Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાતાળલોકમાં ઈરાનની મિસાઈલ દુનિયા:30 મિસાઈલ સિટીએ દુનિયા ધુણાવી, USએ યુરોપથી રાતોરાત આર્મી ભગાડી, ઓબામાની ડીલ રોકી, ટ્રમ્પ ભરાયા

    3 days ago

    શું પાતાળમાં ધમધમતું એક સિક્રેટ મિસાઈલ શહેર દુનિયાની સૌથી મોટી મહાસત્તા અમેરિકાને ઘૂંટણિયે પાડી શકે? જે દેશના સૌથી મોટા નેતાને રાતોરાત મારી નાખવામાં આવ્યા હોય અને જેના શહેરો પર 13 હજારથી વધુ બોમ્બ ઝીંકાયા હોય તે દેશ એટલે કે ઈરાન આજે અમેરિકાના રાષ્ટ્રપતિને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યું છે. એવું નથી કે ટ્રમ્પના આવ્યા પછી જ ઈરાન અમેરિકાનું દુશ્મન બન્યું. બાઈડન હોય કે બુશ, ઈરાન પહેલેથી જ અમેરિકાનું દુશ્મન રહ્યું છે અને ટ્રમ્પ પછી ભલે કોઈપણ રાષ્ટ્રપતિ આવે, ઈરાન- અમેરિકાના સંબંધો ક્યારેય સુધરવાના નથી. અહીં દાવ પર અરબ પટ્ટાની શાંતિ જ નહીં પણ આખી દુનિયાની ઈકોનોમી પણ છે. શું છે આખો મામલો અને મિસાઈલ્સનો સ્ટોક દેખાડીને ઈરાન શું છૂપો મેસેજ આપવા માગે છે? ચાલો વિગતે વાત કરીએ. નમસ્કાર... અમેરિકા અને ઈઝરાયલે જ્યારે ભેગા મળીને ઈરાન પર હુમલો કર્યો ત્યારે ટ્રમ્પનું સીધું ગણિત હતું કે મહિના બે મહિનામાં ઈરાનનું ફિંડલું વળી જશે. હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામૈની સહિત ટોપ લશ્કરી કમાન્ડર્સનો ખાતમો બોલાવવામાં આવ્યો. તેના પછી જુલાઈ 2026થી અમેરિકન નેવીએ ઈરાનના બંદરોની ખાસ તો હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી કરી. સીધી વાત છે આટલા મોટા ફટકા પછી કોઈ પણ દેશ હાર માની લે પણ ઈરાને ન માની. અને અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. લોહિયાળ યુદ્ધ પછી ઈરાને અમેરિકાને ઘૂંટણિયે લાવ્યું 8-8 મહિનાના લોહિયાળ યુદ્ધ પછી ઈરાને તૂટ્યા વિના અમેરિકાને વાટાઘાટોના ટેબલ પર લાવી દીધું છે. મિડ ટર્મ ઈલેક્શન હાર્યા પછી જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ઈરાન સાથે શું થશે ત્યારે તેમણે શુધ્ધા કહેવું પડ્યું કે જલદી યુદ્ધ પૂરું થઈ શકે. જ્યારે આ બધું થઈ જ રહ્યું હતું એવામાં 10 નવેમ્બર 2026ના એટલે કે આજથી બે દિવસ પહેલા ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ત્રીજીવાર પોતાની અંડરગ્રાઉન્ડ મિસાઈલ સિટીનો વીડિયો જાહેર કર્યો અને દુનિયા હેબતાઈ ગઈ. મિસાઈલનો વીડિયો દેખાડી અમેરિકાને તમાચો આ વીડિયો શક્તિ પ્રદર્શન નહોતું પણ અમેરિકાના ગાલ પર લાલ તમાચો હતો. ઈરાને કહ્યા વગર અમેરિકાને સંભળાવી દીધું કે તમે ઉપરથી ગમે એટલા બોમ્બ ફેંકો પણ અમારી મિસાઈલ્સ અને ડ્રોન બનાવવાની ફેક્ટરીઓ હવે જમીન નીચે પાતાળમાં ધમધમી રહી છે. ઈરાને અમેરિકાને સીધી વોર્નિંગ આપી કે જો હવે ફરી હુમલો કરશો તો જવાબ યુરોપમાં આવેલા અમેરિકન લશ્કરી મથકો પર મિસાઈલ્સ ઝીંકીને આપવામાં આવશે. ઈરાની મિસાઈલનો વીડિયો જોઈ અમેરિકા ફફડ્યું ઈરાની આર્મીનો વીડિયો બહાર આવતાંની સાથે જ અમેરિકન સેનાએ બ્રિટનના એરબેઝ પરથી પોતાના એરિયલ ફ્યૂઅલિંગ ટેન્કર વિમાનો ખસેડીને તાત્કાલિક જર્મનીમાં મોકલી દીધા છે. જે અમેરિકા પહેલા સીધું યુદ્ધ અને પછી પ્રેશર ટેક્ટિક્સથી ઈરાનને ડરાવવા માગતું હતું આજે ખુદ ડરી રહ્યું છે. ટ્રમ્પે પણ 9 નવેમ્બરે કહી દીધું કે, “ઈરાન સામેનું યુદ્ધ હવે લશ્કરી રીતે લગભગ પૂરું થઈ ગયું છે!” અમેરિકા સામે ઈરાનનો સૌથી ખતરનાક દાવ ટ્રમ્પના આ અચાનક બદલાયેલા સૂર પાછળ ઈરાનનો સૌથી ખતરનાક દાવ જવાબદાર છે, હોર્મુઝનું જલડમરુ. ઈરાને દુનિયાની આ સૌથી ઈમ્પોર્ટન્ટ સ્ટ્રેટની નસ દબાવી દીધી. અહીંથી દુનિયાનું 20 ટકા પેટ્રોલિયમ અને LNG પસાર થાય છે. આ નાકાબંધીથી દુનિયાભરમાં ઈંધણની ક્રાઈસીસ ઉભી થઈ. ઈરાનના આ હોર્મુઝ બ્લોકેજથી અમેરિકાના ઘર આંગણે પેટ્રોલ અને કરિયાણાના ભાવ આસમાને પહોંચી ગયા. અમેરિકન્સે ટ્રમ્પનો સફાયો બોલાવી દીધો જેની સીધી અસર 3 નવેમ્બરની અમેરિકન મિડ ટર્મ ઈલેક્શનમાં દેખાઈ. અમેરિકાની જનતાએ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો સફાયો કરી નાખ્યો અને ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ એમ બંનેમાં પ્રચંડ બહુમતિ લાવી દીધી. ખુદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જાહેરમાં માન્યું કે, “આપણે ચૂંટણી હાર્યા તેનું મુખ્ય કારણ ઈરાનનું યુદ્ધ છે.” આજે હાલ એવા છે કે ચૂંટણી હારેલા અને રાજકીય રીતે ઘવાયેલા ટ્રમ્પ સમાધાન માટે ફાંફા મારી રહ્યા છે, સામેની બાજુ ઈરાને હોર્મુઝ માર્ગ ખોલવા અને વાતચીત શરૂ કરવા માટે અમેરિકા સામે 7 શરતો મૂકી દીધી છે. પણ સવાલ એ છે કે અમેરિકા કેમ ઈરાનનું આ અંડરગ્રાઉન્ડ નેટવર્ક ધ્વસ્ત નથી કરી શકતું? તો ચાલો હવે તેની વાત કરી લઈએ… 39 દિવસમાં ઈરાન પર 13 હજાર હુમલા અમુક અનઓફિશિયલ ડિફેન્સ રિપોર્ટ્સ મુજબ, ઈરાને તહેરાન, ઈસ્ફહાન અને શિરાઝ સહિતના પ્રાંતોમાં જમીનથી 500 મીટરની ઉંડાઈએ 30 જેટલા ભૂગર્ભ મિસાઈલ સિટી ઉભા કર્યા છે. શરૂઆતના 39 દિવસમાં અમેરિકા અને ઈઝરાયલે 13 હજારથી વધુ ડિફેન્સ ઠેકાણાઓ પર હુમલા કરીને ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને 80 ટકા તોડી પાડવાનો દાવો કર્યો હતો. પણ ચોંકાવનારી વાત એ છે કે આટલા ભીષણ હુમલા પછી પણ ઈરાનના 90 ટકા અંડરગ્રાઉન્ડ મિસાઈલ સિટી અને 60 ટકા મિસાઈલ લોન્ચર્સ પૂરી રીતે ચાલુ છે એવા દાવાઓ છે. હવામાં દિશા બદલતી ઈરાનની મિસાઈલ આટલું જ નહીં ઈરાને ચાલુ યુદ્ધે પોતાની ટેક્નોલોજી અપગ્રેડ કરી છે એવા પણ સમાચારો છે. હમણા જ જાહેર થયેલા ફૂટેજમાં દેખાય છે કે ઈરાને ખૈબર શેકન મિસાઈલ પર ફત્તાહ-1 હાઈપર સોનિક ગ્લાઈડર વોરહેડ ફિટ કર્યું છે, જે હવામાં જ પોતાની ડિરેક્શન બદલીને અમેરિકન રડારને ડોફરાવી શકે છે. જે ઈરાની મિસાઈલ્સ પહેલા નિશાન બની ચૂકી હતી તેની પ્રિસિઝન હવે 5 મીટરથી પણ ઓછી ત્રુટિના લેવલે પહોંચી ગઈ છે. રોયટર્સનું કહેવું છે કે ઈરાન પાસે હાલ 1 હજારથી દોઢ હજાર વાપરવા જેવી મિસાઈલ્સ છે અને પાતાળમાં ચાલતી ફેકટ્રીઓમાં દર મહિને 50 નવી બેલિસ્ટિક મિસાઈલ્સ બની રહી છે. ઈરાન હુમલામાં અમેરિકાને કેટલી ખુવારી? લશ્કરી ઈતિહાસનો એક વણલખ્યો નિયમ છે કે માત્ર હવાઈ હુમલાથી કોઈ વિશાળ દેશને જીતી શકાતો નથી અને ઈરાન તો જીઓગ્રાફિકલી યુગોસ્લાવિયા કરતાં 16 ગણો મોટો દેશ છે. ઈરાનના વળતા પ્રહારમાં કુવૈત, સાઉદી અરેબિયા, ઈરાક અને જોર્ડનના અમેરિકન બેઝ પર થયેલા હુમલાઓમાં 23 અમેરિકન સૈનિકો માર્યા ગયા, 900થી વધુ ઘાયલ થયા અને 105 વિમાનોને નુકસાન પહોંચ્યું છે. સપ્ટેમ્બર 2026માં તો ઈરાને અમેરિકન એરક્રાફ્ટ કેરિયરને પણ નિશાન બનાવ્યું અને ખાલી 8 મહિનામાં અમેરિકાના $47.1 બિલિયન એટલે કે અંદાજે 4 લાખ કરોડ રૂપિયા ઈરાન યુદ્ધમાં સ્વાહા થઈ ગયા છે. હોર્મુઝ હુમલાઓએ સપ્લાય ચેઈન ખોરવી યુદ્ધના મેદાન તરતાં પણ મોટો ફટકો ઈરાને સમુદ્રમાં માર્યો છે. હોર્મુઝની સ્ટ્રેટમાં ઈરાનના કન્ટ્રોલના કારણે ત્યાંથી થતી ક્રૂડ ઓઈલની નિકાસ 83 ટકાથી ઘટીને સીધી 60 ટકા પર આવી ગઈ છે. બાકીના 40 ટકા ઓઈલ જથ્થાએ રાતા સમુદ્રનો લાંબો ચકરાવો લેવો પડે છે અને 70 ટકાથી વધુ ટેન્કર્સે ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરીને છૂપા ડાર્ક ટેન્કર્સ બનીને ઓમાનના અખાતમાં જહાજ બદલવા પડે છે. 30થી વધુ કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલાઓએ ગ્લોબલ સપ્લાય ચેઈન તોડી નાખી છે. મોંઘવારીનો બોમ્બ ચૂંટણીમાં ફૂટ્યો આ આર્થિક નાકાબંધીનો સીધો બોમ્બ અમેરિકાના મતદારો પર ફૂટ્યો. ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર જતાં અમેરિકામાં મોંઘવારી બેકાબૂ બની અને ટ્રમ્પની એપ્રુવલ રેટિંગ એટલે કે લોકપ્રિયતા ગગડીને 31 પર આવી પહોંચી. અમેરિકન મિડ ટર્મ ઈલેક્શન પછી સેનેટમાં 54 બેઠકો અને હાઉસમાં 256 બેઠકો સાથે ડેમોક્રેટ્સે કોંગ્રેસ પર કબજો કરી લીધો છે. 51 ટકા રિપબ્લિકન મતદારોની માગ હતી કે ઈરાન યુદ્ધ તાત્કાલિક બંધ થવું જોઈએ. અમેરિકાની આ જ રાજકીય અને આર્થિક મજબૂરીનો ફાયદો લેવા માટે ઈરાને હવે હોર્મુઝ ખોલવા અને વાતચીત કરવા માટે 7 અઘરી શરતો મૂકી છે. હવે આ શરતો પરથી આપણે સમજીએ કે ઈરાન માટે ડેમોક્રેટ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં સારા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ? 2015માં ઓબામાએ ઈરાન સાથે પરમાણુ ડિલ કરી હતી અને નિયંત્રણો લગાવ્યા હતા. તેમાં શરત હતી કે માત્ર 5 ટકાથી ઓછા સ્તરે જ યુરેનિયમ ઈનરિચમેન્ટ કરી શકાશે. જેમાં પરમાણુ બોમ્બ બનાવવા માટે ઈરાનને 12 મહિના લાગે એમ હતા. બદલામાં ઈરાને તેના જ જપ્ત થયેલા નાણામાંથી માત્ર 1.7 બિલિયન ડોલર પાછા મળ્યા હતા. ટ્રમ્પની ઈરાની ડીલ એક્સપર્ટે કહી ભૂંડી 2018માં અને આજે 2026માં પણ ટ્રમ્પે ઓબામાની ઈરાન સાથેની JCPOA ડીલને નબળી ગણાવી છે. પણ જ્યારે 2026માં ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારે ટ્રમ્પે પાકિસ્તાન અને કતારની મદદ લઈને 17 જૂને છૂપી રીતે ઈરાન સાથે ડિલ કરીને ઈસ્લામાબાદ મેમોરેન્ડમ પર સહિ કરી હતી. દક્ષિણ કોરિયાની સેજોંગ ઈન્સ્ટિટ્યૂટના એનાલિસિસ મુજબ ટ્રમ્પની આ ડીલની 16માંથી 13 શરતો સીધી ઈરાનના પક્ષમાં હતી, જેને ઈઝરાયલે અમેરિકાની વિનાશક શરણાગતિ કહી દીધી હતી. ઓબામાની ઈરાની ડિલ કેવી હતી? તમને જાણીને નવાઈ લાગશે કે ઓબામાની ડિલ તોડનાર ટ્રમ્પે આ સમજૂતીમાં ઈરાનને દેશમાં જ પરમાણું ઈનરીચમેન્ટ ચાલુ રાખવાની છૂટ આપી હતી. આટલું જ નહીં, ઈરાનના પુનઃનિર્માણના નામે 300થી 350 બિલિયન ડોલરનું જંગી ભંડોળ અને વિદેશમાં જપ્ત થયેલી 100 બિલિયન ડોલરની સંપત્તિ તાત્કાલિક છૂટી કરવાની શરત પણ માની હતી. સૌથી મોટો વિરોધાભાસ એ હતો કે આ ડીલમાં ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ્સ કે હિઝબુલ્લાહ જેવા જૂથો પર કોઈ જ બેન નહોતો. જો કે, બે જ દિવસમાં ઈઝરાયલે લેબનાન પર હુમલો કરતા આ ડિલ તૂટી ગઈ હતી પણ ટ્રમ્પની નબળાઈ ખુલ્લી પડી ગઈ. ઈરાન માટે અમેરિકામાં કોની સરકાર સારી? અહીં બીજો સૌથી ઈન્ટરેસ્ટિંગ મુદ્દો એ છે કે ઈરાન માટે અમેરિકામાં કોની સરકાર વધુ સારી, ડેમોક્રેટ્સ કે રિપબ્લિકન્સ? ઈરાનનું જાહેરમાં કહેવું છે કે અમારી લડાઈ કો પાર્ટી સામે નહીં પણ અમેરિકાની દાદાગીરી સામે છે. પણ જો આપણે વધુ ઊંડા ઉતરીને આ મામલો સમજીએ તો ઈરાનના અર્થતંત્ર અને રિફોર્મિસ્ટ નેતાઓ માટે ડેમોક્રેટ્સની સરકાર વધુ સારી ગણી શકાય. અમેરિકાના કારણે ઈરાનના હાલ બેહાલ આજે યુદ્ધના કારણે ઈરાનની હાલત ગંભીર છે. ત્યાં મોંઘવારીનો દર 73.6 ટકા પર પહોંચી ગયો છે અને મિનિમમ વેજીસ ગગડીને 83 ડોલર થઈ ગયું છે. હાલત એટલી ખરાબ છે કે તહેરાન અને કરમાનશાહમાં લોકો પોતાનું દેવું ચૂકવવા માટે કબરની જમીન પણ વેચી રહ્યાના સમાચારો છે. આ બધી ‘જો’ અને ‘તો’ની વાતો છે. આનાથી ઈરાનની ગ્રાઉન્ડ રિયાલિટી અલગ પણ હોઈ શકે છે. ટૂંકમાં જાન્યુઆરી 2027થી અમેરિકન સંસદમાં બેસનારી નવી ડેમોક્રેટિક બહુમતી યુદ્ધનું ફંડ રોકીને અને રાજદ્વારી વાટાઘાટો કરવાનું દબાણ ઉભું કરીને ઈરાનની જનતાને આ આર્થિક નરકમાંથી બહાર કાઢી શકે છે, જેમાં અમેરિકાનો પણ આડકતરો ફાયદો જ છે. ઈરાન માટે ટ્રમ્પની પાર્ટી કેમ સારી? પણ સિક્કાની બે બાજુ હોય છે. ઈરાનના કટ્ટરપંથી શાસકો અને ઈરાની આર્મી માટે ટ્રમ્પની રિપબ્લિકન સરકાર પણ છૂપા આશીર્વાદ સાબિત થઈ શકે છે. ટ્રમ્પના કારણે આજે મિડલ ઈસ્ટનું જીઓપોલિટિક્સ બદલાઈ ગયું છે. સાઉદી અરેબિયા, કતર અને યુએઈ જેવા ખાડી દેશો સમજવા લાગ્યા છે કે અમેરિકન સેના તેમને ઈરાની મિસાઈલ્સથી બચાવી નથી શકતી. જેના કારણે અમેરિકા પર ભરોસો રાખ્યા વગર આરબ દેશો સાથે અને ઈરાન સાથે પણ હાથ મિલાવી લે તો વધુ સારું રહેશે. આ એક હાયપોથેટિકલ વાત છે પણ આવું થાય તો નવાઈ નહીં. અને છેલ્લે... મિડટર્મમાં હાર બાદ ટ્રમ્પે સ્ટીફન મિલરને વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ બનાવ્યા છે. આ એ જ મિલર છે, જેમણે 2003માં પોતાના પ્રોફેસરને આગાહી કરી હતી કે તેઓ વ્હાઇટ હાઉસ પહોંચશે અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે! જ્યારે જિનપિંગ મિલરને મળ્યા હતા ત્યારે તે પણ બે સેકન્ડ માટે આ માણસને જોતા રહી ગયા હતા જે વીડિયો બહુ વાયરલ થયો હતો. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Nvidia CEO જેન્સનને એક નહીં બે-બે અફેર:મહિલા અધિકારી સાથે સંબંધોનો ખુલાસો, કંપનીમાંથી કાઢવાની તૈયારી; એલન મસ્કે ટીખળ કરતાં નોકરીની ‘ઓફર’ આપી
    Next Article
    ન્યૂયોર્કમાં 96 વર્ષ જૂની ઇમારત ધરાશાયી, 5નાં મોત:17 ઘાયલ, બાજુના પ્લોટમાં ખોદકામ ચાલી રહ્યું હતું; જેના કારણે પાયો નબળો પડ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment