Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કીર્તિની સાથી અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયા ઝડપાઈ:ઉદયપુર, ચિત્તોડગઢ અને ખાટુશ્યામમાં છુપાઈ હતી, ગીરના રિસોર્ટમાંથી દબોચી, લિવ-ઇન પાર્ટનર પાસેથી 3.12 કરોડ પડાવ્યા હતા

    1 day ago

    કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે. પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળના ગુનામાં તે ત્રણ મહિનાથી નાસતી ફરતી હતી. આ કેસમાં કીર્તિ પટેલ અગાઉથી જેલ હવાલે છે, જ્યારે નયના બારૈયા પોલીસને હાથતાળી આપતી હતી. સુરત સેશન્સ કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ પુણા પોલીસે તેને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે,નયનાએ ધરપકડથી બચવા મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને ઉદયપુર, ચિત્તોડગઢ તેમજ ખાટુશ્યામ જેવા વિવિધ સ્થળોએ આશરો લઈ રહી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદાર મારફતે પોલીસને માહિતી મળી હતી કે તે ગુજરાત પરત ફરી છે અને સાસણગીરના એક રિસોર્ટમાં રોકાઈ છે. લોકેશન કન્ફર્મ થતાં જ રાતોરાત ટીમ મોકલીને ઝડપી પાડી હતી. 21 મહિનાના લિવ-ઇન સંબંધો ને 3.12 કરોડની ખંડણીનો ખેલ નયના સામે 12 જુલાઈએ નોંધાયેલી ફરિયાદ મુજબ, ભાવનગરના સરપંચ પતિ રાજુભાઈ ભમ્મરે જણાવ્યું હતું કે તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નયના બારૈયા સાથે 21 મહિના સુધી લિવ-ઇનમાં રહ્યા હતા. સંબંધોમાં તિરાડ પડ્યા બાદ નયનાએ કીર્તિ પટેલ સાથે મળીને મારી પાસેથી નાણાં પડાવવાનું કાવતરું રચ્યું હતું. પત્નીનો વીડિયો વાઇરલ ન કરવા બાબતે ધાકધમકી આપી તેમજ રેપ કેસના સેટલમેન્ટના નામે ₹12 લાખ સહિત દોઢ વર્ષમાં અલગ-અલગ સમયે કુલ ₹3 કરોડ 12 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર ચરિત્રહનન કરી પરિવારને બદનામ કર્યો જ્યારે 5 જૂને કીર્તિ પટેલે રાજુ ભમ્મરને ફોનમાં ગાળાગાળી કરી ધમકી આપી હતી કે 'હું તને જોઈ લઈશ.' આ ઉપરાંત ફરિયાદીની સરપંચ પત્ની પર તેના જ સગા ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ કીર્તિ પટેલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી 'KIRTI NI MOJ5143' પરથી વીડિયો અને રીલ્સ બનાવી રાજુભાઈએ 250 છોકરીઓની જિંદગી બગાડી હોવાના આરોપો લગાવ્યા હતા. નયના બારૈયાએ પણ પોતાના આઈડી 'naina paliwal 0005' પર આ બદનક્ષીકારક વીડિયો સ્ટોરી અને સ્ટેટસમાં શેર કરી ગુનાહિત કૃત્યમાં પૂરો સાથ આપ્યો હતો. પુણા પોલીસે બંને આરોપીઓ સામે BNS ની ધારા 296(b), ખંડણી, માનહાનિ, ગુનાહિત ધમકી, ગુનાહિત ષડયંત્ર તેમજ આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધી બાદમાં ખંડણીની કલમ ઉમેરી હતી. કીર્તિ પટેલ જેલમાં, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીએક્ટિવેટ 30 જુલાઈના રોજ જૂનાગઢ તરફથી કીર્તિ પટેલની પુણા પોલીસે ધરપકડ કરી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી હતી. સોશિયલ મીડિયા પર ફેક વીડિયો અને અભદ્ર મેસેજ વાયરલ કરવાની પ્રવૃત્તિઓને પગલે કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડીએક્ટિવેટ કરાયું છે. હાલ રિમાન્ડ હેઠળ રહેલી નયના બારૈયાની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. આ પણ વાંચો ઘરમાં વોન્ટેડ આરોપીને આશરો આપતાં વિવાદમાં આવી, સસ્પેન્ડ થઈ 14 નવેમ્બર, 2025ના રોજ એટ્રોસીટી કેસમાં ફરાર એક આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યાને ભાવનગર પોલીસે શોધવા પોલીસે આખું ગામ ફેંદી નાખ્યું હતું. જો કે પછી બાતમી મળતા SC-ST સેલ તત્કાલીન મહિલા કોન્સ્ટેબલ નયનાના ઘરે પહોંચી હતી. આ સમયે ઘરમાંથી ઇંગ્લિશ દારૂની એક બોટલ, ખાલી બિયરના ટીન અને પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યા પણ મળ્યો હતો. આમ નયના નાનજીભાઈ બારૈયાએ જ તેને ઘરમાં આશરો આપ્યો હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જ નયના ચર્ચામાં આવી ગઈ હતી. ત્યાર બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્યારબાદ ફેબ્રુઆરી, 2026માં નયના બારૈયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જૂના પ્રેમ પ્રકરણ સંબંધિત વિવાદમાં ગાળો આપવી, જાતિ અંગે અપમાનજનક શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાના આરોપ સાથે તળાજા તાલુકાના બોરડા ગામની વતની અને નયનાના પ્રેમીની પત્ની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ, નયના બારૈયાએ પ્રેમીની પત્નીને કહ્યું હતું કે, 'રાજુ મારો નહીં તો તારો પણ નહીં તથા મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો'.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    Suvendu Adhikari: CM सुभेंदु का अभिषेक बर्नजी को लेकर बड़ा बयान! Breaking| Zee
    Next Article
    AISA Claims Neha Bora Detained During Protest, Released Without Phone, Bag

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment