Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા:MPમાં યુવક નદીમાં તણાયો, ઉત્તરાખંડના ઉત્તરકાશી-ટિહરીમાં ભૂસ્ખલન; ઘર પડ્યું

    2 दिन पहले

    મહારાષ્ટ્રના રાયગઢમાં વરસાદ બાદ 3,000 LPG સિલિન્ડર પાતાળગંગા નદીમાં તણાઈ ગયા. પનવેલના LPG બોટલિંગ પ્લાન્ટમાં પૂર આવ્યા બાદ સિલિન્ડર તણાયા. પ્રશાસને લોકોને અપીલ કરી છે કે જો ક્યાંય સિલિન્ડર મળે તો તેને સ્પર્શ ન કરે અને ઘરે ન લઈ જાય. મધ્ય પ્રદેશમાં બુધવારે 27થી વધુ જિલ્લાઓમાં વરસાદ થયો. સૌથી વધુ દમોહમાં 1.75 ઇંચ વરસાદ નોંધાયો. ખરગોનમાં રૂપારેલ નદીના પાણીમાં એક યુવક તણાઈ ગયો હતો. રાજસ્થાનના અજમેર જિલ્લાના કિશનગઢમાં બુધવારે રાત્રે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં પતિ-પત્ની સહિત ત્રણ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ત્રણેયને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અલવરમાં વરસાદને કારણે બજારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. દિલ્હીમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. રેલવે સ્ટેશન, મુનિરકા અને ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે રોહિણીમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા. સુરતમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરમાં ત્રણ દિવસમાં 19 લોકોના મોત થયા છે. જ્યારે, મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદને કારણે કચરાનો પહાડ ત્રણ માળની ઇમારત પર પડ્યો, જેના કારણે ઇમારત ધરાશાયી થઈ. મુંબઈમાં BMCએ જોખમી વૃક્ષોની ઓળખ માટે ચેતવણી આપતા પોસ્ટર લગાવ્યા છે. માટુંગા, કિંગ્સ સર્કલ, વડાલા અને આરે કોલોની સહિતના વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જ્યાં આવા વૃક્ષો વધુ છે. દેશભરમાંથી હવામાનની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ ઈરાન પર ફરી હુમલો કર્યો, 3નાં મોત:90 ઠેકાણાઓને નિશાન બનાવ્યા; ટ્રમ્પ બોલ્યા- હું ઈરાનનાં હિટલિસ્ટમાં સૌથી ઉપર છું
    Next Article
    યુપીમાં નિવૃત્ત ARTOના ઘરે 13 કિલો સોનું, 9 કિલો ચાંદી:વિજિલન્સના દરોડામાં હીરા પણ મળ્યા; દિવાલો-પેકેટોમાં 1.62 કરોડ રોકડા છુપાવ્યા હતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment