Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમ છલકાવાની આરે:પૂર્ણ સપાટીથી માત્ર 35 સે.મી. દૂર, 70 હજાર ક્યુસેકથી વધુ આવક

    10 hours ago

    ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવાની નજીક પહોંચી ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમની સપાટી 138.35 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ પૂર્ણ સપાટી 138.68 મીટર છે, એટલે હવે માત્ર 35 સેન્ટિમીટર બાકી છે. પાણીની સતત આવકને પગલે તંત્ર દ્વારા ડેમની સ્થિતિ અને પાણીના નિકાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. 70 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી હાલ 70,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. સામે ડેમમાંથી 13,120 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. જળાશયમાં હાલ 5,638.62 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે. કેનાલ હેડના 3 ટર્બાઇન ચાલુ ડેમના રિવર બેડ પાવર હાઉસના ટર્બાઇન હાલ બંધ છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન કાર્યરત છે. ડેમની સપાટી સતત વધી રહી હોવાથી પાણીના પ્રવાહ અને જાવકની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ઉકાઈ, શત્રુંજી અને દમણગંગામાં પણ પાણીની આવક નર્મદા ઉપરાંત રાજ્યના અન્ય મહત્વપૂર્ણ જળાશયોમાં પણ પાણીની સારી આવક થઈ રહી છે. ઉકાઈ, શત્રુંજી અને દમણગંગા સહિતના ડેમોમાં પાણીનું સ્તર ઊંચું આવ્યું છે. સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવકને કારણે રાજ્યના જળાશયોની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. 47 ડેમ હાઈ એલર્ટ પર જળાશયોમાં વધતી આવકને ધ્યાનમાં રાખીને જળસંપત્તિ વિભાગે સુરક્ષાના ભાગરૂપે એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના 47 ડેમ હાઈ એલર્ટ, 11 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ, ડેમની સુરક્ષા અને સંભવિત સ્થિતિને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થાઓ પર સઘન નજર રાખવામાં આવી રહી છે. ખેડૂતોમાં આશા, તંત્ર પણ એલર્ટ નર્મદા ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચતા ગુજરાતના ખેડૂતો અને નાગરિકોમાં ઉત્સાહનો માહોલ છે. ડેમમાં પાણીનો સારો જથ્થો ઉપલબ્ધ થતાં સિંચાઈ અને પીવાના પાણીની દૃષ્ટિએ પણ રાહતની આશા વધી છે. બીજી તરફ, ડેમની સપાટી પૂર્ણ સપાટીની નજીક હોવાથી પ્રશાસન પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચા ન મંગાવતા મિત્રએ કરી મિત્રની હત્યા:સુરેન્દ્રનગર નવા જંકશન પાસે મિત્રના ગળા અને માથામાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી, આરોપી ફરાર
    Next Article
    મનપાની સ્થાયી સમિતિના એજન્ડામાં 6 કામો:સમા-સાવલી બ્રિજની પહોળાઈ વધારવા 4.10 કરોડની દરખાસ્ત, પાણી પુરવઠાની લાઇન ખસેડવાની કામગીરીમાં ફેરફાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment