Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં વીજ વાયર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ:ડોલવણમાંથી ત્રણ આરોપીઓ રૂ.3.33 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

    1 day ago

    તાપી જિલ્લામાં વીજ વાયર ચોરીના ગુનાઓ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. તાપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ડોલવણમાંથી વીજ વાયર ચોરી કરનાર ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ ડોલવણ સબ-ડિવિઝનલ કચેરીના જુનિયર એન્જિનિયરની ફરિયાદના આધારે કરવામાં આવી હતી. ગાગાંપુરા ગામની સીમમાં વીજ પોલ પરથી આશરે 400 કિલો એલ્યુમિનિયમ વાયર, જેની કિંમત રૂ. 40,000 હતી, તેની ચોરી થઈ હતી. આ અંગે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બાતમીના આધારે, ડોલવણ ચાર રસ્તા પાસે આવેલી એક દુકાનમાં દરોડો પાડીને ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના સુખદેવ મુન્નાલાલ ભાટ (ઉ.વ. 22), સુખદેવ ઉર્ફે કુકા પૂનમસિંગ રાવત (ઉ.વ. 21) અને ગોવિંદસિંગ સોનસિંગ રાવત (ઉ.વ. 18) નો સમાવેશ થાય છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોવા છતાં વીજ વાયરની ચોરી કરતા હતા. પોલીસે તેમની પાસેથી ચોરી કરેલા વાયર, વાયર કાપવાનું કટર, રોલી, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 3,33,955 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ—મહાવીર સિંગ મોહનસિંગ રાવત, જગદીશ સિંગ મોહનસિંગ રાવત અને જિતેન્દ્ર સિંગ—હાલ ફરાર છે. પોલીસે તેમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાસપોર્ટ અને પોસ્ટઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ, તાપી કિનારે 3 સ્થળે સુરક્ષા પાળો ધરાશાયી
    Next Article
    રોજગારની શોધમાં UAE ગયેલા 60 ભારતીયોને ડિપોર્ટ કરાયા:દુબઈથી સુરત એરપોર્ટ પહોંચ્યા, સ્થાનિક કાયદાના ઉલ્લંઘનનો આરોપ; મૂળ પાસપોર્ટ અને મોબાઈલ પણ જપ્ત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment