Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    35% ડિસ્કાઉન્ટ પર સ્મગલર સાથે 3 કિલો સોનાનો ઓનકેમેરા સોદો:સ્વિટ્ઝરલેન્ડથી વાયા દુબઈ શીપમાં માલ ગુજરાત આવતો, 24 કેરેટ લગડીની ભારતભરમાં ડિલિવરી

    12 hours ago

    સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેશન ટીમના ધ્યાને આવી. જેમાં ચળકાટ મારતા સોનાના બિસ્કિટના વીડિયો પર લખ્યું હતું… માર્કેટ રેટ કરતા 30થી 40 ટકાના ડિસ્કાઉન્ટ પર 24 કેરેટ શુદ્ધ સોનું ખરીદો સ્વિટ્ઝરલેન્ડના સોનાની 100-100 ગ્રામની લગડી અને હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી આ પોસ્ટ વાંચીને આંખો ચાર થઇ ગઇ. લાખોના ભાવે વેચાતુ સોનું જો મસમોટા ડિસ્કાઉન્ટ પર મળે તો સ્વાભાવિક રીતે સવાલ થાય અને ઘણાને ખરીદવાની ઇચ્છા પણ થાય. આ જાહેરાત જોઈને બે સવાલો બે સવાલ ઉઠ્યા. શું ખરેખર આટલા મોટા ડિસ્કાઉન્ટ પર શુદ્ધ સોનું મળવું શક્ય છે? કે પછી ડુપ્લિકેટ માલ આપીને છેતરપિંડીનો ખેલ ચાલી રહ્યો છે? આ કારોબારનું સત્ય બહાર લાવવા માટે દિવ્ય ભાસ્કરની ઇન્વેસ્ટિગેટિવ ટીમે ગ્રાહક બનીને સસ્તુ સોનું વેચતા સ્મગલરના નેટવર્કમાં ઘૂસવાનો પ્લાન બનાવ્યો. આ ઇન્ટરનેશનલ લેવલની સિન્ડિકેટ હોવાનો અંદાજો હતો. એટલે સૌથી જરૂરી હતું કે તેમની સામે એવી ઓળખ ઉભી કરવામાં આવે, જેથી એ લોકોને વિશ્વાસ આવી શકે અને કાળા કારનામાના બધા પત્તા ખુલ્લા પડી જાય. રિપોર્ટરે ઉદ્યોગપતિ તરીકે ઓળખ ઉભી કરી અને શરૂ થયું દિલધડક ઓપરેશન દિવ્ય ભાસ્કરના અંડરકવર રિપોર્ટરે જામનગરમાં આવેલી ફેક્ટરીના માલિક હોવાની પોતાની ઓળખ ઉભી કરી. ફેક્ટરી એક્ઝેટ કઈ જગ્યા છે? કેટલા ભાગીદાર છે? ફેક્ટરીમાં શું બને છે? માલ ક્યાં વેચાય છે? એ બધો જ પ્લોટ તૈયાર કરી લીધો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર આવી જાહેરાત આપનારના નંબર પર સંપર્ક કર્યો. આગળની સ્ક્રિપ્ટ પણ તૈયાર જ હતી. આ વાતચીતમાં ઘરમાં લગ્નપ્રસંગ હોવાનું બહાનું બનાવીને મોટા પ્રમાણમાં સોનું ખરીદવાની ઈચ્છા દર્શાવી. ત્યારબાદ ભુજમાં બેઠેલા 'અમર' નામના એજન્ટ સાથે અલગ-અલગ તબક્કે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જે ચોંકાવનારી માહિતી સામે આવી તેના પરથી લાગ્યું કે આ મોટું રેકેટ છે. ઇન્વેસ્ટિગેશનના અંતિમ તબક્કામાં 3 કરોડ રૂપિયામાં 3 કિલો સોનાની ડીલ કરવા રિપોર્ટર, એજન્ટ અને તેમની સિન્ડેકેટના મુખ્ય સ્મગલર સાથે એક ખુફિયા જગ્યા પર રૂબરૂ મુલાકાત થઇ. જ્યાં જીવના જોખમે સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. સોનાની લગડીના થપ્પા સાથેનો બધો જ ઘટનાક્રમ કેમેરામાં કેદ થયો. ઇન્વેસ્ટિગેશનનો પ્રથમ તબક્કો 1 કિલો સોના પર પર 25% અને 20 કિલોના ઓર્ડર પર સીધું 40% ડિસ્કાઉન્ટ તપાસની શરૂઆતમાં જામનગરના ઉદ્યોગપતિ તરીકે ઓળખ આપીને અંડરકવર રિપોર્ટરે સોનાના ભાવ અને ડિસ્કાઉન્ટ અંગે ફોન પર પૂછપરછ કરી. સામે છેડેથી ભુજથી વાત કરી રહેલા એજન્ટ અમરે સ્પષ્ટ કર્યું કે બિલ વગર માલ મળશે અને માર્કેટ રેટ પર 25% ડિસ્કાઉન્ટ અપાશે. જોકે, રિપોર્ટરે લગ્ન ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ માટે પણ 15થી 20 કિલો સોનાનાો ઓર્ડર આપવાની વાત કરી, એજન્ટે ડિસ્કાઉન્ટનો આંકડો સીધો 40%એ પહોંચાડી દીધો. વાંચો, રિપોર્ટર અને એજન્ટ અમર વચ્ચેની પહેલી વાતચીતના અંશ. ડિસ્કાઉન્ટ પર સોનું વેચનારે બિસ્કિટના વીડિયો અને માહિતી મોકલી એજન્ટ અમર સાથે પહેલાં ફોન કોલમાં લગભગ સાતેક મિનિટ વાત થઇ. પણ એક જ વખત ફોન પર વાત કર્યા બાદ તરત રૂબરૂ મુલાકાતથી ઘણી શંકા જાય અને જોખમ પણ હતું. એટલે વાતચીત એ પોઇન્ટ પર અટકી કે ઘરના વડીલો અને મહિલાઓને સોનું ખરીદવા બાબતે પૂછીને પછી આગળ ડીલ કરીશું. એજન્ટને લાગ્યું કે તેને મોટો ગ્રાહક મળી ગયો છે. એટલે બે દિવસમાં ત્રણથી ચાર કોલ કરી લીધા. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે મારો ફોન મોટેભાગે સ્વીચઓફ જ રહે છે. એટલે મેસેજ કરીને સમય કન્ફર્મ કરવો પછી જ આપણી વાતચીત થઇ શકશે. સ્વિટ્ઝર્લેન્ડની વિશ્વપ્રસિદ્ધ કંપનીની ગોલ્ડ બારના વીડિયો આ દરમિયાન અમરે સોનાના બિસ્કિટના કેટલાક વીડિયો મોકલ્યા, જેના પર મેટાલોર લખ્યું હતું. આ સ્વિટ્ઝર્લેન્ડની વિશ્વપ્રસિદ્ધ કંપની છે, જે અત્યંત શુદ્ધ સોનાની લગડી બનાવે છે. આ બાર LBMA (લંડન બુલિયન માર્કેટ એસોસિએશન) દ્વારા પ્રમાણિત હોય છે, જેથી તેને સમગ્ર વિશ્વમાં સરળતાથી ખરીદી અને વેચી શકાય છે. અન્ય એક વીડિયોમાં કેપિટલમાં PAMP લખેલું દેખાયું. PAMP પણ સ્વિટ્ઝર્લેન્ડની કંપની છે. PAMPના સિક્કા કે બિસ્કિટ આખા વિશ્વમાં સૌથી વધુ શુદ્ધ અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. આ વીડિયો પરથી એજન્ટની વાતમાં દમ હોય એમ તો લાગ્યો. પહેલો ફોન કર્યાને ચારેક દિવસ થઈ ગયા હતા. એટલે વેપારી બનેલા રિપોર્ટરે નવી વાર્તા ઘડી અને એજન્ટ સાથે ફોન પર વાત કરી. 'દુબઈ-સ્વિટઝર્લેન્ડથી આવે છે માલ, શોરૂમ નહીં પણ હિડન ઓફિસમાં ડીલ' બીજી વખતના ફોન કોલમાં રિપોર્ટરે ઘરની મહિલાઓ માટે દાગીના બનાવવાની વાત કરી, જેથી એજન્ટો ક્યાં અને કેવી રીતે ડીલ કરે છે એ જાણી શકાય. આ જ વાતચીતમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે તેઓ કોઈ દુકાન કે શો રૂમ નથી ચલાવતા. પરંતુ ભુજમાં આવેલી એક "હિડન ઓફિસ"થી ડીલ થાય છે. એજન્ટ સાથેના બીજા ફોનકોલમાં ત્રણ વાતો સ્પષ્ટ થઇ ગઇ બજારમાં જે સોનાની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી હતી, તે સીધું 1 કરોડ રૂપિયામાં ફાઇનલ કરવાની તૈયારી દર્શાવીને એજન્ટે આખી ડીલને વધુ શંકાસ્પદ બનાવી દીધી હતી. એટલે હજુ આમાં વધારે ઊંડુ ઉતરવા જેવું લાગ્યું. આ રીતે શરૂ થયો વાતચીતનો ત્રીજો તબક્કો. જેમાં રૂબરૂ મળવાનું નક્કી થયું. ‘પહેલાં ખાલી હાથે ભુજ આવો, માલ જોઈને આંગડીયાથી કેશ મગાવો’ કરોડોની ડીલ રોકડા રૂપિયે અને કિલોના ભાવે સોનું… એ પણ દાણચોરીનું. એટલે ઇન્વેસ્ટિગેશન દરમિયાન ડીલ ભલે નકલી કરવાની હોય પણ જોખમ ઓછા નહોતા. પણ આ ધંધામાં રિપોર્ટર કરતા એજન્ટને વધુ ઉતાવળ હતી. કોઈપણ ગ્રાહક પહેલીવારમાં કરોડો રૂપિયા રોકડા લઈને અજાણ્યા શહેરમાં ન આવે તે આ ગેંગ સારી રીતે જાણતી હતી. તેથી ગ્રાહકનો ડર દૂર કરવા માટે એજન્ટે એક ખાસ મોડસ ઓપરેન્ડી બતાવી. તેણે પૈસા વગર માત્ર માલ જોવા માટે ભુજ આવવાની ઓફર આપી અને સાથે જ ગ્રાહકના ગળે ઉતરી જાય એવી શરત પણ મૂકી. સ્ટિંગ ઓપરેશન માટે બુધવારનો જ દિવસ કેમ પસંદ કર્યો? અત્યાર સુધી ફોન પર થતી વાતચીતમાં એજન્ટને વિશ્વાસ બેસી ગયો હતો. હવે રૂબરૂ મળીને ડીલ કરવાના પ્લાન પર કામ શરૂ કરવામાં આવ્યું. ક્યાં, ક્યારે અને કેવી રીતે મળવું એ બાબતે પણ પૂરતું હોમવર્ક કરવું જરૂરી હતું. જામનગરમાં સામાન્ય રીતે બુધવારના દિવસે કારખાના બંધ હોય. એટલે ‘એ દિવસે ધંધાકીય કામ નહીં હોય’ એમ ગોઠવણ કરીને રૂબરૂ મુલાકાત માટે બુધવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો. આ વાતની જાણ એજન્ટ અમરને પણ કરી દીધી. એજન્ટ અમર પણ ખૂબ હોશિયાર હતો. તેણે કહ્યું, ‘તમે બુધવારે 11 વાગતા સુધીમાં એકવાર ભુજ આવી જાવ. પછી હું તમને અમારું લોકેશન અપીશ, ત્યાં તમને24 કેરેટ સોનાના બિસ્કિટના સેમ્પલ પણ બતાવી દઇશ.’ ઇન્વેસ્ટિગેશનનો બીજો તબક્કો સ્મગલર સાથે રૂબરૂ મુલાકાત અને સ્ટિંગ ઓપરેશન ઓપરેશન અંતિમ પડાવ પર હતું. એટલે આવા સ્મગલરથી એક ડગલું આગળ રહેવું જ યોગ્ય લાગ્યું. ફોન પર અમરે ભલે બુધવારે 11 વાગ્યે ભુજ આવવા કહ્યું. પરંતુ કરોડપતિ ઉદ્યોપતિને શોભે એવી મોંઘી કાર લઇને દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે મંગળવારથી જ ભુજમાં ધામા નાખી દીધા હતા. સાથે કારના ડ્રાઇવર પણ હતા. બસ હવે મુલાકાતની ઘડીઓ ગણાઈ રહી હતી. મુલાકાતના આગલા દિવસે ભુજની સોની બજારમાં છૂપી રીતે ખણખોદ મંગળવારના દિવસે ભુજની સોની બજારમાં ફરીને છૂપી રીતે તપાસ કરી કે શું અહીં આવા કોઈ એજન્ટ સક્રિય છે ખરાં? જેથી રૂબરૂ મિટિંગ પહેલાં શું તૈયારી કરવી? અને કેવી તકેદારી રાખવી? એનો ખ્યાલ આવે. કારણ કે આવા લોકોને મળવામાં જીવનું પણ જોખમ હતું. મંગળવારે આખો દિવસ રખડપટ્ટી કર્યા બાદ પણ કોઈ ઇનપુટ ન મળ્યા. ચિંતાની વાત એ પણ હતી કે અમરનો ફોન બંધ આવી રહ્યો હતો અને મેસેજ પણ ડિલિવર નહોતો થતો. જેમ તેમ કરીને મંગળવારનો દિવસ નીકળ્યો. રાત્રે અચાનક રિપોર્ટરના ફોનની રિંગ વાગી, એજન્ટ અમરનો ફોન હતો. એને જાણ નહોતી કે ગ્રાહક ભુજ પહોંચી ગયા છે. તેણે પૂછ્યું, મોટાભાઈ તમે ભુજ આવવા માટે ક્યારે નીકળવાના છો? રિપોર્ટરે કહ્યું, સવારે 5 વાગ્યે. રિપોર્ટરે લોકેશન માગ્યું પણ તેણે અત્યારથી લોકેશન આપવાની ના પાડી અને ફોન મૂકી દીધો. બીજા દિવસે એટલે કે બુધવારે 11 વાગ્યે સામે ચાલીને અમરનો ફરીથી કોલ આવ્યો. તેણે કહ્યું, હમીરજી તળાવ પાસે આવી જાવ. અમરે ફોન પર ડર પેદા કરે એવા 4 સવાલો કર્યા અમરના કહેવા પર રિપોર્ટર હમીરજી તળાવે પહોંચી ગયા. પણ પર્યટકોની ભીડ વચ્ચે અમરનો ક્યાંય અત્તોપત્તો ન લાગ્યો. ફોન પર તેણે કહ્યું, હમણા નહીં મળી શકાય. થોડી રાહ જુઓ. વળી, આ ફોન કોલમાં તેણે લોકેશન આપવાના બદલે સવાલોનો મારો શરૂ કર્યો. તમે કેટલા લોકો છો? શું પહેર્યું છે? કઇ ગાડી લઇને આવ્યા છો? અત્યારે ક્યાં છો? આ તમામ સવાલોના જવાબમાં સત્ય બોલવા સિવાય છૂટકો ન હતો. એજન્ટે આ બધાય સવાલોના જવાબ જાણ્યા બાદ પણ લોકેશન તો ન જ આપ્યું. એનાથી ઉલટ ભુજના બજારની જ એક જગ્યાનું નામ લઇને સલાહ આપી કે તમે ત્યાં ચા-પાણી-નાસ્તો કરો. હું તમને અમારા મોટા શેઠ સાથે મળાવવા કંઇક ગોઠવણ કરીને કોલ કરું છું. આ પહેલીવાર હતું કે એજન્ટ તરફથી વધુ એક માણસની આ પ્રકરણમાં એન્ટ્રી થઇ. લગભગ બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ અમરે ફરીથી કોલ કર્યો, રિપોર્ટરનું લાઇવ લોકેશન માગ્યું. રિપોર્ટરે લોકેશન મોકલ્યું એટલે થોડી જ વારમાં અમરે પણ પોતાનું લોકેશન મોબાઇલ પર મોકલી આપ્યું. આ સાથે જ રિપોર્ટરે સ્ટિંગ ઓપરેશન માટે પોતાની પાસે રહેલા હિડન કેમેરા ચાલુ કરી દીધા. કારણ કે ગમે તે ક્ષણે ગમે તેવો ઘટનાક્રમ બનવાનો હતો. એજન્ટે મોકલેલું લોકેશન ભુજમાં આવેલી એક રહેણાંક સોસાયટીનું હતું. થોડી જ મિનિટોમાં રિપોર્ટર અને ડ્રાયવર કાર લઇને ત્યાં પહોંચી ગયા. આ એક મુસ્લિમ રહેણાંક સોસાયટી હતી, જેના મેઇન ગેટ પર ભેંકાર ભાસતો હતો, ઘણા ઘરોમાં લોકો હજુ રહેવા આવ્યા ન હોય એમ લાગ્યું. એક્ટિવા લઇને આવેલો એક શખ્સ રેકી કરવા વાગ્યો પ્લાનિંગના ભાગરૂપે નક્કી કરી રાખ્યું હતું કે જ્યાં સુધી ફોન-મેસેજ ન આવે ત્યાં સુધી ગાડીમાંથી નીચે ઉતરવાનું નથી. ધીમી ગતિએ કારના આમ-તેમ બે આંટા માર્યા. એ દરમિયાન એક્ટિવા લઇને આવેલા એક શખસ પર નજર પડી. એ તમામ હલચલ નોંધી રહ્યો હોય એમ લાગ્યું. પાંચેક મિનિટ સુધી તેણે રિપોર્ટરની કાર પર નજર જમાવી રાખી. તસ્દી કરી લીધા પછી ગાડી પાસે ધસી આવ્યો અને એક જ શબ્દનો સવાલ બોલ્યો… જામનગરથી? રિપોર્ટરે જવાબ આપ્યો, હા. પેલાએ કહ્યું, ગાડી લઇને મારી પાછળ-પાછળ આવો. રેલવેલાઇન પાસે બનેલી આ સોસાયટીમાં અંદાજે 250થી 300 રહેણાંક મકાનો હશે. આગળ એક્ટિવા અને પાછળ કાર. લગભગ પાંચેક મિનિટ પછી એક્ટિવા છેલ્લી ગલીમાં આવેલા છેલ્લા મકાને જઇને ઉભી રહી. એક્ટિવાવાળાએ ઇશારો કરીને ગાડી પાર્ક કરવાની જગ્યા બતાવી અને કહ્યું, ડ્રાયવરને અંદર ન લાવતા. રિપોર્ટરે એજન્ટના સાગરિતની વાત માની અને ડ્રાયવરને કારમાં જ બેસાડી રાખીને હિડન કેમેરા સાથે ડુપ્લેક્સમાં પ્રવેશ કર્યો. અંદરનો નજારો કોઈ ગેંગસ્ટર પર બનેલી ક્રાઇમ થ્રિલર ફિલ્મ કરતા ઓછો ન હતો. સ્મગલરના અડ્ડાની અંદર કેવો માહોલ હતો? રૂમમાં સામસામે ત્રણ તરફ સોફા અને એક બાજું સિંહાસન જેવી ખુરસી હતી, જેના પર સફેદ પઠાણી જભ્ભો-લેંઘો અને ખભે અરબી માણસો રાખે એવો ખેસ રાખીને એક શખસ બેઠો હતો. અંદાજે 30-35 વર્ષની જ ઉંમર હશે. તેની ડાબી બાજુએ સોફા પર અમર બેઠો. અમરે જ પોતાની અને સામે ખુરસી પર બેસેલા રિયાઝની ઓળખ આપી. રિપોર્ટરની નજર સામે જ ઘરનું રસોડુ હતું, ત્યાં બંદૂક લઇને એક શખસ એલર્ટ મોડ પર ઉભો હતો. તેને પોતાનું અડધું મોઢું મફલરથી ઢાંકી રાખ્યું હતું. એટલે ધબકારા વધી જાય એવી સ્થિતિ હતી. એક્ટિવા લઇને ઘર બતાવવા આવેલો શખસ થોડીવારમાં પાણીના ગ્લાસ લઇને આવ્યો અને ટેબલ પર મૂકીને જતો રહ્યો. અહીંયાંથી રિપોર્ટર, એજન્ટ અમર અને સ્મગલર રિયાઝ વચ્ચે ડીલ બાબતે વાતચીતનો દૌર શરૂ થયો. આ તમામ વાતો હિડન કેમેરામાં કેદ પણ થઈ રહી હતી. રિયાઝ, સ્મગલર: અમારું ગોલ્ડ બિસ્કિટનું જ કામ છે. પ્યોર ગોલ્ડ આવશે. એટલે એમાં મિક્સ કરીને જ તમારે ઘરેણા બનાવડાવવા પડશે. ઘરેણા બનાવવા એ અમારું કામ નથી, અમારી પાસે જે માણસો ડિલિંગ કરવા માટે આવતા હોય એ મોટેભાગે જ્વેલરી શોપવાળા જ હોય છે. તમારા જેવો માણસ ક્યારેક જ આવે. રિપોર્ટર: મને લાગ્યું કે તમે ઘરેણા બનાવી આપતા હશો, અમારે ત્યાં લગ્ન છે અને વહુને હાર આપવો છે. ઘરની બીજી મહિલાઓને પણ ઘરેણા કરાવવાના છે. અમર, એજન્ટ: ના.. તમને ડિસ્કાઉન્ટ મળી જશે, પણ ઘરેણા તો તમારી રીતે જ બનાવડાવવા પડશે. તમે પહેલાં માલ જોઇ લો. રિપોર્ટર: અમારે 3 કિલો સોનું લેવું છે રિયાઝ, સ્મગલર: તમે પહેલાં ક્યારેય આવી રીતે વસ્તુ લીધી છે? રિપોર્ટર: ના… ક્યારેય નહીં… એટલે જ અમને તમારી આખી સિસ્ટમ સમજાવો. રિયાઝ, સ્મગલર: એકવાર તમે માલ પર નજર મારી લ્યો. પછી આગળ વાત. રિયાઝ આટલું બોલ્યો, ત્યાં તો જાણે એણે કમાન્ડ આપ્યો હોય એમ એક શખસ રસોડામાંથી હોલમાં આવીને ઉભો રહી ગયો. એણે ટી શર્ટ ઉચું કર્યું અને કમરે બાંધી રાખેલો એક પટ્ટો ઉતાર્યો. જેમ જૂનવાણી ડબલ નાળચાની બંદૂકના કારતૂસ રાખતા હતા એવો જ પટ્ટો. આ પટ્ટામાં નાના-નાના ખાના હતા અને દરેકમાં સોનાના બિસ્કિટ. તેણે એક બાદ એક બિસ્કિટ કાઢ્યા અને ટેબલ પર મૂકતો ગયો. ફિલ્મી લાગતું દૃશ્ય હકીકતમાં આંખો સામે ભજવાઈ રહ્યું હતું. હવે સ્મગલરે માંડીને વાત શરૂ કરી… રિયાઝ, સ્મગલર: આ પ્રોપર બેલ્ટ આવે, એમાં એક કિલો સોનું રાખી શકાય. બેલ્ટ ઉતારનાર એજન્ટ: આ ડિલિવરીનો માલ છે, અત્યારે આપવા માટે જ જવાનું છે. અમર, એજન્ટ: જેમ પેન્ટમાં બેલ્ટ પહેરીએ એવી રીતે આ આખો બેલ્ટ જ આવે, 10થી 20 કિલો સુધીનો માલ આ રીતે ભરીને પહેરી શકાય. રિપોર્ટર: તો અમને તમે આ રીતે બેલ્ટમાં જ માલ આપશો? અમર, એજન્ટ: હા… આખેઆખું બેલ્ટ જ આપી દઇશુ. રિપોર્ટર: આ એક બિસ્કિટ 100 ગ્રામનું છે? અમર, એજન્ટ: યસ… 100 ગ્રામનું આવે. આટલું બોલતાની સાથે જ સ્મગલરે રિપોર્ટરના હાથમાં બિસ્કટ મૂકી દીધા અને ચેક કરી લેવા કહ્યું. વજન, કદ અને ચળકાટ જોઈને કોઈપણ અભિભૂત થઈ જાય એવો અનુભવ હતો, સાથે જ મનમાં ડર પણ લાગ્યો. પણ મૂળ કામ સ્મગલરો અને એજન્ટો પાસેથી આ રેકેટ વિશે વધુમાં વધુ માહિતી કઢાવવાનો હતો. એટલે હિંમત કરીને ધીમેધીમે સવાલો પૂછવાના શરૂ કર્યા. ગ્રામ, તોલા, કે કિલો નહીં મણ-મણ સોનું વિદેશથી આવતું હોવાનો દાવો રિપોર્ટર: આની સાથે કોઈ સર્ટિફિકેટ આપશો કે નહીં? રિયાઝ, સ્મગલર: તમને સસ્તુ સોનું એટલા માટે જ મળે છે કે બિલ નથી આપતા. આ ઇમ્પોર્ટ-એક્સપોર્ટની મેટર છે. રિપોર્ટર: અમરભાઈએ મને વીડિયો મોકલ્યો એમાં સર્ટિફિકેટ દેખાતા હતા. અમર, એજન્ટ: અમારી પાસે 10-12 બિસ્કિટ ન આવે, 50 કિલો…60 કિલો…70 કિલો એવી રીતે માલ આવતો હોય છે. એટલે બધાના સર્ટિફિકેટ સાચવી ન શકીએ. બાકી સર્ટિફાઇડ વસ્તુ જ આવવાની. તમારે સર્ટિફિકેટની જરૂર નથી. તમે તમારા વિશ્વાસુ કોઈપણ સોનીને આ માલ બતાવજો. રિયાઝ, સ્મગલર: ખોટી વસ્તુ હોય તો સોની તમને ઘરેણા બનાવી જ નહીં આપે. અમર, એજન્ટ: અમારો માલ તો જ્વેલર્સ જ લઇ જતા હોય છે. એ લોકો આવે, ચેક કરે અને વસ્તુ લઇ જાય. આ તો તમે લગ્નનું કહ્યું એટલે અમે ડીલ કરવાનું વિચાર્યું. આટલી વાતચીત દરમિયાન રિપોર્ટરને આપેલા સોનાના બિસ્કિટ પાછા લઇ લેવામાં આવ્યા અને ગણતરીની સેકન્ડોમાં જ પેલા શખસને બેલ્ટમાં એક બાદ એક બિસ્કિટ મૂકીને કરોડો રૂપિયાનો માલ કમરે બાંધી પણ દીધો. રિયાઝ, સ્મગલર: હવે તમે જ્યાં કહેશો ત્યાં હું મારો માણસ બેલ્ટ સાથે તમારી સાથે મોકલીશ. ઓલ ઓવર ઇન્ડિયામાં જ્યાં કહેશો ત્યાં માલ પહોંચાડી દઇશ. રિપોર્ટર: મારે ત્રણેક કિલો જેવું લેવું છે. એટલે તમે મને પેમેન્ટ અને ડિલિવરી કેવી રીતે થશે એ સમજાવો. આ સવાલના જવાબમાં સ્મગલિંગના માસ્ટરમાઇન્ડે પત્તા ખોલી નાખ્યા અને કેટલીક શરતો પણ મુકી દીધી. રિયાઝ, સ્મગલર: અમરભાઈએ મને તમારા વિશે વાત કરી કે આવી રીતે એક પાર્ટી લગ્ન માટે સોનું લેવા માગે છે. પણ હું ફોન પર વાત કરતો નથી. એટલે તમને રૂબરૂ બોલાવ્યા. જો યોગ્ય લાગશે તો કામ કરીશું. ‘રહી વાત પેમેન્ટની…તો તમે જામનગરથી હવાલા મારફતે રૂપિયા મોકલાવશો. ત્યાંથી તમારા નામનું પેમેન્ટ જ અહીંના આંગળીયામાં નાખશો. મારો કોઈપણ માણસ તમારા ભેગો પેમેન્ટ લેવા માટે નહીં જાય. તમે ભુજ આવો અને આંગળીયા પેઢીમાં જઈને તમારું આધાર કાર્ડ બતાવીને પેમેન્ટ ઉપાડો અને અમારી જગ્યા આવીને આપી જજો. હું તમને માલ દેખાડી દઈશ. જો તમને લાગતું હોય કે આટલો માલ લઇ જવામાં જોખમ છે તે હું તમારા ઘર સુધી પહોંચાડી દઇશ.’ રિપોર્ટર: હવે મને કિલોનો ફાઇનલ ભાવ કહો રિયાઝ, સ્મગલર (અમરને પૂછ્યું): શું વાત થઇ હતી તમારે? અમર, એજન્ટ: મેં 30 ટકા ડિસ્કાઉન્ટનું કહ્યું હતું રિપોર્ટર: અરે 40 ટકાનું કરી આપો ને. તમે બોલ્યા હતા કે 1 કિલો સોનાના 1 કરોડ 40 લાખ થાય, પણ તમને 1 કરોડની આજુબાજુમાં કરી દઇશું. અમર, એજન્ટ: 30થી 35 થાય, એનાથી વધારે નહીં. રિપોર્ટર: મારે 500 ગ્રામ કે 1 કિલો લેવું હોત તો આટલામાં રેડી થઇ જાત. આ વાત થતી જ હતી ત્યાં તો રિયાઝે બધાને અટકાવી દીધા અને એકદમ કડક અવાજે આદેશ આપતો હોય એમ બોલ્યો, ‘ના ભાઈ, એટલું ઓછું લો તો 15 ટકા જ ડિસ્કાઉન્ટ આપું, ચોખ્ખી વાત છે.’ રિપોર્ટર: એકવાર અમને સારા ભાવે આપો, પછી અમારા બિઝનેસ સર્કલના લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ખરીદશે. આ ઓફર પછી તો રિયાઝ એવું બોલી ગયો જેની કલ્પના નહોતી. રિપોર્ટર: અત્યારે 40 રાખો. અમર, એજન્ટ: જે દિવસે આપણે ડીલ ફાઇનલ કરીશું, એ વખતે જે ભાવ હોય એના પરથી નક્કી કરીશું. રિયાઝ, સ્મગલર: હું તમને રાઉન્ડ ફિગર 1 કરોડમાં કરી દઈશ, 1 કિલો સોનાના. રિપોર્ટર: એટલે 3 કિલોના 3 કરોડ રૂપિયા. રિયાઝ, સ્મગલર: હા… પણ અત્યારે આ વાત તમારા સુધી જ રાખજો. પરિવારને કહેજો પણ બીજા કોઈકને આમાં સામેલ ન કરતા. અમે વસ્તુ ચેક કરાવીને જ આપીએ, અત્યાર સુધી કોઈ ફરિયાદ નથી આવી. 1 કરોડ રૂપિયામાં 1 કિલો એમ 3 કરોડમાં ડીલ પાક્કી થઈ ચૂકી હતી. હવે મુદ્દો એ જાણવાનો હતો કે આટલું સસ્તુ સોનું આવે છે ક્યાંથી, કેવી રીતે અને એમાં કોણ-કોણ લોકો સામેલ છે. રિપોર્ટર: આ સોનું અહીંનું હોય કે વિદેશનું હોય? રિયાઝ, સ્મગલર: ઇમ્પોર્ટેડ ગોલ્ડ હોય. અમર, એજન્ટ: સ્વિટ્ઝરલેન્ડનું છે અને વાયા દુબઇ ઇમ્પોર્ટ કરેલું છે. રિયાઝ, સ્મગલર: ત્યારે જ સસ્તુ પડતું હોય ને. ઇન્ડિયાનું તો અમે શું કામ લઇએ? રિપોર્ટર: પ્લેનમાં તો નિયમ હશે ને? અમર, એજન્ટ: પ્લેનમાં તો સ્કેન થાય એટલે પકડાય, શિપમાં વસ્તુ ક્યાંથી સ્કેન થાય? રિયાઝ, સ્મગલર: દરિયાકિનારે પોર્ટ પર માલ લેન્ડ થાય. રિપોર્ટર: અધિકારીઓ સાથે સેટિંગ હોય એમ? અમર, એજન્ટ: નાના-મોટા બધા માણસો જોડાયેલા હોય. રિયાઝ, સ્મગલર: આ તો આખી ચેઇન હોય ભાઈ. તો જ થાય. રિપોર્ટર: તમે બોલ્યા કે ગુજરાતીઓને આ માલ નથી આપતા. એવું કેમ? રિયાઝ, સ્મગલર: ના… ગુજરાતીઓને નથી આપતા, અમે અહીંયાં ફેમિલી સાથે રહીએ છીએ. એમાં રિસ્ક છે. અત્યાર સુધીની વાતચીતમાં ઘણી બધી વાતો સ્પષ્ટ થઇ ગઇ હતી. બસ, હવે સ્મગલરોના અડ્ડાથી એવું કારણ આપીને રીતે બહાર નીકળવું હતું, જેથી તેમને જરાય શંકા ન જાય. એટલે રિપોર્ટરે ઘરના વડીલોનું બહાનું કાઢ્યું. જો કે આ વાતચીતમાં પણ સ્મગલરે પેમેન્ટ અને માલ ડિલિવરીની કોઈને શંકા ન જાય અને પોલીસ પકડે નહીં એવી મોડસ ઓપરેન્ડી ખુલ્લી પાડી દીધી. રિપોર્ટર: ઘરે વડીલોને ભાવતાલની વાત કરી લઉં. પછી આગળ કાંઈ કરીએ. અમર, એજન્ટ: તમે ભૂજમાં આંગળીયા ન કરાવતા. ગાંધીધામ કરાવજો. ત્યાંથી અહીં આવશો તો કોઈ ચેક નહીં કરે. રિયાઝ, સ્મગલર: એવું હશે તો ગાંધીધામ માણસ મોકલી આપીશ. એ તમારી સાથે રહેશે. રિપોર્ટર: અમને માલ લઇને જવામાં પણ જોખમ લાગેે છે. રિયાઝ, સ્મગલર: તો હું તમારી સાથે એક ગાડી મોકલીશ. મારી ગાડી માલ સાથે આગળ રહેશે અને તમારી ગાડી પાછળ રહેશે. એટલે તમને ભરોસો રહે કે માલ આગળ જ છે. અમર, એજન્ટ: એકવાર આ ડીલ થઇ જાય પછી તો તમે કહેશો ત્યારે અમે જ માલ પહોંચાડી દઇશું, તમારે આવવાની જરૂર નથી. પણ એકવાર વિશ્વાસ થઇ જાય એ જરૂરી છે. રિપોર્ટર: સારું તો તમે આ રીતે અમારી સાથે ગાડી મોકલજો. આ રીતે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર સોનાનું ઇન્ટરનેશનલ નેટવર્ક ચલાવતા સ્મગરને મળીને ત્યાંથી ખરીદી કર્યા વગર હેમખેમ નીકળી ગયા. થોડા દિવસ પછી રિયાઝ અને અમન બન્નેએ ફોન કરીને પૂછપરછ કરી. પરંતુ રિપોર્ટરે કોઈ નક્કર જવાબ ન આપ્યા. અને સૌથી મોટો સવાલ… શું આવા સ્મગલરો ખરેખરમાં કરોડો રૂપિયા લઇને સાચું સોનું આપતા હશે કે પછી રૂપિયા પડાવવાનું ષડયંત્ર હોય છે? કારણ કે કાયદાકીય બંધનના કારણે આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન સોનાની ખરીદી કરવામાં નથી આવી. એટલે આ સવાલનો જવાબ નથી મળી શક્યો.
    Click here to Read More
    Previous Article
    शाहरुख, सलमान, आमिर नहीं, इस एक्टर पर खूब जचती है कुमार सानू की आवाज, खुद 90s के सिंगर ने मानी बात
    Next Article
    Delhi Metro Closes 45 Stations Due To CJP Protest Today: Full List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment