Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ 35 ઠરાવો સર્વાનુમતે મંજૂર:પાણી પુરવઠા માટે રૂ.150 કરોડની દરખાસ્ત અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કરોડોનું આયોજન

    7 hours ago

    આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી રૂમ ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રજૂ કરવામાં આવેલા તમામ 35 ઠરાવોને ચેરમેન તથા કમિટીના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા યોજના માટે રૂ.150 કરોડની દરખાસ્ત શહેરના વિકાસ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે હાલમાં શહેરની 8.8 લાખની વસ્તીને દૈનિક 195.90 MLD પાણી પૂરું પાડવામાં આવે છે ભવિષ્યમાં વસ્તી વધારા અને ડેવલપમેન્ટને પહોંચી વળવા માટે પાણીની ક્ષમતા વધારીને 235.40 MLD સુધી પહોંચાડવાનું આયોજન છે, આ અંગે રૂ.150 કરોડના પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્ત ધનતેરસના પાવન દિવસે રાજ્ય સરકારમાં મોકલવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, રુવા અને ફૂલસરમાં રૂ.37-37 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ માટે પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારોમાં રમત-ગમતની સુવિધાઓ વધારવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત પૂર્વ વિધાનસભા વિસ્તારમાં રૂવા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ.37 કરોડ તથા પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં ફૂલસર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ.37 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને વધુ આધુનિક અને વિશેષ રૂપે વિકસાવવા વધારાના બજેટ સાથે સૈદ્ધાંતિક મંજૂરી અર્થે મોકલવામાં આવ્યા છે. હરિયાળા ભાવનગર માટે ‘દત્તક યોજના’ ભાવનગરને ગ્રીન અને સુંદર બનાવવાના હેતુથી શહેરની વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓને રોડ ડિવાઇડર તથા ગાર્ડન દત્તક આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંસ્થાઓના સહયોગથી શહેરને વધુ હરિયાળું અને સુશોભિત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે. પ્રજાજનોને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ અંતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ માધ્યમોના મારફતે ભાવનગરની તમામ જનતાને ધનતેરસ, દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભાવનગર શહેર સ્વસ્થ, તંદુરસ્ત અને સહિયારા સહકારથી વિકાસમય બને તેવી કામના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    बिजनौर में विदेश भेजने के नाम पर बड़ी ठगी पुलिस ने किया गिरफ्तार
    Next Article
    માળિયા હાટીના ખાતે પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન.:જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગામો માટે રૂપિયા 35.20 કરોડની માળિયા ખાતે જૂથ યોજનાનું ખાતમુહૂર્ત ,રૂપિયા 7 કરોડના ખર્ચે બિલખા જૂથ સુધારા યોજનાનું લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment