Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે 34 સેકન્ડમાં લાકડીના 16 ઘા ફટકાર્યા, VIDEO:સુરતમાં યુવકના મોતના 50 દિવસ બાદ વાયરલ વીડિયોથી સસ્પેન્સ સર્જાયું, પરિવારે કહ્યું- ઢોર મારના કારણે દીકરાનું મોત થયું

    12 hours ago

    સુરતના પાંડેસરા વિસ્તારમાં કલરકામ અર્થે આવેલા 26 વર્ષીય શ્રમિક અર્જુનના આકસ્મિક મોતના મામલાએ હવે નવો વળાંક લીધો છે. શરૂઆતમાં અકસ્માત ગણાવી દેવાયેલા આ બનાવ બાદ સોશિયલ મીડિયા પર આ યુવકને દંડા વડે નિર્દયતાથી માર મારવામાં આવતો હોય એવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો બાદ પીડિત પરિવારે દાવો કર્યો છે કે, વીડિયોમાં દેખાતો યુવક તેમનો દીકરો અર્જુન જ છે અને તેની ઢોર માર મારીને હત્યા કરવામાં આવી છે. બીજી તરફ પાંડેસરા પોલીસે સ્થળ તપાસ કરીને દાવો કર્યો છે કે, આ ઘટના તેમના વિસ્તારની નથી. અકસ્માત બતાવી વતન રવાના કરાયો મધ્યપ્રદેશના સિંહપુરનો વતની અર્જુન પોતાના મિત્ર ધીરજ સાથે સુરતમાં કલરકામ કરવા આવ્યો હતો. ગત 18 જૂનના રોજ મૃતકના મિત્રએ તેના પરિવારજનોને ફોનથી જાણ કરી હતી કે, અર્જુન બાલ્કનીમાંથી નીચે પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને સિવિલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહેલા અર્જુનને તાત્કાલિક વતન લઈ જવા માટે પરિવારજનો પર દબાણ કરવામાં આવ્યું હતું. 19 જૂને એમ્બ્યુલન્સ મારફતે જ્યારે મૃતકને વતન લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. પરિવારે તેને અકસ્માત સમજીને 20 જૂને તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. “અભિષેક સર મત મારો…”, વાયરલ રીલથી કૌભાંડ ખુલ્લું પડ્યું મોતના કેટલાક દિવસો બાદ 26 જૂને મૃતકના કાકાએ ઇન્સ્ટાગ્રામ પર એક વાયરલ રીલ જોઈ. આ 34 સેકન્ડના વીડિયોમાં એક યુવકને દંડા-સળિયા વડે 16 વખત ફટકારવામાં આવી રહ્યો હતો અને યુવક મારનારના પગ પકડીને “અભિષેક સર, મત મારો…” કહીને આજીજી કરી રહ્યો હતો. આ દર્દનાક દૃશ્યો જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિજનોએ ઓળખ કરી હતી કે, વીડિયોમાં માર ખાનાર અર્જુન જ છે અને તેનું મોત બાલ્કનીમાંથી પડવાથી નહીં પરંતુ, આ રીતે કરૂરતાપૂર્વક માર મારવાને કારણે થયું છે. 5 જુલાઈથી ન્યાય માટે ભટકતો પરિવાર વાયરલ વીડિયો પુરાવા તરીકે સામે આવ્યા બાદ 5 જુલાઈથી મૃતકનો પરિવાર પાંડેસરા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે. પરિજનોની માંગ છે કે, વીડિયોમાં દેખાતા 'અભિષેક સર' નામના વ્યક્તિ અને સંબંધિત જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે. પરિવારનો આરોપ છે કે, આ ઘટનાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમની રજૂઆત પર પોલીસ દ્વારા કોઈ નક્કર સુનાવણી કરવામાં આવી નથી. આ મામલે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજાએ પરિવારના આક્ષેપ બાદ સ્થળ તપાસ કરી તો વાયરલ વીડિયોમાં દેખાતા કન્સ્ટ્રક્શન સાઇટના દૃશ્યો મેચ ન થયા. પ્રાથમિક તપાસમાં આ વીડિયો પાંડેસરા કે સુરત પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો ન હોવાનું સામે આવ્યું છે છતાં પણ પોલીસ તમામ ટેક્નિકલ અને કાયદાકીય પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    प्रयागराज में छात्रों की गूँज, राहुल की बात और शिक्षा के सवाल
    Next Article
    प्रयागराज में छात्रों की गूँज, राहुल के सवाल और शिक्षा की बात

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment