Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 300 પોઈન્ટનો કડાકો:76,550 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 પોઈન્ટ તુટ્યો; ઓટો અને બેંકિંગ શેરોમાં વેચવાલી

    12 hours ago

    અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે આજે, 12 માર્ચે શેરબજારમાં સતત બીજો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ ઘટીને 76,550 પર ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 100 પોઈન્ટ ઘટીને 23,800 પર ટ્રેડિંગ કરી રહ્યો છે. ઓટો, મેટલ, FMCG અને બેંકિંગ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર ઘટવાના 3 મુખ્ય કારણો એશિયન બજારોમાં ઘટાડો અમેરિકી બજારમાં 11 માર્ચે ઘટાડો જોવા મળ્યો 11 માર્ચે FII એ ₹4,672 કરોડના શેર વેચ્યા ગઈકાલે વિદેશી રોકાણકારો (FIIs) એ કેશ સેગમેન્ટમાં ₹6,267 કરોડના શેર વેચ્યા. સ્થાનિક રોકાણકારો (DIIs) એ ₹4,965 કરોડની નેટ ખરીદી કરી. માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ અત્યાર સુધીમાં ₹39,116 કરોડના શેર વેચ્યા. જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન ₹53,099 કરોડની નેટ ખરીદી કરી છે. ફેબ્રુઆરી મહિનામાં વિદેશી રોકાણકારોએ ₹6,640 કરોડના શેર વેચ્યા છે. જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન ₹38,423 કરોડની નેટ ખરીદી કરી હતી. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 11 માર્ચે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1342 પોઈન્ટ (1.72%)ના ઘટાડા સાથે 76,864ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 395 પોઈન્ટ (1.63%)નો ઘટાડો જોવા મળ્યો, તે 23,867 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    IIM Ranchi, FPSB India launch executive course in Advanced Financial Planning & Digital Finance
    Next Article
    ગ્લેમરસ સ્ટાર્સના સાદગી ભર્યા લગ્ન!:ઘરની અગાસી પર લગ્ન કરી કૃતિકા-ગૌરવે PHOTOs શેર કર્યા, દુલ્હનના ઘરચોળામાં મમ્મીના પ્રેમની ઝલક દેખાઈ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment