Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    34 હજાર ફૂટ ઊંચેથી પ્લેન નીચે આવ્યું:લોહીથી લથબથ ગુજરાતી હુમલાખોર પર ભારે પડ્યો, એલર્ટથી યૂ-ટર્ન સુધી, 17 મિનિટમાં 9/11 જેવો હુમલો ટળ્યો

    6 hours ago

    તારીખઃ 30 સપ્ટેમ્બર, 2026 સમયઃ 8:35 AM સ્થળઃ જોર્ડન એરસ્પેસ 34 હજાર ફૂટની ઊંચાઈ પર વિમાન ઉડી રહ્યું હતું. અચાનક 174 મુસાફરો ભરેલા વિમાનના નાકની દાંડી જમીન બાજુ થઈ અને સૂસવાટાં બોલાવતું પ્લેન જમીન બાજુ ધસવા લાગ્યું. ફ્લાય દુબઈની ફ્લાઈટ ખાલી 120 સેકન્ડમાં જ 34 હજાર ફૂટથી ધબ્બ દઈને 14 હજાર ફૂટ પર પહોંચી ગઈ. કેબિનમાં ઓક્સિજન માસ્ક લટકવા લાગ્યા, બૂમાબૂમ થતાં લોકો દોડભાગ કરવા લાગ્યા. કોકપિટમાં ડ્રાઈવિંગ સીટ પર ગુજરાતી પાયલટ લોહીથી લથબથ હાલતમાં હતા... અને ખબર પડી કે તેમના જ સાથીદાર ઓમાની કો-પાયલટે તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર હાલત હોવા છતાં સ્મિત પાયલટ સીટથી કો-પાયલટ સીટ સુધી પહોંચ્યા અને ઘાયલ હાલતે ઈમરન્સી કોડ દબાવ્યો, કોકપીટનો દરવાજો ખોલ્યો અને મુસાફરોને બૂમ પાડીને મદદ માગી. કોકપીટથી 18મી લાઈનમાં બેઠેલો ઈઝરાયલી પ્લમ્બર દોડીને આવ્યો અને તેણે અને બીજા પેસેન્જર્સે કોપાયલટને વાયરના દોરડાથી બાંધી દીધો. ડેન્ટીસ્ટે સ્મિતની પાટાપીંડી આદરી. ભારે હોબાળા અને ટેન્શનની સ્થિતિ વચ્ચે વિમાન સાઉદીના તાબુક એરપોર્ટ પર ઉતર્યું. વિમાનમાં મોટાભાગના પેસેન્જર ઈઝરાયલી હતા, એ દેશ જેને સાઉદી સાથે કોઈ ડિપ્લોમેટિક સંબંધ નથી. ઓમાની હુમલાખોરે આવું શા માટે કર્યું અને તેનો માસ્ટર માઈન્ડ કોણ છે તે હજુ સમાચાર તપાસ પછી જ સામે આવશે પણ ઈન્ટરનેશનલ લેવલે એવી માહિતી વહી કે લગભગ આ બીજો 9/11 થતાં-થતાં રહી ગયો. શું છે પૂરો મામલો? પ્લેનમાં શું થયું હતું? કેવી રીતે આ ઘટના એવિએશન, જિઓપોલિટિક્સ અને હ્મુમન સાયકોલોજીનો કોમ્બો છે? ચાલો તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર... આખી વાત એવી છે કે FZ1073 નંબરની ફ્લાઈટ દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહી હતી. પ્લેનમાં 30 બાળકો સહિત 174 જેટલા મુસાફરો હતા. બધુ જ નોર્મલ ચાલી રહ્યું હતું. પ્લેન જ્યારે જોર્ડનની એરસ્પેસમાં પહોંચે છે ત્યારે અચાનક કો પાયલટે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો. કોઈ કહી રહ્યું છે હથોડીથી, કોઈ કહી રહ્યું છે કોકપીટ ક્રેશ એક્સથી તો કોઈ કહી રહ્યું છે ચાકુથી. ખરેખર શેનાથી હુમલો થયો તે તપાસનો વિષય છે પણ હુમલો એટલો ભયાનક હતો કે કેપ્ટન સ્મિત મચ્છર ખરાબ રીતે લોહીલુહાણ થઈ ગયા હતા. આ સમયે બન્ને વચ્ચે ઝપાઝપી થઈ અને કટ્ટરપંથી કો-પાયલટે પ્લેનનો કન્ટ્રોલ બગાડી નાખ્યો. ગ્રેવિટી પોર્સના કારણે પ્લેનનું પાછળનું પાંખિયું જેને રડર કહેવાય છે તે પણ તૂટી ગયું. મુસાફરોએ મોતને એકદમ નજીકથી જોઈ લીધું હતું. આખી વાત જાણવા પહેલા અમુક સવાલો જાગે છે તેના જવાબો જાણી લઈએ. અમેરિકામાં જ્યારે ઓસામા બિન લાદેને 9/11 હુમલો કર્યો તેના પછી આખી દુનિયાના એવિએશનના નિયમો બદલાયા. કોકપિટના દરવાજા બુલેટપ્રુફ અને તૂટી ન શકે એવા બનાવી દેવાયા, જેથી કોઈ પેસેન્જર બહારથી અંદર ન આવી શકે. પણ અહીં તો ખતરો પેસેન્જર સીટ પર નહીં કોકપીટની અંદર જ બેઠો હતો. જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે દુનિયાની કોઈ પણ સિક્યોરિટી કે ટેક્નોલોજી કામે નથી લાગતી. એટલા માટે જ આ ઘટનાએ એવિએશન ઈન્ડસ્ટ્રીના મૂળિયા હચમચાવી નાખ્યા છે, કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નહીં પણ એક વેલ-પ્લાન્ડ એર ક્રાઈસિસ હતો. પણ પેલા ઓમાની આતંકવાદીએ અહીં એક મોટી ભૂલ કરી દીધી. તેણે સામે બેઠેલા ગુજરાતી પાયલટના ખમીરને ઓછું આંકી લીધું. મૂળ સૌરાષ્ટ્રના અને ત્રણ પેઢીથી મુંબઈમાં વસેલા સ્મિત મચ્છરના લોહીમાં વેપાર અને ગમે એવા હાલમાં હાર ન માનવાની વૃત્તિ વણાયેલી છે. મુંબઈની વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં ભણતર પછી તે ન્યૂઝીલેન્ડથી પાયલટની ડિગ્રી લેવા પહોંચી ગયા. તેમનું સપનું પાયલટ બનવાનું ન હતું પણ એક સેમિનારે તેમનું આખું જીવન બદલી નાખ્યું. આજે આ સ્મિત પાસે 10 હજાર કલાક જેટલો ફ્લાઈંગનો અનુભવ છે. તેમના વાલીનું નામ ભૂપેન્દ્ર ભાઈ અને ગીતા બહેન છે. ઘરે પત્ની સોનલ બહેન અને બે સંતાનો છે. બાપ-દાદાનો ધંધો કાપડને લગતો હતો પણ સ્મિતે અલગ ચીલો ચીતર્યો. બેક ટુ સ્ટોરી પાછા આવીએ તો લોહીથી લથબથ હોવા છતાં, સ્મિતે પોતાની પ્રેઝેન્સ ઓફ માઈન્ડ ગુમાવવા ન દીધી. તે ઘાયલ હોવા છતાં કોકપીટ સાઈડ પહોંચ્યા. સ્પાઈસ જેટના સીએમડી અજય સિંઘના જણાવ્યા મુજબ આવી પરિસ્થિતિમાં આ કરવું લગભગ નેક્સ્ટ ટુ ઈમ્પોસિબલ છે કારણ કે તમારી બાજુમાં હત્યારો બેઠો છે અને ત્યાં ઘાયલ અને અડધી બેભાન હાલતમાં તમારે કોકપીટનો દરવાજો ખોલવાનો છે. સ્મિત મચ્છરે તાત્કાલિક પ્લેનના ટ્રાન્સપોન્ડર પર ઈમરજન્સી કોડ 7700 અને હાઈજેકિંગનો ઈન્ટરનેશનલ કોડ 7500 દવાબી દીધો. આ કોડ દબાતાની સાથે જ આખા મિડલ ઈસ્ટને ખબર પડી ગઈ કે સાઉદી એરલાઈનનું કોઈ પ્લેન હાઈજેક થયું છે. પણ કોકપીટ ખુલ્યા પછી મુસાફરોએ શું કર્યું? આ સવાલનો જવાબ પણ જાણીશું પણ તેના પહેલા થોડી પાયલોટની સાયકોલોજીકલ ફૂટપ્રિંટિંગની વાત કરી લઈએ કે કેવી રીતે કટ્ટરવાદી કોપાયલટ કોકપીટ સુધી પહોંચ્યો? દર વર્ષે પાયલટ્સના મેન્ટલ હેલ્થ સર્વે અને સાયકોલોજીકલ ટેસ્ટ થાય છે. તેમાંથી આ કો-પાયલટ કેવી રીતે છટકી ગયો તે એવિએશન સિસ્ટમનો મોટો લૂપહોલ છે. આખી દુનિયાના એવિએશન નિયમો મુજબ, પાયલટને ડિપ્રેશન, સ્ટ્રેસ, દારૂની કે ડ્રગ્સની લત છે કે નહીં તે જાણવા માટે સાયકોલોજીકલ ટેસ્ટ થાય છે. મનોવિજ્ઞાન કહે છે કે ડિપ્રેશન એક બીમારી છે જે અમુક લક્ષણોથી પકડી શકાય છે પણ ધાર્મિક કટ્ટરવાદ કે બ્રેઈન વોશિંગને આ સાયકોલોજિકલ સ્ક્રિનિંગમાં કેવી રીતે પકડવા? કારણ કે તે કોઈ બીમારી નહીં પણ એક વિચારધારા છે. કોપાયલટ જેવા કટ્ટરપંથીઓ નોર્મલ હોવાનો ઢોંગ કરવામાં માસ્ટર હોય છે. જ્યાં સુધી તેમને ટ્રિગર થવા માટે ન કહેવામાં આવે ત્યાં સુધી તે પોતાનો અસલી ચહેરો દુનિયા સામે આવવા જ નથી દેતા. માટે જ તે સાયકોલોજિકલ ટેસ્ટમાંથી આરામથી પાસ થઈ જાય છે. પણ સ્મિતે આ કટ્ટરપંથીના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું અને કોકપિટનો દરવાજો મહામહેનતે ખોલી નાખ્યો. કોકપીટમાં ધડબડાટી સાંભળતાની સાથે જ અઢારમી લાઈમાં બેઠેલો યાનીવ હાયુન નામનો ઈઝરાયલી મુસાફર કોકપીટ બાજુ દોડી આપ્યો. તેનો ધંધો પ્લમ્બરનો હતો પણ તેણે પણ જે સાહસ બતાવ્યું એ ફિલ્મોને પણ શરમાવે એવું હતું. યાનીવે અન્ડર કવર સિક્યોરિટી એજન્ટ આસાફ રાજુઆન અને ઝિવકા મેનેસેની મદદથી ઓમાની આતંકીને ભોંયભેગો કરી દીધો. આ બધાએ મળીને હુમલાખોર ઓમાની કોપાયલટને વાયર અને પ્લાસ્ટિકની ઝીપ ટાઈઝથી બાંધી દીધો. જ્યારે સ્મિતનું લોહી વધુ વહેવા લાગ્યું ત્યારે ફ્લાઈટના ઈઝરાયલી ડેન્ટિસ્ટ શોટા મોસાએવે ટાઈમ બગાડ્યા વિના સારવાર ચાલુ કરી દીધી. સ્મિતનું લોહી ઝડપથી વહી રહ્યું હતું પણ ડોક્ટરે સ્મિતને સંભાળી રાખ્યો. બીજી બાજુ ફ્લાઈટમાં મુસાફર તરીકે રહેલા આસાફ રાજુઆને અને ઝિવકા મેનેસે ભેગા મળીને હુમલાખોરને કન્ટ્રોલમાં લીધો. અને બસ હવે જ શરૂ થાય છે જીઓપોલિટિક્સનો ખરાખરીનો ખેલ. પ્લેન ઈઝરાયેલ કે જોર્ડન જવાના બદલે સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પાછું વળ્યું. પ્લેન ઈઝરાયલ કે જોર્ડન જવાના બદલે સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ બાજુ વાળવામાં આવ્યું હતું. મોટાભાગના મુસાફરો ઈઝરાયલી હતા એટલે ઈઝરાયલે સાઉદી અરેબિયાને રિક્વેસ્ટ કરી કે અમે પ્લેન મોકલીએ અને અમારા નાગરિકોને લઈ જઈએ પણ સાઉદીએ ચોખ્ખી ના પાડી હતી. આવું એટલા માટે કારણ કે સાઉદી અરેબિયા અને ઈઝરાયલ વચ્ચે કોઈ ઓફિશિયલ ડિપ્લોમેટિક સંબંધો નથી. આટલું જ નહીં, શરૂઆતમાં પ્લેન લેન્ડ કરવા માટે પણ પરમિશન માગી હતી પણ સાઉદીએ ના પાડી દીધી હતી. પછી મામલાની ગંભીરતાને જોતા તેમને ભાન થયું અને પ્લેન લેન્ડ કરવાની હા પાડી દીધી હતી. ત્યાર પછી સાઉદી અરેબિયાએ તમામ ઈઝરાયલી મુસાફરોને આશરો આપ્યો હતો અને ભારતીય પાયલટ સ્મિતની તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી. ત્યાર બાદ ફ્લાય દુબઈએ પોતાનું બીજુ પ્લેન મોકલીને મુસાફરોને તેલ અવીવ ભેગા કર્યા હતા. સમાચાર છે કે સાઉદી અરેબિયામાં ઓમાની કો-પાયલટની કડક પૂછપરછ થઈ રહી છે. સાથે આ જ સમયે ઈઝરાયલની ખતરનાક જાસૂસી સંસ્થાઓ મોસાદ અને શિન બેટ પણ પોતાની રીતે અલગથી તપાસમાં જોતરાઈ છે. બની શકે કે આવનાર સમયમાં સમાચાર આવે કે આ હુમલામાં પણ ઓસામા બિન લાદેન જેવો કોઈ માસ્ટર માઈન્ડ છૂપાયેલો હોઈ શકે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- TMCના બેંક ખાતાઓ ફ્રીઝ જ રહેશે:કલકત્તા હાઈકોર્ટ વહેલી તકે સુનાવણી કરે; વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી
    Next Article
    નિરોણામાં બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્ય માટે 'આંગણ ઉત્સવ' ઉજવાયો:આંગણવાડીની પ્રવૃત્તિઓ અને વર્કર બહેનોનું સન્માન કરાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment