Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ બનશે ટીબી મુક્ત, મહાઅભિયાન શરૂ:329 પંચાયતોનું સન્માન અને ટીબીના દર્દીઓ શોધવા 100 દિવસનું ખાસ આયોજન

    5 days ago

    "હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ" ના મક્કમ નિર્ધાર સાથે જૂનાગઢ જિલ્લો ક્ષય મુક્ત બનવા તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. 24 માર્ચ - 'વિશ્વ ક્ષય દિવસ' ના પૂર્વસંધ્યાએ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ટીબી નાબૂદી માટેના રોડમેપની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025 સુધીમાં જિલ્લાની કુલ 493 ગ્રામ પંચાયતોમાંથી 329 પંચાયતો (67%) ટીબી મુક્ત જાહેર થઈ ચૂકી છે, જે જિલ્લાની મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. પંચાયતોનું બહુમાન: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સર્ટિફિકેટ જિલ્લા ક્ષય અધિકારી ચંદ્રેશ વ્યાસના જણાવ્યા અનુસાર, ટીબી મુક્ત જાહેર થયેલી 329 પંચાયતોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ આવતીકાલે સન્માનિત કરવામાં આવશે. જેમાં 118 પંચાયતોને ગોલ્ડ, 120 ને સિલ્વર અને 91 પંચાયતોને બ્રોન્ઝ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ પહેલનો હેતુ ગ્રામીણ સ્તરે જાગૃતિ વધારી અન્ય ગામોને પણ પ્રેરણા પૂરી પાડવાનો છે. 100 દિવસનું ખાસ 'કેસ ડિટેક્શન' અભિયાન વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લામાં '100 Days TB Case Detection Campaign' નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાન હેઠળ આશા બહેનો અને આરોગ્ય કાર્યકરો દ્વારા 'Vulnerability Mapping' કરી 60 વર્ષથી વધુ વયના લોકો, ડાયાબિટીસના દર્દીઓ અને કુપોષિત વ્યક્તિઓની વિશેષ તપાસ કરવામાં આવશે. જો કોઈને 2 અઠવાડિયાથી વધુ ખાંસી, તાવ કે વજન ઘટવા જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. અદ્યતન સુવિધાઓ અને નિદાન મફત જિલ્લામાં ટીબીના સચોટ નિદાન માટે દરેક તાલુકા કક્ષાએ 2 CBNAAT અને 8 TRUNAAT મશીનો કાર્યરત છે. સિવિલ હોસ્પિટલ ખાતે 50 બેડનો સ્પેશિયલ ટીબી વોર્ડ પણ ફાળવવામાં આવ્યો છે. દર 1,00,000 ની વસ્તીએ 3,000 થી વધુ ગળફાની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત, અંતરિયાળ અને જોખમી વિસ્તારોમાં મોબાઈલ એક્સ-રે મશીન દ્વારા ઘરે જઈને નિદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. 'નિક્ષય મિત્ર' યોજના: અધિકારીઓ બન્યા સહભાગી આ જન આંદોલનમાં જનભાગીદારી વધારવા માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ પોતે 'નિક્ષય મિત્ર' બનીને જોડાયા છે. આ યોજના હેઠળ દાતાઓ દર્દીઓને દત્તક લઈ તેમને પોષણયુક્ત આહાર કીટ પૂરી પાડે છે. વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં 892 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. મફત સારવાર અને સહાય સરકાર દ્વારા સામાન્ય ટીબી માટે 6 માસ અને હઠીલા ટીબી (BPALM) માટે 6.5 માસની સારવાર સંપૂર્ણ મફત અપાય છે. આ સાથે દર્દીના સંપર્કમાં આવતા લોકોને રોગથી બચાવવા 'Preventive Therapy' (TPT) પણ આપવામાં આવે છે. આમ, વહીવટી તંત્ર અને જનભાગીદારીના સમન્વયથી જૂનાગઢ જિલ્લો ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા મક્કમ છે.
    Click here to Read More
    Previous Article
    હવે 28 માર્ચે CM રાજકોટ આવે તેવી શક્યતા:રાજકોટમાં ચૂંટણી પૂર્વે રૂ. 751 કરોડનાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરાશે, CMની જાહેરસભા યોજાવાની પણ સંભાવના
    Next Article
    7 PM Gujarati News LIVE | 7 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment