Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારો પહેલાં ખાંડની આયાત ટેક્સ ફ્રી:31 ઓક્ટોબર સુધી 10 લાખ ટન ટેક્સ વિના આયાતને મંજૂરી; બે મહિનામાં 40% મોંઘી થઈ

    1 week ago

    ફેસ્ટિવલ સીઝન પહેલાં ખાંડની વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે તેની આયાતને ટેક્સ ફ્રી કરી દીધી છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર, 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડના ડ્યુટી-ફ્રી એટલે કે કોઈપણ આયાત શુલ્ક વિનાના આયાતને મંજૂરી આપી દીધી છે. આ છૂટ 31 ઓક્ટોબર સુધી રહેશે. આ નિર્ણયનો સીધો ઉદ્દેશ્ય સામાન્ય ગ્રાહકોને વધતી મોંઘવારીમાંથી રાહત આપવાનો છે. કારણ કે, દેશમાં ખાંડની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. તહેવારોની સીઝનમાં માગ પૂરી કરવાની તૈયારી સરકારના આદેશ મુજબ, ખાંડના આ જથ્થાની આયાત આજથી લઈને 31 ઓક્ટોબર 2026 સુધીમાં પૂરી કરવી પડશે. બે મહિનામાં 40% મોંઘી થઈ, 10 વર્ષમાં પહેલીવાર આયાત કરવાની નોબત આવી ભારતના ઘરેલુ બજારમાં છેલ્લા કેટલાક સમયથી ખાંડની ભારે અછત જોવા મળી છે. ગ્લોબલ માર્કેટ પર પણ અસર દેખાશે, લંડન-ન્યૂયોર્કમાં ભાવ વધી શકે છે કોમોડિટી માર્કેટના નિષ્ણાતો અને બજાર વિશ્લેષકોનું માનવું છે કે ભારત સરકારના આ નિર્ણયની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેખાશે. કારણ કે, ભારત વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉપભોક્તા છે, તેથી જેવું ભારત આંતરરાષ્ટ્રીય બજારમાંથી 10 લાખ ટન કાચી ખાંડ ખરીદશે, ગ્લોબલ માર્કેટમાં તેની માગ અચાનક વધી જશે. એની સીધી અસર લંડન અને ન્યૂયોર્કના કોમોડિટી એક્સચેન્જોમાં ખાંડના બેન્ચમાર્ક ભાવો પર પડશે અને ત્યાં આવનારા દિવસોમાં ખાંડના ભાવ મજબૂત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય મહિલા ટીમ હોકી વર્લ્ડકપના ટૉપ-8માં પહોંચી:ઇંગ્લેન્ડ સામે ડ્રો રમી; બંને ટીમને 18 પેનલ્ટી કોર્નર મળ્યા, એકપણ ગોલ થયો નહીં
    Next Article
    હિંમતનગરમાં ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ:ડો. હર્ષ પંડ્યાના મૃત્યુ કેસમાં ન્યાયની માંગ સાથે શ્રદ્ધાંજલિ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment