Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખોની ઠગાઈનો ભેદ ઉકેલાયો:રાજકોટની સોની બજારમાંથી રૂ. 30.80 લાખના દાગીના ઓળવી જનાર ઝડપાયો, તૈયાર દાગીના મેળવી લીધા બાદ સોનું પરત ન આપીને છેતરપીંડી કરી હતી

    7 hours ago

    રાજકોટની સોની બજારમાં વેપારીઓ અને સોનાના દાગીના બનાવતા કારીગરો સાથે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના ચકચારી ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપી કિરીટ રાધનપુરાને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. ચોક્કસ બાતમી મળતા જ વોચ ગોઠવીને રાજકોટ-જામનગર હાઈવે પર ઈસ્કોન મંદિર નજીક ટોયોટા કારના શોરૂમ પાસેથી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસ માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર, આરોપી કિરીટ તેના અન્ય બે ભાગીદારો મિલન પાટડીયા અને ચિંતન પાટડીયા સાથે મળીને રાજકોટની સોની બજારની જૂની ગધીવાડ વિસ્તારમાં રીયા ગોલ્ડ નામની પેઢી અને દુકાન ચલાવતો હતો. વેપારના ભાગરૂપે ત્રણેય આરોપીઓએ સોનાના દાગીના બનાવવાનું કામ કરતા કારીગરો અલ્ફાજુદ્દીન અને સુરજઅલીનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ બંને કારીગરોને વિશ્વાસમાં લઈને દાગીના બનાવવા માટેના મોટા ઓર્ડર આપ્યા હતા અને કારીગરો પાસેથી તૈયાર થયેલા દાગીના મેળવી લીધા હતા. આ વેપારના નિયમ મુજબ તૈયાર દાગીનાના બદલામાં આરોપીઓએ કારીગરોને ફાઈન સોનું આપવાનું હતું. પરંતુ આરોપીઓએ દાગીના મેળવી લીધા બાદ હિસાબ પેટે રૂ. 30.80 લાખની કિંમતનું 185.670 ગ્રામ ફાઈન સોનું પરત નહીં આપી મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. લાંબા સમય સુધી ઉઘરાણી કરવા છતાં સોનું કે રૂપિયા પરત ન મળતા આખરે ભોગ બનનાર વેપારીઓએ રાજકોટ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ભાગીદાર આરોપીઓ મિલન પાટડીયા અને ચિંતન પાટડીયાની અગાઉ જ ધરપકડ કરી હતી. જોકે, છેતરપિંડીના મુખ્ય સૂત્રધારોમાં સામેલ કિરીટ રાધનપુરા ધરપકડથી બચવા માટે ગુનો આચર્યા બાદ ફરાર થઈ ગયો હતો. ફરાર થયા બાદ આરોપી પોતાની ઓળખ છુપાવીને વિવિધ સ્થળોએ છૂટક કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પોલીસે રાજકોટ-જામનગર હાઈવે પર ઈસ્કોન મંદિર નજીક ટોયોટા કારના શોરૂમ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઝડપાયેલા 49 વર્ષીય આરોપી કિરીટ રાધનપુરાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે મૂળ વિભાપર ગામનો રહેવાસી છે. પોલીસથી બચવા માટે તે હાલ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી મધુરમ શેરી નંબર 3 ખાતે દિનેશ ચૌહાણના મકાનમાં ભાડેથી રહેતો હતો. આ ધરપકડ બાદ સોની બજારના વેપારીઓમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. હવે એ-ડિવિઝન પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવીને છેતરપિંડીમાં ગયેલા સોનાની રિકવરી કરવા તેમજ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકીને પતાવી દીધી:હત્યા બાદ પ્રવીણ પણ ઝેરી દવા પીને ઘરેથી ભાગ્યો, ગૃહ કંકાસ અને પત્નીને આડા સબંધ હોવાની શંકા, પોલીસ ઘટનાસ્થળે
    Next Article
    મેંદરડા ગ્રામ પંચાયત જમીન વિવાદ:મેંદરડામાં 200 અને 1200 વાર જમીન અંગે સામાજિક કાર્યકરે ઉપસરપંચ પર કર્યા આક્ષેપો, ઉપસરપંચે આરોપો પાયાવિહોણા ગણાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment