Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીમાં DNA રિપોર્ટે આરોપીઓનો ભાંડો ફોડ્યો:અમદાવાદમાં 20 ફૂટ ઊંડા ખાડામાંથી મળેલા અવશેષો ફરજાનાના નીકળ્યા, હત્યારા પતિ અને તેના ભાઈની ધરપકડ

    8 hours ago

    અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં 20 ફૂટ ઊંડા ખાડામાંથી મળેલા હાડપિંજરનો DNA રિપોર્ટ મૃતક ફરજાનાના ભાઈ સાથે મેચ થતાં ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992માં થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસે હત્યારા પતિ સમસુદ્દીન અને તેના ભાઈ ઇકબાલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. 34 વર્ષ પહેલા હત્યા કરી 20 ફૂટ ઊંડો ખાડામાં મૃતદેહ દાટ્યો ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલ અને PI એ.પી. જેબલિયાને બાતમી મળી હતી કે, વર્ષ 1992માં કુતુબનગરના પ્લોટ નં. 10માં એક મહિલાની હત્યા કરી લાશ દાટી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે ફરજાના નામની મહિલાની તેના પતિ સમસુદ્દીન, જેઠ ઇકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને સાલીયાબીબીએ મળીને હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને સાલીયાબીબીના ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યો હતો. મૃતકના અવશેષોના DNA સેમ્પલ ભાઈ સાથે મેચ ક્રાઇમ બ્રાન્ચે જેસીબીની મદદથી ઘરમાં ખોદકામ કરીને માનવ અવશેષો એકત્ર કર્યા હતા. આ અવશેષોને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા અને ધોળકામાં રહેતા મૃતક ફરજાનાના DNA તેના ભાઈના સેમ્પલ સાથે સરખાવવામાં આવ્યા હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા લાશ ફરજાનાની હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબિત થયું હતું. આ આધારે પોલીસે મુખ્ય આરોપી પતિ અને તેના ભાઈને ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે સાથીદારો અબ્દુલ કરીમ અને સાલીયાબીબીનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. હત્યારાને આત્માનો ડર અને 34 વર્ષ સુધી સાક્ષીનું મૌન આ કેસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. જે મકાનમાં લાશ દાટી હતી તે વેચી દીધા બાદ પણ પરિવારજનોને ફરજાનાનો આત્મા પરેશાન કરતો હોવાના ડરે તેઓ તાંત્રિક વિધિ કરાવતા હતા. દર શુક્રવારે ઘરની બહાર કોઈ અજાણ્યું વ્યક્તિ દીવો કરી જતું હતું, જે ચર્ચા ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી હતી. ઘટના સમયે એક સ્વજન ત્યાં પહોંચી ગયો હતો જેણે આખી ઘટના જોઈ હતી, પરંતુ હત્યારાઓની જાનથી મારી નાખવાની ધમકીને કારણે તે 34 વર્ષ સુધી ચૂપ રહ્યો હતો. ડીએનએ રિપોર્ટ સૌથી મજબૂત પુરાવો સાબિત થયો વટવા કુતુબનગરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે. વર્ષો જૂના આ જઘન્ય અપરાધમાં આખરે વિજ્ઞાન અને ગુપ્તચર બાતમીની મદદથી ન્યાયની પ્રક્રિયા શરૂ થઈ છે. ડીએનએ રિપોર્ટ આ કેસમાં સૌથી મજબૂત પુરાવો સાબિત થયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના હાફ એન્કાઉન્ટરની એ દિલધડક 5 મિનિટમાં શું શું થયું?:SBIમાંથી 50 લાખ લૂંટનારા શુભમે બંધૂક ઉઠાવી PI પર ગોળી છોડી, ACPએ સર્વિસ રિવોલ્વરથી આરોપીને ભોં ભેગો કર્યો
    Next Article
    Governor Not Convinced Vijay Has Majority, No Oath Today: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment