Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર કચેરી પાસે મહેસૂલી કર્મચારીઓ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરશે:પાટણમાં આજથી 300થી વધુ કર્મીઓની હડતાળ, વહીવટ ખોરવાશે

    16 hours ago

    પાટણમાં બુધવારથી મહેસૂલી તંત્રની અચોક્કસ હડતાળ શરૂ થશે. પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં 300થી વધુ મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતરશે અને કલેક્ટર કચેરી નજીક એકત્ર થશે. રાજ્યના મામલતદાર એસોસિએશને પણ મહેસૂલી કર્મચારી મહામંડળની માગણીઓને સંપૂર્ણ ટેકો જાહેર કરી સહકાર આપવા અનુરોધ કરતાં આંદોલનનું વજન વધ્યું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર પાટણ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે આંદોલનનું આગામી ચરણ જાહેર કર્યું છે. 3 ઓક્ટોબરે કર્મચારીઓ વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થઈ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. 5 ઓક્ટોબરે માસ સીએલ કર્યા બાદ હવે 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ થશે. મહેસૂલી તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ તેમાં જોડાશે. મહેસૂલી કર્મચારીઓની માગણીઓમાં 2012ના નાયબ મામલતદારોને 2020થી આપવાપાત્ર ડીમ્ડ ડેટ આપવી, પ્રમોશન બાદ જિલ્લા બહાર મુકાયેલા કર્મીઓને માતૃ જિલ્લામાં પરત લાવવા અને મહેસૂલી તલાટીના જોબચાર્ટમાંથી અન્ય વિભાગોની કામગીરી દૂર કરવું. સ્ટાફની અછત વચ્ચે વધારાનું કામ ન સોંપવું, ફીલ્ડ કામ કરતા કર્મને પીટીએ આપવું, બિનજરૂરી જિલ્લા ફેરબદલી અટકાવવી અને સમયમર્યાદાની કામગીરીમાં રજાના દિવસો બાદ કરીને વર્કિંગ ડેઝ ગણવાની પણ માંગ છે. મામલતદાર‎ એસોસિએશન પણ ‎કર્મચારીઓની પડખે‎ ગુજરાત રાજ્ય મામલતદાર‎ એસોસિએશને 6 ઓક્ટોબરના ‎પત્રથી મહેસૂલી કર્મચારી‎ મહામંડળની 7 ઓક્ટોબરથીની‎ અચોક્કસ હડતાળને સંપૂર્ણ ટેકો ‎જાહેર કર્યો છે. એસોસિએશનના ‎જણાવ્યા મુજબ મહેસૂલી ‎કર્મચારીઓ મામલતદાર‎ કચેરીના કામકાજ માટે‎ કરોડરજ્જુ સમાન છે અને તેમની‎ માગણીઓ અને પ્રશ્નો સીધી ‎રીતે મામલતદાર વર્ગ-2ને પણ‎ સ્પર્શે છે. તેથી તમામ ‎મામલતદારોને કર્મચારીઓને ‎સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ ‎કરાયો છે.‎ હડતાળ પૂર્વે એક દિવસમાં 848 અરજી આવી મહેસૂલી કર્મચારીઓની હડતાળના પગલે મંગળવારે મામલતદાર કચેરીઓમાં અરજદારોનો ધસારો વધ્યો હતો. 3 ઓક્ટોબરે જિલ્લામાં 530 અરજીઓ સામે મંગળવારે આંકડો વધીને 848 થયો હતો. એટલે કે એક જ દિવસમાં અરજીઓમાં 318નો વધારો થયો હતો. રેશનકાર્ડ, જાતિના દાખલા, EWS અને સ્થાનિક રહેઠાણના દાખલા માટે લોકો ઉમટ્યા હતા. રજા અને માસ સીએલ બાદ હડતાલ શરૂ થવાની શક્યતાને પગલે લોકોએ કામ અટકી ન જાય તે માટે અગાઉથી અરજીઓ કરી હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું. સમય મર્યાદાવાળા કામ પર અસર પડશે અચોક્કસ હડતાલથી આવક-જાતિના દાખલા, વન-ડે/ટુ-ડે સેવાઓ, રેશનકાર્ડમાં નામ ઉમેરવા-કમી કરવા અને વિભાજનની કામગીરીને અસર થઈ શકે છે. જમીનની નોંધ મંજૂરી, બિનખેતીની અરજીઓ અને કલેક્ટર કચેરીના જમીન સંબંધિત કેસોની કામગીરીમાં પણ વિલંબ થવાની શક્યતા છે. મામલતદાર, પ્રાંત અને કલેક્ટર કચેરી ઉપરાંત જમીન સંપાદન અને નાયબ મામલતદાર ફરજ બજાવતા અન્ય વિભાગોની કામગીરી પણ પ્રભાવિત થઈ શકે છે. અરજીઓના નિકાલ, રોજિંદી વહીવટી કામગીરી અને સમયમર્યાદાવાળી કામગીરી પર તેની અસર પડવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રિસર્ફેસિંગ સાથે ફૂટપાથ, સેફ્ટી ગ્રીલ અને ફર્નિચરનું કામ થશે:સમિટ પૂર્વે ગોકુલપુરાથી ક-7 માર્ગનું 25 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે
    Next Article
    'Student Will Be Heard First': IIT Bombay Draft Rules On Cheating In Exam

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment