Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    338ના રનચેઝમાં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં દબાણમાં આવી:ભારતની બીજી વિકેટ પણ પડી, બેટર્સની ખૂબ જ ધીમી બેટિંગ; INDનો સ્કોર 167/2

    1 day ago

    પાકિસ્તાને ભારતને અંડર-19 એશિયા કપની ફાઇનલમાં 338 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 30 ઓવરમાં 167/2 છે. ટીમ તરફથી કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને આર્યન રાજપૂત ક્રિઝ પર છે. કેપ્ટન લક્ષ્યએ ફિફ્ટી ફટકારી છે. આર્યવીર સેહવાગે 58 રન બનાવ્યા. તો વીકે વિનીથ 24 રન બનાવીને આઉટ થયો. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટે 337 રન બનાવ્યા. ટીમ માટે ઉસ્માન ખાને સેન્ચુરી ફટકારી. તેણે 111 બોલમાં 107 રનની ઇનિંગ રમી. તેના ઉપરાંત અબ્દુલ કાદિરે 80 અને કેપ્ટન ફરહાન યુસુફે 63 રન બનાવ્યા. ભારત તરફથી કાવ્ય પટેલે 4 વિકેટ ઝડપી. જ્યારે ચિગુરૂપતિ વેંકટને 3 વિકેટ મળી. આર્યન રાજપૂતને એક સફળતા મળી. એક બેટર રનઆઉટ થયો. બંને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વીકે વિનીથ, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપૂત, અન્વય દ્રવિડ (વિકેટકીપર), મનલ ચૌહાણ, મોહિત ઉલ્વા, આર્યન સવસાણી, કાવ્ય પટેલ અને ચિગુરૂપતિ વેંકટ. પાકિસ્તાન (PAK): ઉસ્માન ખાન, હયામ ખાન, અબ્દુલ કાદિર, ફરહાન યુસુફ (કેપ્ટન), અહમદ હુસૈન, અલી રઝા, હમઝા ઝહૂર (વિકેટકીપર), હસનૈન અબ્બાસ ડાર, મોહમ્મદ સૈયામ, રિઝવાનુલ્લાહ અને નિકાબ શફીક.
    Click here to Read More
    Previous Article
    Paramilitary Jawan Sacked For Threatening To Kill Commander On Social Media
    Next Article
    PM મોદીની બેઠકમાં સૌરભ દલાલની સરપ્રાઇઝ એન્ટ્રી:ગુજરાતમાં મહાદેવ એપ પર CBIની તવાઈ, લાભપાંચમે ધમધમ્યા બજારો; કર્ણાટક બોટ દુર્ઘટનામાં સુરતના દંપતીનો કરૂણ અંત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment