છે. સમગ્ર ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 35 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શી-ટીમનું પેટ્રોલિંગ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતે જણાવ્યું હતું કે ગરબા મહોત્સવ દરમિયાન કાયદો અને સુરક્ષા જાળવવા 2 પીઆઈ, 3 પીએસઆઈ, લગભગ 50 પોલીસકર્મીઓ, જીઆરડી અને શી-ટીમ સતત બંદોબસ્ત અને પેટ્રોલિંગમાં તૈનાત રહેશે. સુવિધાઓ અને પાર્કિંગનું આયોજન ગરબા સ્થળે વરિષ્ઠ નાગરિકો માટે બેસવાની ખાસ સુવિધા, પરિવારો માટે ફૂડ સ્ટોલ તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે બસ સ્ટેશન અને લાલબાગ ટેકરી પાછળ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. ગ્રાઉન્ડમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે અલગ-અલગ દ્વાર બનાવવામાં આવ્યા છે. ટ્રેડિશનલ ડ્રેસ કોડ અને રજિસ્ટ્રેશન ફરજિયાત ખેલૈયાઓ માટે ટ્રેડિશનલ ડ્રેસ કોડ ફરજિયાત રાખવામાં આવ્યો છે. ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા અર્થે ગૂગલ ફોર્મ દ્વારા આગોતરું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ફોર્મમાં નામ, મોબાઈલ નંબર અને પ્રતિષ્ઠિત નાગરિકનો રેફરન્સ લેવામાં આવશે, જેની સુરક્ષાના ભાગરૂપે કડક ચકાસણી કરાશે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રીમાં 1,700થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે:પોલીસ કમિશનરે નવલખી મેદાનમાં વિઝિટ કરી, ખેલૈયાઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણ પર પોલીસનું ફોકસ રહેશે
    Next Article
    Ketan Agarwal Case Debate: शादी से क्या सच में डर ? युवाओं के मन में क्या?| Siya Ketan Case |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment