Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસ્ટ ઑફ ઈન્ડિયાએ 31મી વખત ઈરાની કપ જીત્યો:જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવ્યું; સ્મરણની સદી, મુકેશ કુમારે 6 વિકેટ લીધી

    1 week ago

    રેસ્ટ ઓફ ઈન્ડિયાએ 31મી વાર ઈરાની કપનો ખિતાબ જીતી લીધો છે. ટીમે જમ્મુ-કાશ્મીરને 167 રનથી હરાવ્યું. શ્રીનગરમાં 1થી 5 ઓક્ટોબર સુધી રમાયેલી મેચમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 237 અને બીજી ઇનિંગ્સમાં 319 રન બનાવ્યા હતા. તેના જવાબમાં જમ્મુ-કાશ્મીરની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 278 અને બીજી ઇનિંગ્સમાં 111 રને ઓલઆઉટ થઈ ગઈ. મુકેશ કુમારે 6 વિકેટ લીધી બીજી ઇનિંગ્સમાં જમ્મુ-કાશ્મીરની બેટિંગ સંપૂર્ણપણે લથડી ગઈ. ટીમ 28.4 ઓવરમાં 111 રને ઓલઆઉટ થઈ ગઈ. કામરાન ઇકબાલે 32 અને શુભમ ખજુરિયાએ 36 રન બનાવ્યા. તેમના સિવાય કોઈ બેટ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં. રેસ્ટ ઓફ ઈન્ડિયાના ઝડપી બોલર મુકેશ કુમારે બીજી ઇનિંગ્સમાં શાનદાર બોલિંગ કરી. તેણે 10.4 ઓવરમાં 33 રન આપીને 6 વિકેટ ઝડપી. આકાશ દીપે 3 અને મુકેશ ચૌધરીએ એક વિકેટ મેળવી. રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે સ્મરણની સદી રેસ્ટ ઓફ ઈન્ડિયાની બીજી ઇનિંગ્સમાં રવિચંદ્રન સ્મરણે શાનદાર સદી ફટકારી. તેણે 153 બોલમાં 135 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થયો. સ્મરણ ઉપરાંત સનત સાંગવાને 55 અને સુધિપ કુમાર ઘરામીએ 33 રન બનાવ્યા. જમ્મુ-કાશ્મીરે પહેલી ઇનિંગ્સમાં 41 રનની લીડ મેળવી રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમ પહેલી ઇનિંગ્સમાં 237 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટીમે 68.1 ઓવરમાં 237 રન બનાવ્યા. રવિચંદ્રન સ્મરણે સૌથી વધુ 68 રન બનાવ્યા, જ્યારે શિખર મોહને 60 રનની ઇનિંગ્સ રમી. જમ્મુ-કાશ્મીર તરફથી સુનીલ કુમારે સૌથી વધુ 3 વિકેટ ઝડપી. તેના જવાબમાં જમ્મુ-કાશ્મીરે પ્રથમ ઇનિંગ્સમાં 278 રન બનાવ્યા. પારસ ડોગરાએ 75, લોન નાસિરે 64 અને અબ્દુલ સમદે 57 રનની ઇનિંગ્સ રમી. આ રીતે જમ્મુ-કાશ્મીરે પ્રથમ ઇનિંગ્સના આધારે રેસ્ટ ઑફ ઇન્ડિયા પર 41 રનની લીડ મેળવી હતી. ઈરાની કપમાં રેસ્ટ ઑફ ઇન્ડિયા સૌથી સફળ ટીમ રેસ્ટ ઑફ ઇન્ડિયાએ અત્યાર સુધી 63 વખત ઈરાની કપમાં ભાગ લીધો છે અને 31 વખત ખિતાબ જીત્યો છે. 15 ખિતાબ સાથે મુંબઈ બીજા નંબરે છે.
    Click here to Read More
    Previous Article
    Don't Trouble The Trouble Box Office Collection Day 2: Fahadh Faasil Film Witnesses Decline
    Next Article
    સબાલેન્કા ચાઇના ઓપનના ત્રીજા રાઉન્ડમાં હારી:બાર્ટુનકોવાએ 6-4, 6-3થી હરાવી; રાયબાકિના બાદ બીજી ટોચની સીડ બહાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment