Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંતલપુરમાં બેંક ખાતા ભાડે આપી સાયબર ફ્રોડનું કૌભાંડ:પાટણ સાયબર ક્રાઈમે 34 લોકો સામે ગુનો નોંધ્યો; 27 ખાતામાંથી ₹8.78 કરોડના શંકાસ્પદ વ્યવહાર

    14 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં કમિશનની લાલચ આપી સ્થાનિક લોકોના નામે બેંક ખાતા ખોલાવી સાયબર ગઠિયાઓને ભાડે આપવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પાટણ દ્વારા 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત કાર્યવાહી કરીને ગુજરાત ગ્રામીણ બેંકની સાંતલપુર શાખાના ખાતાઓ થકી આચરવામાં આવેલા રૂ. 8,78,07,191 ના નાણાકીય વ્યવહારો મામલે કુલ 34 શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ શંકાસ્પદ બેંક ખાતાઓની ચકાસણી કરવા મળેલી સૂચનાના આધારે પાટણ જિલ્લા પોલીસ વડાના આદેશથી લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરને પત્ર લખી અસાધારણ નાણાકીય વ્યવહારો ધરાવતા ખાતાઓની માહિતી મંગાવવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાત ગ્રામીણ બેંકની સાંતલપુર શાખા દ્વારા શંકાસ્પદ જણાતા ખાતાઓની વિગતો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને ઈ-મેઈલ મારફતે મોકલવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી સંબંધિત ખાતાધારકોને બોલાવી પૂછપરછ કરતાં બહાર આવ્યું હતું કે, સ્થાનિક શખ્સોએ કમિશન પેટે રૂ. 2,500 થી લઈને રૂ. 10,000 સુધીની રકમ મેળવીને પોતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવી અન્ય વચેટિયાઓને ભાડે આપ્યા હતા. આ વચેટિયાઓ મારફતે આ ખાતાઓ દેશભરમાં સાયબર ફ્રોડ આચરતી ટોળકીઓને પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ અને બેંક ખાતાઓના એનાલિસિસ દરમિયાન તારીખ 29/05/2026 થી તારીખ 27/08/2026 ના સમયગાળામાં 27 જેટલા મ્યુલ એકાઉન્ટ્સમાં કુલ રૂ. 8,78,07,191.15 જેટલી માતબર રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બેંક એકાઉન્ટ્સ સામે ભારત સરકારના સમન્વય (SAMANVAYA) પોર્ટલ પર તેલંગાણા, બિહાર, ઓડિશા, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાંથી કુલ 37 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી જોવા મળી હતી. એટલું જ નહીં, કેટલાક ખાતાઓમાં રજીસ્ટર થયેલા મોબાઈલ સિમકાર્ડ સીડીઆર એનાલિસિસ મુજબ ગોવા ખાતે ઓપરેટ થઈ રહ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પાટણના વાયરલેસ પોલીસ સબ ઇન્સપેક્ટર એસ. કે. દેસાઈની ફરિયાદના આધારે ખાતા ખોલાવી ભાડે આપનાર 27 ખાતાધારકો તથા ખાતા ભાડે મેળવી સાયબર ગઠિયાઓને પહોંચાડનાર બિચોલિયાઓ સહિત કુલ 34 શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 61(2)(a), 317(2), 317(5), 318(4) તથા આઈટી એમેન્ડમેન્ટ એક્ટની કલમ 66(D) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ભારતીબેન એન. ચૌધરીએ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    300 यूनिट मुफ्त बिजली, महिलाओं को फ्री बस सफर... गोवा के लिए केजरीवाल की बड़ी गारंटियां
    Next Article
    કપરાડાના કોલવેરામાં વનમંત્રીના હસ્તે વન કવચનું લોકાર્પણ:પ્રવાસન વિકાસથી રોજગારી વધશે, રહેઠાણની સુવિધાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment