Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરા વળતર યોજનાનો આજે છેલ્લો દિવસ:રાજકોટમાં રવિવાર છતાં પણ સિવિક સેન્ટરો અડધો દિવસ ચાલુ, અત્યાર સુધીમાં 3.13 લાખ નાગરિકોએ રૂ. 220 કરોડ ઠાલવ્યા, આવતીકાલથી 5% અને 10% વળતર મળશે

    1 week ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા અને કરવેરાની વસુલાત પ્રક્રિયાને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલી મિલકત વેરા વળતર યોજનાનો આજે છેલ્લો દિવસ છે. આ યોજના હેઠળ રાજકોટના ઈમાનદાર અને જાગૃત કરદાતાઓએ મનપાની તિજોરીને વ્યાપક પ્રતિસાદ આપીને છલકાવી દીધી છે. અત્યાર સુધીમાં અંદાજે 3.13 લાખ નાગરિકોએ પોતાના મિલકત અને પાણી વેરાની ચૂકવણી કરીને મહાનગરપાલિકાની તિજોરીમાં રૂ. 220 કરોડ જેટલી માતબર રકમ ઠાલવી દીધી છે. યોજનાના અંતિમ દિવસે પણ કરદાતાઓનો ઉત્સાહ જોતાં આજે સાંજ સુધીમાં આ કુલ આવકનો આંકડો રૂ. 228 કરોડને પાર થઈ જવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. રવિવારની રજા હોવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા નાગરિકો પોતાના વેરા સરળતાથી ભરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સિવિક સેન્ટરો અડધો દિવસ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ મહાપાલિકા દ્વારા વર્ષ 2026-27ના મિલકતવેરા અને પાણી વેરો ભરપાઈ કરવા માટે ગત તારીખ 07-04-2026થી મિલકતવેરા વળતર યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ 3,13,777 જેટલા મિલકતધારકોએ ઉત્સાહભેર ભાગ લઈને વળતર યોજનાનો સીધો લાભ મેળવ્યો છે અને તેના કારણે મિલકત વેરાની વસુલાતનો આંકડો રૂ. 220 કરોડને પાર થઈ ચૂક્યો છે. રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં વેરા વસુલાતની કામગીરી પર નજર કરીએ તો, ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન સેન્ટ્રલ ઝોન દ્વારા રૂ. 68.80 કરોડની વસુલાત કરવામાં આવી છે. જ્યારે સૌથી વધુ આવક વેસ્ટ ઝોનમાંથી થઈ છે, જ્યાં મનપાની ટીમે રૂ. 102.94 કરોડની વસુલાત કરવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત ઈસ્ટ ઝોન દ્વારા પણ સરાહનીય કામગીરી કરીને રૂ. 43.35 કરોડની વસુલાત કરવામાં આવી છે. આમ, ત્રણેય ઝોનના નાગરિકોએ આ યોજનાને વ્યાપક પ્રમાણમાં આવકારી છે. વર્તમાન નિયમો અનુસાર, વળતર યોજના હેઠળ તારીખ 31-05-2026 સુધી સામાન્ય પુરુષ કરદાતાઓને 10% ડિસ્કાઉન્ટ અને મહિલા કરદાતાઓ પ્રોત્સાહિત થાય તે હેતુથી 15% ડિસ્કાઉન્ટનું મોટું પ્રદાન કરવામાં આવ્યું છે. આજે આ મહત્તમ વળતર આપતી યોજનાનો અંતિમ દિવસ છે. આથી, આવતીકાલ એટલે કે તારીખ 1 જૂન 2026થી વળતરના દરોમાં ફેરફાર થઈ જશે. તારીખ 1 જૂન 2026થી 30 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન મહિલાઓ માટે વળતર ઘટીને 10% થઈ જશે અને સામાન્ય પુરુષ કરદાતાઓ માટે આ વળતર માત્ર 5% જ મળવાપાત્ર રહેશે. ત્યારે નાગરિકો વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકે તે માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આજે રવિવારનાં રોજ રજા હોવા છતાં, કરદાતાઓની અનુકૂળતા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ત્રણેય ઝોન કચેરી ખાતે આવેલા સિવિક સેન્ટરો આજે સવારે 10:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી અડધા દિવસ માટે ખાસ કાર્યરત રાખવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન મિલકતધારકો પોતાના બાકી રહેતા વેરાની રકમ રોકડેથી અથવા ચેક દ્વારા જમા કરાવીને યોજનાનો મહત્તમ લાભ ઉઠાવી રહ્યા છે. તેમજ આજે રાત સુધી ઓનલાઈન માધ્યમથી પણ વેરો ભરપાઈ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે પણ આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને ચાલુવર્ષે પણ અત્યાર સુધીમાં રૂ. 220 કરોડની વસુલાત થઈ ચૂકી છે. આજે રાત સુધીમાં આંકડો રૂ. 228 કરોડને પાર પહોંચે તેવી શક્યતા છે. મિલકતવેરામાં મહત્તમ વળતરની યોજના આજે પૂર્ણ થઈ રહી હોવાથી, મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ બાકી મિલકતધારકોને વહેલી તકે પોતાના વેરા ભરીને આ આર્થિક ફાયદાકારક યોજનાનો લાભ લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    PMએ કહ્યું- દેશના રમતવીરો રેકોર્ડ બનાવી રહ્યા છે:100 મીટર દોડમાં બે દિવસમાં ત્રણ વખત રાષ્ટ્રીય રેકોર્ડ તુટ્યો, ગુરિન્દરવીર સિંહે સારું પ્રદર્શન કર્યું
    Next Article
    Delhi के साकेत में गिरी तीन मज़िला इमारत, लापरवाही किसकी?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment