Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકાઉન્ટન્ટ જ નીકળ્યો ચોર!:ચંદ્રાલા નાકા પોઈન્ટ પર બસમાં ચેકિંગ સમયે શખસ પાસેથી 31.80 લાખનો ચોરીનો મુદ્દામાલ જપ્ત, હરિયાણાના ગુનાનો ભેદ ઉકેલાયો

    9 hours ago

    ગાંધીનગર ચિલોડા પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન હેઠળ એક મોટી સફળતા મળી છે. હિંમતનગરથી ચિલોડા તરફ આવતા નેશનલ હાઈવે-48 પર ચંદ્રાલા નાકા પોઈન્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ મુસાફર પાસેથી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી રૂ.31.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ હરિયાણાના ગુરુગ્રામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ખાનગી બસમાં શખસની બેગમાંથી રોકડ-દાગીના મળ્યા ચિલોડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ચૌધરી ટ્રાવેલ્સની બસ (રજી. નં. MP-44-EZ-8007) ને અટકાવવામાં આવી હતી. આ બસની સીટ નંબર DU4 પર બેઠેલા એક ઈસમની બેગની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની વાદળી અને કાળા રંગની બેગમાંથી મોટી માત્રામાં રોકડ અને કિંમતી ઘરેણાં મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તેની કાયદેસર અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. હરિયાણામાં જ્વેલર્સમાં એકાઉન્ટન્ટ હતો ત્યારે ચોરી કરી જેના પગલે પકડાયેલા શખ્સની ઓળખ પ્રસંજીત સમાનતા (રહે. ગુડગાંવ, મૂળ પશ્ચિમ બંગાળ) તરીકે થઈ છે. ટેકનિકલ એનાલીસીસ અને સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ઈસમ હરિયાણાના ગુરુગ્રામ સ્થિત આરક્રીસ જવેલર્સ પ્રા.લી. માં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને ત્યાંથી જ આ મત્તા ચોરીને ભાગ્યો હતો. આ મામલે ગુરુગ્રામના સુશાંત લોક પોલીસ સ્ટેશનમાં અગાઉથી જ ગુનો નોંધાયેલો હતો.જેની જાણ હવે ચિલોડા પોલીસ દ્વારા ત્યાં કરવામાં આવી છે. 5 લાખ રોકડા અને 26 લાખના દાગીના જપ્ત આ અંગે ચિલોડા પીઆઇ એસ. જે. ચૌહાણે કહ્યું કે, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી નાકા પોઇન્ટ પર સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેના પગલે આરોપી પાસેથી રૂ. 5,31,770 રોકડા, કુલ રૂપિયા 26.39 લાખની કિંમતના સોનાના બિસ્કિટ, લગડી, ચેઈન, બંગડી અને અન્ય ઘરેણાં ઉપરાંત ચાંદીના દાગીના, એક મોબાઇલ અને 10 માંગ ચાવીઓ મળી આવી છે. આરોપીએ પોતાની નોકરી દરમિયાન જ્વેલરી શોપના માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો અને ત્યારબાદ તક મળતા જ દુકાનમાંથી લાખોની મત્તા ચોરીને ફરાર થઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    સલાલની તિરૂપતિ હોટલમાં આગ લાગી:હિંમતનગર ફાયર વિભાગે કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા, કારણ અકબંધ
    Next Article
    Opinion: One Person In Gandhi Family Is Smiling Over Satheesan's Kerala Win - Despite Rahul

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment