Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકીય પક્ષોને ગુજરાતે કેટલું દાન આપ્યું:309 કરોડના દાનમાંથી ભાજપને 308 કરોડ મળ્યું, તેમાંથી 50 ટકા દાન બિલ્ડર-કન્સ્ટ્રક્શન કંપનીનું

    11 hours ago

    રાષ્ટ્રીય રાજકીય પક્ષોને 2024-25માં ગુજરાતમાંથી કુલ 309 કરોડ રૂપિયા દાન મળ્યું છે, તેમાંથી 308 કરોડ માત્ર ભાજપને મળ્યા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે (એડીઆર) જાહેર કરેલા રિપોર્ટ મુજબ, ગુજરાતમાંથી કોંગ્રેસને માત્ર 13 લોકોએ 69 લાખ રૂપિયા દાન કર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને 11 દાતાઓએ 10 લાખ આપ્યા હતા. ભાજપને મળેલા દાનમાંથી 50% એટલે કે 154 કરોડથી વધુ દાન બિલ્ડર-કન્સ્ટ્રક્શન-ઇન્ફ્રા કંપનીઓ તરફથી મળ્યું છે. કુલ 1562 દાતાઓમાંથી 98% એટલે કે 1538 દાતા માત્ર ભાજપના છે. ભાજપને 81% દાન કોર્પોરેટ કંપનીઓ તરફથી મળ્યું છે. કોંગ્રેસને સૌથી વધુ સંજયકુમાર સિંહ નામના વ્યક્તિ 25 લાખ દાન આપ્યા હતા. જ્યારે આપને દિપાન્નીતા સેનગુપ્તા નામની વ્યક્તિએ 6 લાખ દાન કર્યા હતા. ભાજપના ટોપ-10 દાતાનું 52% દાન મુખ્ય દાતાઓ અને દાનની રકમની વિગત ખેતી-મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાંથી પણ દાન ભાજપને કુલ 308 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, તેમાંથી સૌથી વધુ બિલ્ડર-કન્સ્ટ્રક્શન-ઇન્ફ્રા કંપનીઓમાંથી મળ્યું છે. ત્યારબાદ સૌથી વધુ 40 કરોડ કેમિકલ-માઇનિંગ, 30 કરોડ ખેતી ક્ષેત્રની કંપનીમાંથી, 25 કરોડ સિમેન્ટ-મેન્યુફેક્ચરિંગ, 15 કરોડ લોજિસ્ટિક, 10 કરોડ હેલ્થ, 35 કરોડ દાન અન્ય ક્ષેત્રની કંપનીઓમાંથી મળ્યું છે. ભાજપને કંપની સિવાય 200 લોકોએ (19%) દાન આપ્યું. દાન આપવામાં ગુજરાત ત્રીજું 2024-25માં 6 હજાર કરોડ માત્ર ભાજપને મળ્યા હતા. તે દાનમાં 2639 કરોડ સાથે દિલ્હી પ્રથમ, મહારાષ્ટ્ર 2439 કરોડ સાથે બીજું અને ગુજરાત 309 કરોડના દાન સાથે ત્રીજું.
    Click here to Read More
    Previous Article
    Tech can be an impact amplifier, but it’s not the whole story: Brigit Helms, Miller Center for Global Impact
    Next Article
    Gujarat Breaking News Live | CM Bhupendra Patel Visit Rajkot | Local Body Election | Weather Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment