Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉકાઈ ડેમની સપાટી 323.14 ફૂટે પહોંચી:તાપી નદીમાં ઘોડાપૂર, નદીકાંઠાના ગામો હાઈ એલર્ટ પર

    13 hours ago

    ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સક્રિય થયેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની તાપી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમોમાંથી પાણી છોડવામાં આવતા, ઉકાઈ ડેમની જળસપાટી વધીને 323.14 ફૂટ પર પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા તાપી નદીકાંઠાના તમામ ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપરવાસમાં સતત વરસાદને કારણે જળસપાટી બેકાબૂ બનતા હાથનુર ડેમના તમામ 41 દરવાજા સંપૂર્ણપણે ખોલી નાખવામાં આવ્યા છે. આ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત, પ્રકાશા ડેમના પણ 4 દરવાજા સંપૂર્ણ અને 19 દરવાજા અડધા ખોલવામાં આવ્યા છે, જેના કારણે નદીમાં પાણીની આવક સતત અને બેફામ ગતિએ જળવાઈ રહી છે. ઉપરવાસમાંથી આવેલા આ જળપ્રવાહની સીધી અસર ઉકાઈ ડેમ પર જોવા મળી રહી છે. ડેમમાં 4,89,128 ક્યુસેક પાણીની ભારે આવક થઈ રહી છે, જ્યારે હાલ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ સત્તાવાળાઓ અને તંત્ર દ્વારા પાણીની આવક અને જાવક પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને સુરત અને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. તાપી નદીના કાંઠે આવેલાં તમામ નીચાણવાળા અને સંવેદનશીલ ગામોના નાગરિકોને સુરક્ષાના ભાગરૂપે સતર્ક કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારો, પશુપાલકો અને સ્થાનિક લોકોને નદીના પ્રવાહથી દૂર રહેવા અને અતિશય સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોઈપણ અફવાઓથી દૂર રહીને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન ટીમો પણ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ સ્તન કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિક લોકાર્પણ:​જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે 'બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ ક્લિનિક'નું ભવ્ય લોકાર્પણ: મહિલાઓના સ્વાસ્થ્ય રક્ષણ માટે સન ફાર્મા અને સિવિલ હોસ્પિટલનો વિશિષ્ટ સેવાયજ્ઞ
    Next Article
    Shagun Sharma Accuses Gaurav Khanna Of "Bullying" Her On Khatron Ke Khiladi Season 15

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment