Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની હોટેલમાં ગે યુવકનું મોત રૂમ નં-304 કે 302માં થયું?:મૃતકને ઢસડી બીજા રૂમમાં લઈ જવાયો, 3 કલાક પછી એમ્બ્યુલન્સ બોલાવાઈ; ત્રીજો યુવક હોટેલ છોડી કેમ ભાગ્યો?

    23 hours ago

    19 ઓગસ્ટે વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં હોટેલ વિન્ટેજમાં પરિણીત ગે યુવકની શંકાસ્પદ લાશ મળી હતી. યુવકના મોત મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શરૂઆતમાં યુનુસ (નામ બદલ્યું છે) જાતે જ રૂમ નંબર 304માંથી 302માં ગયો હતો, પરંતુ ત્યારબાદ યુનુસને એક રૂમમાંથી બીજા રૂમમાં ઢસડીને લઈ જવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગત ભાસ્કર ઈન્વેસ્ટિગેશનમાં સામે આવી છે. યુનુસ સાથે બનાવ બન્યાના લગભગ 3 કલાક બાદ મહેશ (નામ બદલ્યું છે)એ હોસ્ટલ સ્ટાફને આ અંગે જાણ કરી હતી. યુનુસ સાથે દુર્ઘટના બની ત્યારે જ કેમ એમ્બ્યુલન્સને કેમ ના બોલાવી તે પણ તપાસનો વિષય છે. મૃતક યુનુસે નશો કર્યો અથવા વાયગ્રા લીધી હતી કે નહીં તેનું રહસ્ય પણ હજુ અકબંધ છે. હોટેલમાંથી નીકળી રમેશે બાઈક દૂર પાર્ક કર્યું, પાછો રૂમમાં ગયો સમલૈંગિક મહેશ અને યુનુસ 18 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 2:50 વાગ્યે હોટેલ વિન્ટેજ પહોંચ્યા હતા. બંનેએ એક રૂમ બુક કર્યો હતો. યુનુસે અગાઉથી જ રમેશ (નામ બદલ્યું છે)ને ફોન કરી હોટેલ પર બોલાવતા જ રાત્રિના 3:05 વાગ્યાની આસપાસ તે હોટેલ પર પહોંચ્યો હતો. હોટેલ સ્ટાફની નજર ચૂકવી રૂમ નંબર 304માં પ્રવેશ્યો હતો. થોડા સમય બાદ રમેશ હોટેલ બહાર નીકળી પોતાનું પાર્ક કરેલું બાઈક થોડે દૂર મૂકી પાછો અંદર આવ્યો અને ફરી રૂમ નંબર 304માં ગયો હતો. આ પણ વાંચો: મૃતકે ત્રીજા યુવકને ફોન કરીને બોલાવ્યો'તો, પાર્ટનર યુવકે વાયગ્રા લીધાનું ખુલ્યું 304માં લાઈટ ટ્રિપ થતાં હોટેલ સ્ટાફને રૂમ બદલવા કહ્યું આ દરમિયાન રૂમ નંબર 304માં લાઈટ ટ્રિપ થઈ હોવાનું કહીને રૂમ બદલવા માટે હોટેલ સ્ટાફને કહ્યું હતું. જેથી તુરંત જ હોટેલ સ્ટાફે રૂમ નંબર 302 ફાળવી દીધો હતો. મહેશ આશરે 3:20 વાગ્યાની આસપાસ યુનુસને 304માંથી ઢસડીને રૂમ નંબર 302માં લઈ ગયો હતો. રમેશ પણ તેની પાછળ રૂમમાં ગયો હતો. આશરે 3:25 વાગ્યે રમેશ હોટેલમાંથી બહાર નીકળી ગયો અને બાઈક લઈ ઘરે જતો રહ્યો હતો. 3.30 વાગ્યાને બદલે સવારે 6.30 વાગ્યે એમ્બ્યુલન્સ બોલાવાઈ સવારે 6:30 વાગ્યા આસપાસ મહેશ 302 નંબરના રૂમમાંથી બહાર નીકળ્યો હતો. હોટેલના રિસેપ્શન પર પહોંચી યુનુસને કંઈ થઈ ગયું હોવાનું જણાવી એમ્બ્યુલન્સ બોલાવવાની વાત કરી હતી. એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચતા જ યુનુસને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ 108ની ટીમે પોલીસને જાણ કરતા રાવપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ તમામ સવાલોના જવાબ પણ વણઉકલ્યા છે, FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે. જોકે, પોલીસે મહેશની પૂછપરછ કરી હતી પરંતુ યુનુસે નશો કર્યો હતો કે નહીં તે અંગે કોઈ માહિતી આપી નથી. મૃતકના શરીર પર ઈલેક્ટ્રિક શોકના નિશાન મળ્યા આ મામલે DCP ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, ડોક્ટરના પ્રાથમિક તારણ મુજબ મૃત્યુ કુદરતી લાગી રહ્યું છે, પરંતુ મૃતકના શરીર પર ઈલેક્ટ્રિક શોકના નિશાન મળ્યા છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા સેમ્પલ લેવામાં આવ્યા છે. ડોક્ટરના વિગતવાર પીએમ રિપોર્ટ અને ફોરેન્સિક સાયન્સ વિઝિટના આધારે આગળની તપાસ ચાલુ છે. મૃતકને ગભરામણ થતાં તેને નવડાવવામાં આવ્યો હતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટના સમયે રૂમમાં મૃતક ઉપરાંત તેના મિત્રો હાજર હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, મૃતકને ગભરામણ થતાં તેને નવડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રૂમમાં ત્રીજા મિત્રની હાજરી પણ પ્રસ્થાપિત થઈ છે. રમેશ ત્યાં શા માટે આવ્યો હતો, તેને કોણે બોલાવ્યો હતો અને તેમની વચ્ચે શું વાતચીત થઈ હતી, તે તમામ પાસાઓ પર પોલીસ હાલ પૂછપરછ અને તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Ordered 10-Inch Pizza But Got 7-Inch One, Customer Gets Rs 10,520 Payout
    Next Article
    વેરાવળના મંડોર ગામે મુખ્ય માર્ગ પર સિંહ યુગલની લટાર:વાહનચાલકો થંભી ગયા, સ્થાનિકોએ લટારના દૃશ્યો મોબાઈલમાં કેદ કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment