Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિતની 35મી વન-ડે સેન્ચુરી, 12 હજાર રન પણ પૂરા કર્યા:ગિલે 150+ રન ફટકાર્યા, વેસ્ટ ઇન્ડીઝે આપેલા 406 રનના ટાર્ગેટ સામે ભારતનો સ્કોર 300ને પાર

    1 week ago

    રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં 12,000 રન પૂરા કરનાર ત્રીજો ભારતીય બેટર બની ગયો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચ દરમિયાન આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. રોહિત પહેલા માત્ર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જ આવું પરાક્રમ કરી ચૂક્યા છે. વેસ્ટ ઇન્ડીઝે બીજી વન-ડે મેચમાં ભારતને જીતવા માટે 406 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 30 ઓવરમાં 305/1 છે. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર છે. ગિલે ચોગ્ગા સાથે 62 બોલમાં સદી પૂરી કરી. તેણે પ્રથમ વન-ડેમાં પણ સદી ફટકારી હતી. રોહિતે 72 બોલમાં પોતાના કારકિર્દીની 35મી સેન્ચુરી લગાવી. તે 101 રન બનાવીને આઉટ થયો. વેસ્ટ ઇન્ડીઝ ટીમે વન-ડે ક્રિકેટમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ગુવાહાટી ખાતે ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 405 રન બનાવ્યા હતા. આ પહેલાં ટીમનો સર્વોચ્ચ સ્કોર 389 રન હતો, જે તેમણે 2019માં ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી જ્હોન કેમ્પબેલ (101), શાઈ હોપ (104) અને આમીર જંગુ (114)એ શાનદાર સદીઓ ફટકારી હતી. ભારત માટે કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને ગરનૂર બરારે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાને 1 વિકેટ મળી હતી. આ મેચ દરમિયાન કુલદીપ યાદવે વન-ડેમાં પોતાની 200 વિકેટ પણ પૂરી કરી લીધી છે અને આ સિદ્ધિ મેળવનાર તે 9મો ભારતીય બોલર બન્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, આકિબ નબી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), આમીર જાંગુ, શેરફેન રધરફોર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, જેયડન સીલ્સ અને વિટેલ લૉઝ.
    Click here to Read More
    Previous Article
    Traffic jam on Ankleshwar-Hansot State Highway | અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ |Gujarat
    Next Article
    'રાજસ્થાન વિધાનસભામાં ટિકિટ અપાવવા માટે મેવાણીએ 4 લાખ લીધા':વડગામના ટોકરિયા ગામની સભામાં હોબાળો થયા બાદ પૂર્વ સરપંચનો આક્ષેપ, મેવાણીએ કહ્યું- 'પુરાવા હોય તો આપે'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment