Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ:ગૌ સન્માન અભિયાન હેઠળ 3.22 લાખ હસ્તાક્ષર સાથે આવેદન

    1 day ago

    અરવલ્લીના મોડાસામાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌભક્તો એકઠા થયા હતા. ગૌ સન્માન આહ્વાન અભિયાનના બીજા ચરણ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ અભિયાન હેઠળ અરવલ્લી જિલ્લામાંથી કુલ 3,22,600 થી વધુ હસ્તાક્ષરો એકત્ર કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષરો સાથેનું એક વિશાળ પ્રાર્થનાપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાપત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચાડવામાં આવશે.આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો, ગૌપ્રેમીઓ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, મહિલાઓ, યુવાનો અને વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે સન્માનિત કરવાની માંગ સાથે એકત્ર થયા હતા.કાર્યક્રમ દરમિયાન ગાયમાતાનું કંકુ-તિલક કરીને પૂજન કરવામાં આવ્યું હતું અને પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે "ભારત માતા કી જય" અને "ગૌમાતા કી જય" જેવા જયઘોષોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.વક્તાઓએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માત્ર પશુ તરીકે નહીં, પરંતુ કરુણા, સેવા, સમૃદ્ધિ અને સંસ્કારના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. ગૌસંવર્ધન અને ગૌરક્ષણ દેશની સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલો વિષય છે, તેથી ગાયને રાષ્ટ્રમાતાનો સન્માનિત દરજ્જો આપવાની તેમની પ્રબળ માંગ છે.આ કાર્યક્રમ દ્વારા કરોડો ગૌભક્તોની આસ્થા અને સંસ્કૃતિના સન્માનનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મિત્રના હાથે મિત્રની હત્યા:ચા પીવા જવું છે કહી ઘરેથી તેડી ગયાના કલાક પછી બીજો મિત્ર બેભાન હાલતમાં ઘરે મૂકી ગયો, સારવાર મળે એ પહેલા દમ તોડી દીધો
    Next Article
    5 must-read books by Keigo Higashino, the master of Japanese mystery

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment