Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂધરેજ ખોડુ વેળાવદર રોડના કામનું ખાતમુહૂર્ત‎:30.54 કરોડના ખર્ચે 22 કિમી રસ્તો રસ્તો બનશે

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોને જોડતા પરિવહન માર્ગોને આધુનિક બનાવવાના અભિગમ સાથે આજે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. નાયબ મુખ્ય દંડકના હસ્તે દૂધરેજ- ખોડુ-વેળાવદર રોડના વાઈડનિંગ અને સ્ટ્રેટનિંગના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. 30.54 કરોડના ખર્ચે આ રસ્તો બનશે. દૂધરેજ-ખોડુ-વેળાવદર રોડના સ્ટ્રેટનિંગ અને વાઈડનિંગના કામનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને ભૂમિપૂજન દ્વારા વિધિવત પ્રારંભ કરાવી રસ્તાના નવિનીકરણની કામગીરી શરૂ કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં રોડ રસ્તા સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ છે. આશરે 22 કિમી લંબાઈ ધરાવતો આ માર્ગ નિર્માણ થશે. નવિનીકરણની સાથે રસ્તા પરના જૂના અને નુકસાન પામેલા સ્ટ્રક્ચરોનું નવનિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા - તાલુકાના હોદ્દેદારઓ, આગેવાનઓ, અગ્રણીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઉત્કૃષ્ટ પ્રદર્શન:યુથ પાર્લામેન્ટમાં પાટણનો યુવાન સતત બીજા વર્ષે જિલ્લામાં પ્રથમ
    Next Article
    PM Modi To Attend G7 Summit In France From June 15 To 17

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment