Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબ કિંગ્સને હરાવી હૈદરાબાદ બન્યું ટેબલ ટોપર:33 રને જીત મેળવી, કૂપર કોનોલી લડાયક સેન્ચૂરી નિષ્ફળ ગઈ; PBKSએ હારની હેટ્રિક લગાવી

    23 hours ago

    સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રનથી હરાવીને IPL 2026 ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. બીજી તરફ, પંજાબને આ સિઝનમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ, ટીમ પ્રથમ સ્થાનથી બીજા સ્થાને સરકી ગઈ છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ત્યારબાદ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 235 રન બનાવ્યા હતા. જવાબમાં 236 રનના ટાર્ગેટનો પીછો કરતા પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 202 રન જ બનાવી શકી હતી. કોનોલીની સદી એળે ગઈ પંજાબનું આજનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું. ટીમે પહેલા ફિલ્ડિંગમાં 3 કેચ છોડ્યા હતા અને ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતી વખતે સતત વિકેટો ગુમાવી હતી. પંજાબ તરફથી કૂપર કોનોલી સિવાય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. કોનોલીએ 59 બોલમાં અણનમ 107 રન બનાવ્યા હતા. તેના સિવાય માર્કસ સ્ટોયનિસે 28 અને સૂર્યાંશ શેડગેએ 25 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ માટે પેટ કમિન્સ અને શિવાંગ કુમારે 2-2 વિકેટ ઝડપી, જ્યારે નીતીશ રેડ્ડી, ઈશાન મલિંગા અને સાકિબ હુસૈનને 1-1 વિકેટ મળી હતી. હૈદરાબાદ તરફથી બે ફિફટી લાગી હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેન અને ઈશાન કિશને શાનદાર ફિફટી ફટકારી હતી. ક્લાસેને 43 બોલમાં 69 રન અને ઈશાન કિશને 32 બોલમાં 55 રન કર્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 88 રનની મજબૂત પાર્ટનરશીપ થઈ હતી. ક્લાસેન અને નીતીશ રેડ્ડી (29*) વચ્ચે ચોથી વિકેટ માટે 63 રનની પાર્ટનશીપ નોંધાઈ હતી. ઉપરાંત, અભિષેક શર્મા (35) અને ટ્રેવિસ હેડે (38) મળીને 55 રનની ઓપનિંગ પાર્ટનરશીપ હતી. પંજાબ તરફથી લોકી ફર્ગ્યુસન, વિજયકુમાર વૈશાખ અને યુઝવેન્દ્ર ચહલને 1-1 વિકેટ મળી હતી.
    Click here to Read More
    Previous Article
    SRH vs PBKS LIVE Score, IPL 2026: Sunrisers Hyderabad move on top of points table after defeating Punjab Kings by 33 runs
    Next Article
    શુભેન્દુ અધિકારીના પીએની ગોળી મારીને હત્યા:કોલકાતાના મધ્યગ્રામમાં 4 ગોળીઓ મારી, છેલ્લા 24 કલાક દરમિયાન 5 લોકોની હત્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment