Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીમાં પેટના રોગોનું પ્રમાણ વધ્યું, ઠંડા-પીણા પણ જવાબદાર:રાજકોટમાં છેલ્લા ચાર માસમાં 3059 લોકોને પેટનું અસહ્ય દર્દ ઉપડતાં 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતાં

    2 days ago

    રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ વર્ષે ખાસ કરીને માર્ચ મહિનાથી જ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને મેં મહિનાની શરૂઆત થતા ગરમીનો પારો 42°C પાર પહોંચી ગયો છે. રાજકોટમાં પણ હવે આકરી ગરમી પડી રહી છે અને તાપમાન 42 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે, જેના પગલે ડિહાઈડ્રેશન અને લૂ લાગવા ઉપરાંત પેટમાં દુખાવાની તેમજ ગેસ્ટ્રો અંગેની ફરિયાદનું પ્રમાણ દર્દીઓમાં વધ્યું છે. રાજકોટમાં જાન્યુઆરી, 2026થી એપ્રિલ, 2026 દરમિયાન 3059 દર્દીઓને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અનેક એવા દર્દીઓ હશે જેમને પોતાની જાતે હોસ્પિટલ પહોંચી તબીબી સારવાર લીધી હશે. લોકો ખાવા-પીવામાં કાળજી રાખી રહ્યા નથીઃ ડો. પ્રફુલ કમાણી જાણીતા ગેસ્ટ્રોલોજિસ્ટ અને રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, કાળઝાળ ગરમી અને લગ્નસરાની સીઝન પણ શરૂ થઇ ચુકી છે. લોકો ખાવા-પીવામાં કાળજી નથી રાખી રહ્યા, જેના કારણે ગેસ્ટ્રોના કેસમાં ખુબ વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનાની અંદર પેટમાં દુખાવો, ચૂક આવવી, ઊલ્ટી-ઉબકા થવા, જાડા થવા અને અપચાની અનેક ફરિયાદ સાથે દર્દીઓ આવી રહ્યા છે. ‘હાઈજેનિકની ચકાસણી બાદ જ ખોરાક-પીણા આરોગવા જોઈએ’ વધુમાં જણાવ્યું કે, ગરમીથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બપોરમાં સમયે બિનજરૂરી લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઘરેથી નીકળતી વખતે પાણીની બોટલ સાથે રાખવી જોઈએ. દર અડધી કલાકે પાણીનો એક ગ્લાસ જરૂર પીવો જોઈએ. બહાર કોઈ ઠંડુ પાણી પીવો તો તે મિનરલ વોટર છે કે કેમ? તેની ચકાસણી કરીને જ પીવું જોઈએ. કોઈ ઠંડા પીણાં પીવો તો તેમાં પણ બરફ મિનરલ વોટરમાંથી બનેલો હોય તેવી જગ્યાએ જ પીવું જોઈએ. હાઈજેનિક છે કે નહિ? તે ચકાસવું ખુબ જરૂરી છે. આ ચકાસી બાદમાં જ કોઈપણ ઠંડા-પીણાં કે ફાસ્ટફૂડ આરોગવું જોઈએ. ‘રોજ સૂતા પહેલાં નવસેકુ ઉકાળેલુ પાણી પીવું હિતાવહ’ રાજકોટ શહેરમાં ખાસ ગોલાનું ચલણ પણ ખુબ વધારે છે. લોકો ગરમીના કારણે રાત્રે ગોલા ખાવા તેમજ શેરડીનો રસ પીવા પણ મોટી માત્રામાં જતા હોય છે. ત્યારેગોલામાં વપરાતો બરફ હાઈજેનીક છે કે કેમ? તેમજ શેરડીના રસમાં વપરાતી શેરડી ધોયેલી સાફ કરેલી છે કે કેમ? ચિચોડા આસપાસ ચોખાઇ છે કે કેમ? તે પણ ચકાસવું જોઈએ. માખી-મચ્છર બેઠેલા હોય તો તેના બેક્ટેરિયા શરીરમાં જવાથી પેટના રોગો પણ થઇ શકે છે, માટે લોકોએ ચોક્કસ કાળજી રાખવી જોઈએ. કોઈ તકલીફ હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ. શક્ય હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા નવસેકુ ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ દરેક લોકોએ રાખવો જોઈએ. ઉનાળામાં પેટના રોગ વધવાના મુખ્ય કારણો (1) ઈ.કોલી, સાલમોનેલિયા જેવા બેક્ટેરિયા ખાદ્યચીજોમાં ગરમ-ભેજયુક્ત હવામાનમાં ઝડપથી વિકસે છે. (2) પ્રદુષિત પાણી પીવાથી (3) ઉપરછલ્લા ફૂડ ચેકિંગ વચ્ચે ખાદ્યચીજોની કથળતી ગુણવત્તા (4) ફ્રુટમાં પણ રાસાયણિક તત્વોનો ઉપયોગ (5) તરસ બુઝાવવા બજારમાં ખાંડ, રંગો, એસેન્સ યુક્ત પીણા પીવાથી (6) હાલ જેનું વારંવાર એલર્ટ અપાય છે તે બફારા, ઉકળાટથી ડિહાઈડ્રેશન, શરીરમાં પાણી ઘટવું (7) તાપમાનમાં વધઘટ. ACથી ગરમીમાં આવવું-જવું જેનાથી પાચનક્રિયા ખોરવાય છે. (8) ચટાકેદાર અને ગરમીમાં પચવામાં ભારે (ફાસ્ટફૂડ) ખોરાક ખાવાનો વ્યાપક વધારો રાજકોટમાં 4 માસમાં પેટના રોગોની 108માં નોંધાયેલ ઇમરજન્સી રાજકોટમાં 11 દિવસમાં નોંધાયેલું મહત્તમ તાપમાન
    Click here to Read More
    Previous Article
    'દુનિયાની કોઈ શક્તિ ભારતને દબાવી શકે નહીં':સોમનાથમાં મોદી: આધ્યાત્મિકતાથી લઈ ભારતની પરમાણુ શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ
    Next Article
    Nvidia CEO Jensen Huang Excluded From Trump's China Visit: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment