Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળાનું નવું ભવન બનશે:રુપિયા 3.20 કરોડના ખર્ચે નિર્માણ કરાશે, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પ્રવેશ મળશે

    8 hours ago

    રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓના આધુનિકીકરણ માટે મંજૂર કરાયેલા 330 કરોડના માતબર ભંડોળ અંતર્ગત ગાંધીનગર શહેરને મોટી ભેટ મળી છે. શહેરના સેક્ટર-13માં હાલ કાર્યરત અંગેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે હવે સેક્ટર-27 ખાતે 3.20 કરોડના ખર્ચે નવીન અને સુવિધાજનક મકાન બનાવવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ ભવન આવતાં વર્ષ સુધી તૈયાર કરીને નવા સત્રથી ધોરણ 9થી 12ના વિધાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. 69 શાળામાં નવા બાંધકામનું આયોજન શિક્ષણ વિભાગના તાજેતરના ઠરાવ મુજબ રાજ્યભરમાં કુલ 69 શાળાઓમાં નવા બાંધકામનું આયોજન છે.જેમાં ગાંધીનગરની આ મહત્વની શાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં આ શાળા સેક્ટર-13ની સરકારી પ્રાથમિક શાળાના મકાનમાં કાર્યરત છે. પરંતુ વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા અને આધુનિક સુવિધાઓની જરૂરિયાતને ધ્યાને રાખીને સેક્ટર-27માં આવેલા મહારાણા પ્રતાપ વિદ્યા મંદિર ખાતે નવા ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. 9થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ મળશે આગામી નવા શૈક્ષણિક સત્રથી આ શાળા નવા સંકુલમાં કાર્યરત થાય તેવી પૂરી શક્યતા છે.જ્યાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે સરકારે કડક આચારસંહિતા પણ લાગુ કરી છે. નવા ભવનનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગની ટાઈપ ડિઝાઈન મુજબ જ કરવામાં આવશે.અને તેમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીની સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત કરાશે. વધુમાં આ બાંધકામ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયામાં સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટ અને ખરીદી માટે GeM પોર્ટલનો ઉપયોગ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો,બિન-આદિજાતિ વિસ્તારો માટે 210 કરોડ, આદિજાતિ વિસ્તારો માટે 80 કરોડ અને ખાસ અંગભૂત વિસ્તાર માટે 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બાળકોને ખાનગી શાળાઓ જેવી સુવિધા ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી બી . એન.પ્રજાપતિએ આ અંગે કહ્યું કે, સેક્ટર 13 સરકારી શાળા ખાતે અંગ્રેજી માધ્યમની સ્કૂલ કાર્યરત છે. જોકે પરંતુ વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા અને આધુનિક સુવિધાઓની જરૂરિયાતને ધ્યાને રાખીને સેક્ટર-27માં આવેલા મહારાણા પ્રતાપ વિદ્યા મંદિર ખાતે નવા ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. જેનું કામ આગામી વર્ષ સુધી પૂર્ણ કરી દેવાશે.જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ સમયસર પ્રવેશ પ્રક્રિયાનો લાભ લઈ શકે. આ નવા ભવનના નિર્માણથી પાટનગરના મધ્યમ અને શ્રમિક વર્ગના બાળકોને ખાનગી શાળાઓ જેવી જ આધુનિક સુવિધાઓ ધરાવતી અંગ્રેજી માધ્યમની શિક્ષણ વ્યવસ્થા સરકારી ખર્ચે ઉપલબ્ધ થશે.
    Click here to Read More
    Previous Article
    અજગર-પોપટ સાથે વીડિયો વાઈરલ કરનાર ભુવો જેલમાં:વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી, કોર્ટે જામીન અરજી ફગાવી, 28મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
    Next Article
    14 મે 1939ની એ કાળી રાત અને બે વીરોનું બલિદાન:સરદાર પટેલના પ્રાણ બચાવનાર વીર શહીદ બચુભાઈ અને જાદવજીભાઈને 87મી પુણ્યતિથિએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment