Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વરસાદનું જોર વધશે; 31 જુલાઈએ અમદાવાદ-સુરત સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ, પેપર લીક બિલ લોકસભામાં પાસ

    12 hours ago

    નમસ્તે, લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પેપર લીક સાથે જોડાયેલું 'જાહેર પરીક્ષા (અનુચિત સાધનોનું નિવારણ) સુધારા વિધેયક, 2026' પાસ થયું. રાહુલ ગાંધીએ સંસદમાં 20 જુલાઈના માર્ચમાં પેલેટ ગન ચલાવવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવ્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે મધ્ય પ્રદેશના ખેડૂતો પાકની ખરીદી અને MSP ને લઈને આંદોલન કરી રહ્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મધ્યપ્રદેશ, ગુજરાત, બિહારની 3 બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન. 2. સંસદમાં ચોમાસુ સત્રનો નવમો દિવસ. પેલેટ ગનના મુદ્દા પર હોબાળો સંભવ. 📰 કાલના મોટા સમાચારો 1. પેપર લીક રોકવા માટે કડક કાયદો લોકસભામાં પાસ:તેમાં 7 વર્ષની સજા, 10 કરોડ સુધીનો દંડ; રાજ્યસભામાં વંદેમાતરમ સંબંધિત સુધારા બિલ પાસ લોકસભામાં પેપર લીક સંબંધિત 'લોક પરીક્ષા (અયોગ્ય સાધનોની રોકથામ) સુધારા વિધેયક, 2026' બુધવારે વિપક્ષના હોબાળા વચ્ચે ધ્વનિ મતથી પસાર થઈ ગયું. મંગળવારે બિલ પર 9 કલાક ચર્ચા થઈ. જ્યારે બુધવારે વિપક્ષના હોબાળા વચ્ચે બિલ પસાર થયું. આ બિલમાં પેપર લીક સંબંધિત કાયદા કડક કરવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે મહત્તમ 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ ઉમેરવામાં આવી છે. તો રાજ્યસભામાં વંદે માતરમના અપમાનને દંડનીય અપરાધ બનાવતું બિલ પાસ થઈ ગયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. લોકસભામાં રાહુલની 50 મિનિટની સ્પીચ, ભારે હોબાળો:'ઇડિયટ' શબ્દ બોલતા સ્પીકરે 11 વાર, રિજિજુએ 7 વાર ટોક્યા, કહ્યું- માફી માગો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પેપર લીક સંબંધિત બિલ પર 50 મિનિટ ભાષણ આપ્યું. તેમણે ઇડિયટ અને અંધભક્ત જેવા શબ્દો બોલ્યા. પછી કહ્યું કે ગૃહમંત્રીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો. આને લઈને સત્તાપક્ષે જોરદાર હોબાળો કર્યો. લોકસભામાંથી બિલ હોબાળા વચ્ચે પસાર થયું. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ 7 વખત ઊભા થઈને રાહુલને ટોક્યા અને સંસદીય નિયમનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાએ માફી માંગવી જોઈએ. આના પર રાહુલે કહ્યું, ‘જો તમે ઈચ્છો છો કે દેશમાં ફક્ત ભાજપ બોલે તો હું ચૂપચાપ બેસી જાઉં છું.’ સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલને 11થી વધુ વખત ટોક્યા. કહ્યું કે તેઓ આવા અસંસદીય શબ્દો બોલી શકતા નથી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પીકરને કહ્યું- આ શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ભોપાલમાં ખેડૂતોનું અર્ધનગ્ન પ્રદર્શન:સીએમ હાઉસ તરફ કૂચ; ભાજપના કાર્યકરો બોલ્યા- સરકાર પાસેથી અધિકાર માંગી રહ્યા છીએ, ભીખ નહીં મગની ખરીદી, ઈ-ટોકન સિસ્ટમ રદ કરવા સહિતની 3 માંગોને લઈને ભોપાલમાં ખેડૂતોનું પ્રદર્શન ત્રીજા દિવસે પણ ચાલુ છે. સીએમ હાઉસ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોએ પોલીસની 4 લેયર બેરિકેડિંગ તોડી નાખી છે. ખેડૂતો હવે સીએમ હાઉસ તરફ કૂચ કરી રહ્યા છે. જ્યારે પ્રદર્શનમાં સામેલ ભાજપના કાર્યકરોએ કહ્યું- સરકારે વચન તોડ્યું. અમે ભીખ નહીં, અધિકાર માંગી રહ્યા છીએ. આ સાથે જ, પ્રદર્શન સ્થળે કેટલાક ખેડૂતો અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. તેઓ સરકાર પાસેથી એમએસપી (MSP)ની કાયદાકીય ગેરંટી સહિતની અન્ય માંગો પૂરી કરવાની માંગ કરી રહ્યા છે. જ્યારે, કેટલાક ખેડૂતો આખી રાત જાગ્યા પછી આરામ કરતા જોવા મળ્યા. ખેડૂતો રસ્તા પર જ દાલ-બાટી બનાવીને બપોરના ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ટેલિગ્રામના ફાઉન્ડરને વોન્ટેડ લિસ્ટમાં મૂકાયા:રશિયાએ પાવેલ દુરોવ પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો, કેસ દાખલ; NEET પેપર લીકમાં ભારતમાં પણ વિવાદોમાં રહી છે એપ રશિયાની મુખ્ય સુરક્ષા એજન્સી ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSS) એ મેસેજિંગ એપ ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવ વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ તેમને ઇન્ટરનેશનલ વોન્ટેડ લિસ્ટમાં પણ મૂક્યા છે. FSSએ આરોપ લગાવ્યો કે ટેલિગ્રામનું એડમિનિસ્ટ્રેશન તે ચેનલો, ચેટ્સ અને બોટ્સને હટાવવામાં નિષ્ફળ રહ્યું છે, જેનો ઉપયોગ યુક્રેનિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને કટ્ટરપંથી સંગઠનો રશિયામાં તોડફોડ, સાયબર ફ્રોડ અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. દિલ્હી પોલીસે Xને કહ્યું-PM પર વાંધાજનક પોસ્ટ હટાવો:પોસ્ટ કરનારનું નામ, સરનામું, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી પણ આપો પીએમ મોદી સહિત બંધારણીય પદો પર બેઠેલા લોકો વિરુદ્ધ X પર કથિત વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓને લઈને દિલ્હી પોલીસે બુધવારે પત્ર લખ્યો. પોલીસે પ્લેટફોર્મ પરથી સંબંધિત પોસ્ટ અને વીડિયો તાત્કાલિક હટાવવા, તેમજ તેમને પોસ્ટ કરનારા એકાઉન્ટ હોલ્ડર્સના નામ, સરનામું, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી જેવી માહિતી આપવા જણાવ્યું છે. એક દિવસ પહેલા સરકારે મેટાને મોદીનો વીડિયો ફેસબુક પર સીમિત કરવા માટે નોટિસ જારી કરી હતી. જોકે, બાદમાં મેટાએ તેને ફરીથી રીસ્ટોર કરી દીધો છે. દિલ્હી પોલીસે એકાઉન્ટના લોગિન અને લોગઆઉટની માહિતી સાથે જ સમય અને તારીખની વિગતો પણ માગી છે. આ ઉપરાંત, તપાસમાં મદદરૂપ થતી અન્ય તમામ જરૂરી માહિતી પણ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 4 સિસ્ટમ સક્રિય થતા આજથી વરસાદનું જોર વધશે: 31 જુલાઈએ અમદાવાદ-સુરત સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ, ધોલેરા પંથકમાં ચારે તરફ પાણી જ પાણીનો ડ્રોન VIDEO ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સુરત સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે સવારે છથી સાંજના 4 વાગ્યા સુધીમાં 38 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઈંચ છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગુરુ પૂર્ણિમાએ ગુરુ બન્યો 'હેવાન':સુરતમાં ઓપન હાર્ટ સર્જરી થયેલા 6 વર્ષના માસૂમને સોટીથી માર માર્યો, કપડાં બદલતા વાંસા પર નિશાન-થીજી ગયેલું લોહી જોઈ માતા સ્તબ્ધ સુરતના ઉધના સ્થિત ભાઠેના વિસ્તારની શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક પ્રાથમિક શાળા ક્રમાંક 190માં એક અત્યંત શરમજનક અને કરુણ ઘટના સામે આવી છે. અહીં બાળવાટિકામાં અભ્યાસ કરતા 6 વર્ષના માસૂમ બાળકને વર્ગખંડના શિક્ષકે અમાનુષી રીતે સોટી વડે ઢોર માર માર્યો છે. આ માસૂમ બાળકની ભૂતકાળમાં ઓપન હાર્ટ સર્જરી થયેલી છે અને તેને ખેંચ-તણાવની બીમારી હોવાથી તેનો માનસિક વિકાસ અન્ય બાળકો કરતાં ધીમો છે. બાળકની આ સ્થિતિ અંગે પરિવારજનોએ શાળાના આચાર્ય અને શિક્ષકોને પહેલેથી જ જાણ કરી હતી. છતાં, શિક્ષકે બાળક પર જરાય દયા દાખવ્યા વગર તેને સોટીથી કૂરતાપૂર્વક ફટકાર્યો, જેના કારણે તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન પડી ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ બોલ્યા- દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવામાં આવી:લાકડીઓ મારવામાં આવી, ભાજપે કહ્યું- વિદ્યાર્થીઓના સંસદ માર્ચમાં ગોળીબાર નથી થયો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : PAK રક્ષા મંત્રી બોલ્યા- PoKના પ્રદર્શનકારીઓ ભારત જેવા દુશ્મન:તેમની સાથે કોઈ વાતચીત નહીં કરીએ; ફાયરિંગમાં 30 પ્રદર્શનકારીઓના મોત વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : અમદાવાદ પ્લેન ક્રેશઃ ફ્યુઅલ સ્વિચમાં ખરાબી નહોતી:સરકારે સંસદમાં જણાવ્યું; પહેલાં દાવો હતો કે આ જ કારણથી એન્જિન બંધ થયા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : થાઈલેન્ડમાં 3 ભારતીય પ્રવાસીઓનું અપહરણ:5 ભારતીયોની ધરપકડ; પાકિસ્તાનીના કહેવા પર અપહરણ કર્યું, સસ્તા ટૂર પેકેજની લાલચ આપીને પતાયા બોલાવ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ITR ભરવાના છેલ્લા 2 દિવસ:31 જુલાઈ સુધીમાં ફાઇલ ન કરવા પર ₹5000 સુધીની લેટ ફી લાગશે, આ 10 બાબતોનું ધ્યાન રાખો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વૈભવ સૂર્યવંશીએ 230 સ્થાનની છલાંગ લગાવી મચાવ્યો ખળભળાટ:દુનિયાના ટૉપ-50 T20 બેટર્સમાં પહેલીવાર સામેલ; શુભમન ગિલ ફરી નંબર-1 ODI બેટર બન્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુ પૂર્ણિમા પર હરિદ્વારના ઘાટો પર ઉમટી ભારે ભીડ:4 કલાકમાં હર કી પૌડી પર 1.5 લાખ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ખેડૂતે 4 કેરી ₹2 લાખમાં વેચી ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક ખેડૂતે 4 કેરી 2 લાખ રૂપિયામાં વેચી દીધી. આ મિયાઝાકી જાતની કેરીઓ છે, જેને દુનિયાની સૌથી મોંઘી કેરીઓમાં ગણવામાં આવે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : કીર્તિ પટેલનું ઈન્સ્ટા એકાઉન્ટ બ્લોક છતાં રીલ્સ વાયરલ: AK47થી ગુજરાત હલબલાવાની વાત; શું ત્રીજું એકાઉન્ટ ખોલીને કીર્તિએ પોલીસને પડકારી 2. પતિ-પુત્રની નજર સામે જ શીતલ મુકેશની બાહોમાં સમાઇ જતી: દોઢ લાખ રૂપિયામાં કુખ્યાત હિસ્ટ્રીશીટરનો ખેલ ખતમ, આરોપીઓની કબૂલાત પર પોલીસને વિશ્વાસ નહોતો આવતો 3. Editor's View: ડિગ્રી છે, પણ નોકરી નથી: શિક્ષણ વ્યવસ્થાનો ફ્લોપ શો, નોકરી ન મળવા પાછળ 3 કારણ, કરોડો યુવાઓનું ભવિષ્ય અંધારામાં, સિસ્ટમનો માયાવી ખેલ સમજો 4. પારકી પંચાત : મેડમે રિવાબાના ચાળા પાડ્યા: હાથ જોડી જય માતાજી કહી ખતરનાક એક્ટિંગ કરી, હિરલબેનનો બાટલો ફાટ્યો, સ્નેહલતા સ્ટાઇલમાં ચપટી વગાડી આંગળી બતાવી 5. આજનું એક્સપ્લેનર: ઓસ્ટ્રેલિયાના ગેરેજમાં એવું શું થયું કે પ્લાસ્ટિક નોટ લાવવી પડી?; જલ્દી તમારા હાથમાં પણ હશે, જાણો ફાયદા-નુકસાન 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: વૃષભ અને સિંહ રાશિના વેપારલક્ષી પ્રશ્નો ઉકેલાશે, વૃશ્ચિક અને ધન રાશિના અટકેલા કામો ગતિ પકડશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Exclusive | ‘Did you shout Free Umar Khalid slogan?’: Goa police make protesters fill 240-point questionnaire
    Next Article
    FIFA Takes Big Action On Argentina Against Celebration Row, Fights In WC 2026

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment