Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંજો વેચવા ગિફ્ટ સિટીમાં લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધો:રાજકોટનો યુવાન રોજનું 3,000 ભાડું ચુકવતો; 26 લાખનો ગાંજો, બે મોંઘા આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત

    10 hours ago

    ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધિન દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા પછી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. એવામાં ગઈકાલે(11 માર્ચ) ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે ત્રાટકીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 26.11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડ(મૂળ રહે. દ્વારકા હાઇટ્સ, માધાપર ચોકડી પાસે, રાજકોટ, મૂળ વતની મોરબી) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રોજના 3,000 રૂપિયાના ભાડાથી રહેતો હતો આ દરોડા દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અંકિત કક્કડ ગત 10 માર્ચથી આ ફ્લેટમાં 'Airbnb' એપ્લિકેશન મારફતે રોજના 3,000 રૂપિયાના ભાડાથી રહેતો હતો. એટલે કે માસિક 90 હજારથી વધુનું ભાડું ચૂકવતો હતો. આ રહેઠાણનું પેમેન્ટ પણ તેણે ઓનલાઇન ગુગલ પે દ્વારા કર્યું હતું. સર્ચ દરમિયાન ગાંજો મળ્યો પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઈ. એચ.આઈ. ભાટી અને તેમની ટીમે ગઈકાલે(11 માર્ચ) રાતે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન બેડરૂમમાં રાખેલી નાઇકીના સિમ્બોલવાળી બેગમાંથી 0.746 કિલોગ્રામ લીલાશ પડતો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો.જેના પગલે ઘટનાસ્થળે એફએસએલના સાયન્ટિફિક ઓફિસરને બોલાવી પદાર્થનું પરીક્ષણ કરાવતા તે ગાંજો હોવાનું ફલિત થયું હતું. વડોદરામાંથી ગાંજો ખરીદ્યો હતો પોલીસે 26.11 લાખનો ગાંજો, 4000 રૂપિયા રોકડા, બે મોંઘા આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને આધાર કાર્ડ સહિત કુલ 26,65,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગાંજાનો જથ્થો તેણે બે દિવસ પહેલા વડોદરાના તાંદલજા વિસ્તારમાં મેકડોનાલ્ડ્સ બર્ગર પાસેથી અનિકેત રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો. હાલમાં ડભોડા પોલીસ સ્ટેશનમાં અંકિત કક્કડ અને અનિકેત રબારી વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Navneet Kaur hat-trick seals India’s qualification to Hockey World Cup; hosts thrash Wales 4-1 in Hyderabad
    Next Article
    આજે રાજકોટ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ:9 શહેરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી, અગનગોળા વરસતી ગરમીથી લોકો બેહાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment