Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ભારે વરસાદની આગાહી:31 જુલાઈએ તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ, ફાયર વિભાગ હાઈ એલર્ટ પર

    18 hours ago

    રાજ્યના હવામાન વિભાગ દ્વારા બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા સમગ્ર વહીવટી તંત્ર અને ફાયર વિભાગ હાઈ એલર્ટ મોડ પર આવી ગયા છે. વરસાદજન્ય કોઈપણ ઇમરજન્સી, પૂર અથવા પાણી ભરાવાની સ્થિતિનો ઝડપથી સામનો કરી શકાય તે માટે ફાયર વિભાગે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી છે. લોકોને સમયસર રાહત અને બચાવ સેવા મળી રહે તે માટે ફાયર વિભાગની ટીમને 24 કલાક હેડક્વાર્ટર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 31 જુલાઈએ તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાએ જાહેર કરેલા આદેશ મુજબ 31 જુલાઈ, 2026ના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય ગ્રાન્ટેડ તેમજ નોન-ગ્રાન્ટેડ તમામ શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે. રેસ્ક્યૂ બોટ અને બચાવ સાધનો સાથે ટીમ તૈયાર બોટાદ ફાયર વિભાગના ફાયર વાયરલેસ ઓફિસર કુલદીપસિંહ ડોડિયાના જણાવ્યા મુજબ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે બે રેસ્ક્યૂ બોટ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત દોરડા, બોયા રિંગ, લાઇફ જેકેટ સહિતના તમામ જરૂરી બચાવ સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. આગ સહિતની અન્ય કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે ત્રણ ફાયર ટેન્ડર પણ સંપૂર્ણ સજ્જ રાખવામાં આવ્યા છે. 24 કલાક કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ બોટાદ ફાયર વિભાગનો 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. વરસાદની સ્થિતિ, પાણી ભરાવા અને અન્ય સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને સમયાંતરે તમામ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય. નાગરિકોને સાવચેતી રાખવા અપીલ ફાયર વિભાગે નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે. ઉપરાંત વૃક્ષોની નીચે આશરો ન લેવા, નદી, નાળા, ચેકડેમ, તળાવ અને અન્ય જળાશયોની આસપાસ અવરજવર ટાળવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરીને મદદ મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. રેડ એલર્ટ હેઠળ અનેક જિલ્લાઓ હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદ સહિતના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં થાળી-વાટકા વગાડીને ઉગ્ર વિરોધ:કોઠારિયામાં રોડ-રસ્તાના મુદ્દે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી, 15 વર્ષથી 3,000 કરતા વધુ લોકો હાલાકી ભોગવતા હોવાનો આરોપ
    Next Article
    Apple's iPhone 18 Pro: From Camera To Design, 5 Rumours That Look Legit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment