Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30,000 વિદ્યાર્થીઓની નવરાત્રિ બગડશે:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચોથા નોરતાથી UG સેમેસ્ટર-5ની પરીક્ષાઓ જાહેર, છાત્રોમાં રોષની લાગણી

    7 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જોકે તેમાં અંડર ગ્રેજ્યુએશન એટલે કે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા નવરાત્રિના તહેવાર દરમિયાન ગોઠવવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. UG સેમેસ્ટર-5 ના અંદાજે 30,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા 14 ઓક્ટોબરથી એટલે કે ચોથા નોરતેથી શરૂ થઈ રહી છે જેથી આ કોલેજીયનોની આ વખતની નવરાત્રિ બગડી તેવું કહી શકાશે. ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા 23થી 26 સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં UG (અંડર ગ્રેજ્યુએશન) સેમેસ્ટર-5ની વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાને લઈને મહત્વની તારીખો જાહેર કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ માટે નિયમિત ફી સાથે પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ 22 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ વિલંબિત ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા 23થી 26 સપ્ટેમ્બર અને ખાસ વિલંબિત ફી સાથે 28થી 30 સપ્ટેમ્બર સુધી રહેશે. વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા 14 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ અભ્યાસક્રમોમાં બી.એ., બી.કોમ., બીએસ.સી., બીએસ. સી.આઇટી, બીએસ. સી. એચ. એસ., બી.એ.આઈ.ડી., બી.બી.એ., બી. સી. એ., બી.પી.એ., બી. આર. એસ., બી. એસ. ડબલ્યુ, એલ. એલ. બી., બી. ડિઝાઇન, બી. એ. અને બી.કોમ. એક્સટર્નલ સેમેસ્ટર-5ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવનાર છે. આ ઉપરાંત બી. એસ. સી. એમ. એસ. સી. એ. પી.5,7,9, બી. એ. બી. એડ.5 અને 7, બી. એ. એલ. એલ. બી. આઈ. એન. ટી. સેમ.5,7,9 , બી. એચ. ટી. એમ.5 અને 7ની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નવરાત્રિ દરમિયાન પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. ધીરેન પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ પરીક્ષા હોય છે પરંતુ આ વખતે પરસોતમ મહિનો હોવાને કારણે આ પરીક્ષા દરમિયાન નવરાત્રિ આવી રહી છે. 14 ઓક્ટોબરથી એટલે કે ચોથા નોરતેથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થવાની છે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા શેડ્યુલ મુજબ પરીક્ષા લેવાશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આઇવે પ્રોજેક્ટના CCTV કેમેરાની 30 બેટરીની ચોરી:આઉટડોર યુનિટના લોક તોડી ચોરી કરતા શખ્સની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચે 10 બેટરી કબ્જે કરી
    Next Article
    આજે 2 જિલ્લામાં રેડ અને 6માં ઓરેન્જ એલર્ટ:લાંબા વિરામ બાદ શનિવારે 100થી વધુ તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી પણ સારા વરસાદની રાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment