Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના પંચાનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સાથે છેતરપિંડી:મહિલા કેશીયરે મિત્ર સાથે મળી 302 દર્દીની દવા પરત ની ખોટી એન્ટ્રી કરી ખોટા બિલ બનાવી રૂ.1.02 લાખ ઓળવી લીધા

    23 hours ago

    રાજકોટના પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સાથે ઠગાઈની ઘટના સામે આવી છે. જેમાં મેડિકલ સ્ટોરમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ કેશીયર તરીકે ફરજ બજાવતી ખુશી પરમાર નામની મહિલાએ પોતાના મિત્રએ આપેલ શીખ મુજબ 302 દર્દીની દવા પરત આવી હોવાના ખોટા બીલો બનાવી રૂપિયા 1.77 લાખ ઓડવી લીધા હતા જો કે ટ્રસ્ટને જાણ થતા તેમને નોકરીમાંથી કાઢી દેવામાં આવતા ચેક આપી બાહેંધરી પત્ર આપ્યું હતું જો કે ચેક રિટર્ન થતા રોકડ 75,000 રૂપિયા જમા કરાવી બાકીના 1.02 લાખ રૂપિયા પરત ન આપતાં ટ્રસ્ટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસે કેશીયર મહિલા ખુશી પરમાર અને તેનો મિત્ર કરણ જાદવ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દવાના રીટન બીલ બનાવી ખોટી એન્ટ્રીઓ કરી ફરિયાદી સંદીપભાઈ રણજીતભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, હું પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટમા ટૂસ્ટી તરીકે છેલ્લા સાત વર્ષથી માનદ સેવા આપુ છું. ગત તા.15.03.2026ના રોજ શ્રી પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટમા ખુશી તેમજ તેના પતિ પ્રતિક પરમાર કોમ્પુટર કમ કેશીયર તરીકે નોકરી પર લાગ્યા હતા. ખુશી પરમાર નોકરી દરમિયાન કંઈક પોતાના ખિસ્સામા નાખતા હોય તેવુ જણાતા અમે મેડીકલ સ્ટોરના કેમેરા ચેક કરતા તેઓ દવા પરત આવેલ ન હોવા છતા દવાના પૈસા લઈ અને પોતાના ખિસ્સામા નાખતા હોય તેવુ જોવા મળ્યું હતું જેથી આ બાબતે પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે, હા હું મારી નોકરી દરમ્યાન મેડિકલ સ્ટોરના કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં જે દર્દીએ દવા રીટન કરેલ નથી તેઓના દવાના રીટન બીલ બનાવી ખોટી એન્ટ્રીઓ કરી આ દવા રીટન બીલના જે રૂપીયા થતા હતા તે પોતે તેના મિત્ર કરણ જાદવને આપતી હતી અને આવુ કરવા માટે કરણ જ શીખડાવતો હતો. ખુશી પરમાર અને કરણ જાદવ વિરુદ્ધ ફરિયાદ દાખલ આ રૂપીયા અમે બંન્નેએ અમારા મોજશોખમાં વાપરી દીધા છે તેવુ જણાવતા ખુશીએ નોકરી દરમ્યાન કરેલા દવા રીટર્નના બીલ ક્રોસ વેરીફાય કરતા તેમણે કુલ 302 દદર્દીઓના અને તેમના સગા વ્હાલા દવાની રીટન બીલ બનાવી તે બીલના રૂપીયા 1.77 લાખ ઓળવી ગયાનું સામે આવ્યું હતું. ખુશીને તા.07.07.2026ના રોજ નોકરીમાથી છુટા કરી દીધા હતા એ સમયે તેમને ત્રણ ચેક પણ આપ્યા હતા જે ચેક બાઉન્સ થતા ટ્રસ્ટ દ્વારા તેમની પાસે રૂપિયાની માંગણી કરવામાં આવતા રૂ. 75,000 રોકડા જમા કરાવ્યા હતા અને આજ દિવસ સુધી બાકી રહેતા રૂ.1.02 લાખ પરત ન આપતાં એ ડિવિઝન પોલીસે ખુશી પરમાર અને કરણ જાદવ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલમાં આઇઝેનકોટના PM બનવાનો માર્ગ સાફ:અરબ પાર્ટીઓએ સમર્થન આપ્યું, 67 સાંસદો સાથે આવ્યા; નેતન્યાહૂ પાસે 46 બચ્યા
    Next Article
    ઇઝરાયલમાં આઇઝેનકોટના PM બનવાનો માર્ગ મોકળો:અરબ પાર્ટીઓએ સમર્થન આપ્યું, 67 સાંસદો સાથે આવ્યા; નેતન્યાહૂ પાસે 46 બચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment