Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંત ધારા હેઠળના મિલકત સોદા બાબતે હિન્દૂ સંગઠનોમાં રોષ:આશરે 3000 મિલકત ફાઇલોની તટસ્થ તપાસ અર્થે SIT રચવાની ઉગ્ર માંગ - પૂર્વ પ્રમુખ હિન્દૂ યુવા સંગઠન

    3 days ago

    અશાંત ધારા અમલ બાદ ભાવનગરમાં મિલકત વ્યવહારો અને દસ્તાવેજ મંજૂરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો વધ્યા છે. વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે, રાજકીય સાઠગાંઠ અને દબાણને કારણે દસ્તાવેજ વિના જ ફાઈલો મંજૂર થઈ રહી છે અને સામાન્ય લોકોને ધાક-ધમકી આપી મકાનોના સોદા કરાવવામાં આવી રહ્યા છે. આ મામલે આશરે 3000 ફાઈલોની તટસ્થ તપાસ અને SITની રચનાની માંગ ઉઠી છે. તાજેતરમાં SDM પ્રતિભા દહિયાના ડ્રાઈવરના લાંચ કાંડ (14 લાખની માંગ)નો વીડિયો-ઓડિયો વાયરલ થયા બાદ આ આક્ષેપો વધુ ગરમાયા છે. હિન્દુ સંગઠનોના આગેવાનોએ કહ્યું છે કે, અશાંત ધારો લાવવામાં આવ્યો ત્યારથી મિલકત વ્યવહારોમાં અનીતિ અને વિધર્મીઓની લાગવગના કારણે હિન્દુ પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. 3000 ફાઈલોમાં અડધીથી વધુ ફાઈલોમાં ભ્રષ્ટાચારની શંકા છે પૂર્વ હિન્દુ યુવા સંગઠન જિલ્લા પ્રમુખ અશોક ગોહિલે જણાવ્યું હતું કે, “અશાંત ધારો લાવવામાં આવ્યો ત્યારે ખુશી હતી, પરંતુ આજે તે જ અશાંત ધારો હિન્દુ પ્રજા માટે માથાનો દુખાવો બની ગયો છે. 3000 ફાઈલોમાં અડધીથી વધુ ફાઈલોમાં ભ્રષ્ટાચારની શંકા છે. જો તટસ્થ તપાસ થાય તો આમાંથી અનેક કેસ નીકળી શકે છે.” આતંરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પૂર્વ મહામંત્રી અતુલ પંડ્યાએ કહ્યું કે, “અશાંત ધારાની મંજૂરી પછી અનેક ફરિયાદો આવી છે. તાજેતરમાં SDMના ડ્રાઈવરનું લાંચ કાંડ સામે આવ્યું છે. આ તો માત્ર એક કૌભાંડ છે. ઘણા વિસ્તારોમાં (ગીતાચોક, હરિયાળા, હાદાનગર, ડોન ચોક વગેરે) દસ્તાવેજ વિના મકાનો વેચાઈ રહ્યા છે અને હિન્દુ પ્રજાને ધાક-ધમકી આપી મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. 3000 ફાઈલોની તપાસ અને SITની રચના થવી જોઈએ.” દોષિતો સામે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે આ આક્ષેપો વચ્ચે ભાવનગરના નવનિયુક્ત એસપી પાંડે અને પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ કહ્યું છે કે, તમામ આક્ષેપોની તટસ્થ તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. તાજેતરમાં SDM ડ્રાઈવરના લાંચ કાંડમાં પણ FIR નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Why Shias in Rajasthan have decided to forgo Eid celebrations
    Next Article
    જિલ્લા આયોજન મંડળએ રૂ.13.58 કરોડના 340 વિકાસકાર્યોને મંજુરી:કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે સુદ્રઢ આયોજન જરૂરી - પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment