Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટનો 'વિરાસતથી વિકાસ' લોકમેળો ચડ્યો ચકડોળે:34 પૈકી એક પણ યાંત્રિક રાઇડસને નથી મળી મંજૂરી, સાંજે મંત્રી વાઘાણીના હસ્તે ખુલ્લો મુકાશે, 14 સ્થળે ફ્રી પાર્કિંગ વ્યવસ્થા

    7 hours ago

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજથી 5 દિવસ માટે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મેળાના ઉદ્ઘાટનના 4 કલાક પૂર્વે એક પણ યાંત્રિક રાઇડસને મંજૂરી આપવામાં આવી નથી જેના કારણે સતત બીજા વર્ષે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો છે. જો કે નિયમ મુજબ જરૂરી ડોક્યુમેન્ટ્સ પૂર્ણ કરી દેવામાં આવશે અને સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવશે ત્યારબાદ રાઇડસને મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સાંજે મેળાને મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે અને આજે લોકગાયક ગોપાલ ભરવાડની સાથે નેવી બેન્ડ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે. રાજકોટ શહેરમાં યોજાતા લોકમેળામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે. આ 5 દિવસીય મેળામાં કુલ 15 લાખ જેટલા લોકો આવવાનો અંદાજ છે ત્યારે દિવ્ય ભાસ્કર રાજકોટના મેળામાં આવતા લોકોને ખાસ જણાવી રહ્યું છે કે આસાનીથી લોકમેળામાં કેવી રીતે પહોંચી શકશે. જો કોઈ લોકો રાજકોટ રેલવે જંકશન ખાતે ઉતરે તો ત્યાંથી તેઓ રિક્ષા અથવા ચાલીને રેસકોર્સ મેદાન સ્થિત મેળામાં પહોંચી શકે છે. રેલવે જંકશનથી લોકો રૂડા બિલ્ડીંગ રસ્તેથી પોલીસ હેડક્વાર્ટર તરફ પહોંચી મેળામાં પ્રવેશ મેળવી શકે છે. જ્યારે બસપોર્ટ ખાતેથી કોઈ લોકો મેળા સુધી પહોંચવા માંગતા હોય તો તેઓ રિક્ષા અથવા સિટીબસ મારફત જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી શકે છે અને તેઓ ત્યાંથી ચાલીને મેળામાં પ્રવેશ મેળવી શકે છે. રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ અને સ્પેશિયલ બ્રાન્ચ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકમેળામાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાઇડ્સ માટે SOPની કડક અમલવારી ચોક્કસ કરવામાં આવશે. પરવાનગી માટે 11 અરજદારો દ્વારા કુલ 34 યાંત્રિક રાઇડ્સ માટે મંજૂરી માંગવામાં આવી છે જેની અલગ અલગ વિભગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે તપાસ પૂર્ણ થયે હકારાત્મક રિપોર્ટ મળશે ત્યાર બાદ યાંત્રિક રાઇડસને મંજૂરી આપવામાં આવશે. આજે બપોરના 12 વાગ્યા સુધી એક પણ રાઇડસને મંજૂરી આપવામાં આવી નથી સાંજ સુધી સંચાલકો દ્વારા નિયમ મુજબ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવશે તો તેમને મંજૂરી આપવામાં આવશે. રાજકોટ શહેરમાં થયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ પછી રાજ્ય સરકાર દ્વારા એમયુમેન્ટ પાર્ક અને યાંત્રિક રાઇડ્સ માટે કડક SOP તૈયાર કરવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડી અલગ અલગ વિભાગના 13 સભ્યોની એક સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના સભ્યો દ્વારા પોતાના વિભાગને લગતી તપાસ મેળામાં યાંત્રિક રાઇડ્સ માટે કરવામાં આવે છે જે ચકાસણી થયા બાદ રિપોર્ટ તૈયાર કરી હકારાત્મક અથવા નકારાત્મક અભિપ્રાય આપવામાં આવતો હોય છે જેના આધારે અંતમાં પોલીસ વિભાગ તરફથી ફાઇનલ પરવાનગી આપવામાં આવતી હોય છે. રાજકોટમાં આજથી શરૂ કરી 6 સપ્ટેમ્બર સુધી લોકમેળાનું આયોજન રેસકોર્સ મેદાનમાં કરવામાં આવ્યું છે જેમાં 2 ડીસીપી, 4 એસીપી, 14 પીઆઇ, 54 પીએસઆઈ, પોલીસ કર્મી, SRP જવાન, હોમગાર્ડ અને TRB જવાનો સહીત 1500થી વધુ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રહેશે. ખાસ ડ્રોન મારફત નજર રાખવામાં આવશે, વોચ ટાવર પરથી નજર રાખવામાં આવશે, ઉપરાંત LCB અને ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ મેળામાં તૈનાત હશે જે શંકાસ્પદ લોકોને કંટ્રોલરૂમ પર લાવી પુછપરછ પણ કરશે. સીસીટીવી કેમેરા મારફત પણ કંટ્રોલરૂમ ઉપરથી નજર રાખવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પાર્કિંગ ઝોન, નો પાર્કિંગ ઝોન અને કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાહનોમાં હેન્ડલ લોક કરવા અને નંબર પ્લેટ યોગ્ય લગાવી રાખવા અપીલ કરવામાં આવી છે જેથી કરી વાહનચોરીના બનાવને અટકાવી શકાય. ટ્રાફિક સંચાલન સારી રીતે થઇ શકે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 02.09.2026થી 06.09.2026 સુધી 5 દિવસ માટે 10 માર્ગો પર નો એન્ટ્રી, નો પાર્કિંગ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જેમાં જિલ્લા પંચાયત ચોકથી જૂના એન.સી.સી. ચોક સુધી, ટ્રાફિક શાખાથી હેડ ક્વાર્ટર સુધી, આઈ.બી. ઓફ્સિથી રૂરલ એસપી બંગલા સુધી, સુરજ-1 એપાર્ટમેન્ટથી મેળાના મુખ્ય ગેઈટ સુધી, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી વાહનોને નો એન્ટ્રી, નો પાર્કિંગ જાહેર કરાયુ છે. 6 પ્રખ્યાત અને 40 લોકલ કલાકારોના પરર્ફોર્મન્સની રમઝટ લોકમેળામાં રાઈડસ અને ખાણીપીણીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું લોકોમાં આકર્ષણ હોય છે ત્યારે આ વખતે મેળામાં 5 દિવસ દરમિયાન દરરોજ સાંજે 4થી રાત્રે 8 વાગ્યા દરમિયાન 40 કલાકારોના ડાયરા, ગાયક અને ડાન્સના પરર્ફોમન્સ આયોજિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉદ્ઘાટનના દિવસે એટલે કે તા.2 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરના નેવી બેન્ડની પ્રસ્તુતિ કરવામાં આવશે. નેવી બેન્ડ દ્વારા સાંજે 7 થી 8 દરમિયાન મુલાકાતીઓ માટે મનોહર સંગીત રજૂ કરવામાં આવશે જેમાં 18 જેટલા નૌ સેનાના જવાનોની ટીમ બેન્ડ પર દેશભક્તિના ગીતો પર સંગીતની સૂરાવલીઓ વહાવીને માહોલમાં જોશ ભરી દેશે. આ બેન્ડ દ્વારા વંદે માતરમ, સમુદ્ર દર્શક, દેશ મેરે, લક્ષ્ય થીમ, તેરી મિટ્ટીમેં મિલજાવા સહિત વિવિધ 13 પ્રકારની મેલોડીઝ રજૂ કરવામાં આવશે. આ સાથે બેક ગ્રાઉન્ડમાં વીડિયોમાં નૌ સેનાના શૌર્યની ઝાંખી પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1945માં મુંબઈ ખાતે 'રોયલ ઇન્ડિયન નેવી બેન્ડ'ની સ્થાપના થઈ હતી. આ બેન્ડ સ્વતંત્રતા બાદ 'ઈન્ડિયન નેવી બેન્ડ' તરીકે ઓળખાયું જેનું મુખ્ય મથક આઈ.એન.એસ. કુંજલી મુંબઈ ખાતે છે. આ બેન્ડ શાસ્ત્રીય સંગીત, મિલિટરી માર્ચ, દેશભક્તિ ગીતો, જૅઝ અને પોપ મ્યુઝિકનું અદભુત મિશ્રણ રજૂ કરે છે. જેમાં બ્રાસ, વુડવિન્ડ અને વિવિધ વાદ્યો જેવા કે સેક્સોફોન, ટ્રમ્પેટ, ફ્લૂટ, ક્લેરિનેટ અને ડ્રમ્સનો ઉપયોગ થાય છે. નેવીના શિસ્તબદ્ધ અને વિશેષ તાલીમબદ્ધ સૈનિકો દ્વારા ગણતંત્ર દિવસ, બીટિંગ રિટ્રીટ સમારોહ તેમજ આંતરરાષ્ટ્રીય મિલિટરી મ્યુઝિક ફેસ્ટિવલમાં ભારતનું ગૌરવવંતું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. મેળામાં 5 દિવસ દરમિયાન કુલ 15 લાખ મુલાકાતીઓ આવનાર હોવાથી તેમની સુરક્ષા માટે ખાસ ડિઝાસ્ટર કોરિડોર બનાવવામાં આવ્યો છે ડિઝાસ્ટરને ધ્યાનમાં રાખી રૂ.10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રૂ.2 કરોડનો ઇવેન્ટ કેન્સલેશનનો વીમો પણ લેવામાં આવ્યો છે. દરરોજ રાત્રે 11.30 વાગ્યા સુધી લોકમેળાનો આનંદ લોકો માણી શકશે. જોકે AI અને ડ્રોનની મદદથી થતા સર્વેલન્સમાં ક્રાઉડ વધી જશે તો પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા છે. આ પણ વાંચો : રાજકોટના 'વિરાસતથી વિકાસ' લોકમેળાની આજથી જામશે રંગત, 14 સ્થળે ફ્રી પાર્કિંગ; નીકળતા પહેલા વાહનો માટે ચાલુ-બંધ રસ્તાનું લિસ્ટ ચેક કરી લેજો!
    Click here to Read More
    Previous Article
    પૂર પીડિતોની મદદ માટે સોનુ સૂદ નેપાળ પહોંચ્યો:ધાબળા, કરિયાણું અને જરૂરી સામાન પૂરો પાડ્યો, કહ્યું- 'આગામી મહિનાઓ સુધી મદદ ચાલુ રાખીશું'
    Next Article
    કોર્ટના આદેશ બાદ સીલ કરાયેલી દુકાનનું તાળું તોડવાનો પ્રયાસ:ઉમા ચાર રસ્તા નજીકના દુકાનદાર પિતા પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment