Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અર્થ'નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 30; નાણાકીય બજારના અદ્યતન હથિયાર, SIF અને PMS વચ્ચેનો રોકાણ તફાવત

    1 day ago

    છેલ્લા લેખમાં SIF એટલે કે Specialized Investment Fund અને AIF એટલે કે Alternative Investment Fund વિશે વિસ્તૃત જાણકારી આપી. આજે SIF અને PMS વચ્ચેના તફાવત વિશે વાત કરીએ... નાણાકીય બજારમાં રોકાણ માટે SIF (Specialised Investment Fund - સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ) અને PMS (Portfolio Management Service - પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ) બંને અત્યાધુનિક અને અનુભવી રોકાણકારો માટેના અદ્યતન વિકલ્પો છે. બંને વચ્ચેના મુખ્ય તફાવતો નીચે મુજબ છે: 1 . રોકાણની રકમ (Minimum Investment)SIF: SEBIના નિયમો અનુસાર આમાં ન્યૂનતમ રોકાણ સામાન્ય રીતે ₹10 લાખથી શરૂ થાય છે, જે પરંપરાગત મ્યુચ્યુઅલ ફંડ્સ કરતાં વધુ પરંતુ PMS કરતા ઓછું છે. PMS: આમાં રોકાણ કરવા માટે તમારી પાસે વધુ મોટી રકમ હોવી જરૂરી છે, જેનો પ્રારંભિક થ્રેશોલ્ડ ₹50 લાખ છે. 2. રોકાણની વ્યૂહરચના (Investment Strategy)SIF: તે મ્યુચ્યુઅલ ફંડ્સ અને PMS વચ્ચેનું અંતર દૂર કરે છે. આ ફંડ્સ વધુ સુગમતા સાથે લાંબા-ટૂંકા (Long-Short) અને હેજિંગ જેવા અદ્યતન વિકલ્પો વાપરીને બજારની અસ્થિરતાનો લાભ લે છે. PMS: આ એક સંપૂર્ણપણે કસ્ટમાઇઝ્ડ (વ્યક્તિગત) પોર્ટફોલિયો છે. એક અનુભવી ફંડ મેનેજર તમારા સીધા નામ પર શેર્સનું સંચાલન કરે છે, જે તમારી નાણાકીય જરૂરિયાતો મુજબ તૈયાર કરાયેલ હોય છે. 3. નિયમન અને પારદર્શિતા (Regulation)SIF : તે SEBI ના નિયમન હેઠળ મ્યુચ્યુઅલ ફંડ જેવા માળખામાં કામ કરે છે, જેમાં એક સરખી યુનિટ વેલ્યુ હોય છે. PMS: આ પણ SEBI દ્વારા જ સંચાલિત છે, પરંતુ તે તમારી પોતાની Demat (ડિમેટ) એકાઉન્ટ સાથે જોડાયેલું વ્યક્તિગત પોર્ટફોલિયો છે. 4. ફી (Fees and Charges)SIF: મ્યુચ્યુઅલ ફંડ જેવું માળખું હોવાથી ફી પ્રમાણમાં ઓછી અને નિયંત્રિત હોય છે. PMS: આમાં મેનેજમેન્ટ ફી સામાન્ય રીતે વધારે હોય છે, અને અમુક ફંડ્સ નફાના ચોક્કસ ભાગ પર Profit-sharing (નફામાં ભાગીદારી) પણ લેતા હોય છે. સકુશળ રહો, સમૃદ્ધ રહો, પોતાનાં પરિવાર માટે ચોક્કસપણે સ્વાર્થી બનો.… વિજય ગાંધી ઓનર બિઝનેસ ટેક્સપર્ટ્સ ફિન્સર્વ ઇન્ટર જનરેશનલ પ્લાનર એન્ડ ફાઈનાન્સિયલ સ્ટ્રક્ચર ઇનોવેટર M - 9898999551 vijay@businesstaxperts.com
    Click here to Read More
    Previous Article
    Ghee and betel leaf: Nutritionist explains why this is a good combination for your gut
    Next Article
    Alia Bhatt says daughter Raha is ‘always trying to win’; expert decodes fear of failure in kids

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment