Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી લૂંટ કેસ: 31 વર્ષ પછી આરોપી ઝડપાયો:વલસાડ LCBએ રાજકોટના ખેતરમાંથી છટકું ગોઠવી પકડ્યો

    1 day ago

    વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમે વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા 31 વર્ષ જૂના ધાડ અને લૂંટના ગંભીર ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને રાજકોટ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા ત્રણ દાયકાથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. પકડાયેલ આરોપી પ્રતાપ જંગલીયા ભૂરીયા ભીલ (ઉં.વ. 60) મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બોકડીયા ગામનો વતની છે. તે પોતાની ઓળખ છુપાવીને રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ખાટલી ગામ ખાતે ખેતમજૂરી કરતો હતો. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી LCB પી.આઈ. એ.યુ.રોઝના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કોન્સ્ટેબલ પંકજ રૂપાભાઇને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે LCB PSI જે.બી.ધનેશાની ટીમે છેલ્લા ત્રણ મહિનાથી આરોપી પર સતત વોચ રાખી હતી. પોલીસે ખાટલી ગામ ખાતે વેશપલટો કરીને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી અને હરેશભાઈ બાબુભાઈ વેકરીયાના ખેતરમાંથી આરોપી પ્રતાપ ભીલને ઝડપી પાડ્યો હતો. તેને કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાપી ટાઉન પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 27 નવેમ્બર 1996ના રોજ રાત્રિના સમયે વાપીના છીરી કડીયા ફળિયા ખાતે રહેતા ફરિયાદીના ઘરમાં 4 જેટલા અજાણ્યા ઇસમોએ પ્રવેશ કર્યો હતો. તેઓએ લાકડા અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો બતાવી ડરાવી-ધમકાવી ઘર તથા દુકાનમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં અગાઉ 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ પ્રતાપ ભીલ સહિતના બે આરોપીઓ 31 વર્ષથી નાસતા ફરતા હતા. વલસાડ LCB ની ટીમે આખરે આ વોન્ટેડ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા ગોપીનાથજી મંદિરે શ્રાવણ માસમાં હિંડોળા દર્શન શરૂ:ભગવાન ગોપીનાથજીને દરરોજ વિવિધ હિંડોળામાં બિરાજમાન કરાય છે
    Next Article
    Taapsee Pannu Shares Cryptic Post After Kangana Ranaut's 'Sasti Copy' Remark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment