Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધરાત, મદિરા ને મહિલાઓ, ડેકોરા ગ્રુપના માલિકની બર્થ ડે પાર્ટી:રાજકોટની સરાઝા હોટેલમાં પોલીસ રેડ, ટેબલ-ખુરશીના કવરથી મોં છુપાવ્યા, 30 દંપતી સહિત 76 ઝડપાયા; મોરબી ઉદ્યોગપતિઓની હાજરી

    1 day ago

    31 ઓક્ટોબરની રાત હતી એટલે કે સરદાર જયંતિ. રાતના 12 વાગતા કેલેન્ડર 1 નવેમ્બર, 2026 તારીખ બતાવી રહ્યું હતું. બરાબર આ જ સમયે પાલીસ પાસે એક વીડિયો પહોંચે છે. આ વીડિયોમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની શંકા પડતા પોલીસ તપાસ આદરે છે અને તેનો છેડો રાજકોટના કાલાવડ રોડ પર આવેલી હોટલ સરાઝા સુધી પહોંચે છે. ત્યાર બાદ LCB ઝોન-2ની ટીમ હોટલ પર પહોંચે છે. જ્યાં જઈને જુએ છે તો મોટાભાગના ટેબલ પર મોંઘા ભાવની બ્રાન્ડેડ સ્કોચ વ્હીસ્કી, બીયરના ટીન તેમજ બીયરની બોટલો જોવા મળે છે. અમુક ટેબલ પર દારૂ અને બીયર ગ્લાસમાં ભરીને રાખવામાં આવ્યા હતા. જાણે દારૂબંધી વાળા ગુજરાતમાં આરામથી મદિરાપાન કરાતું હતું. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જ્યાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ખાલી બોટલો કબજે કરી હતી. આ પાર્ટીમાં રાજકોટ અને મોરબીના જાણીતા ઉદ્યોગપતિઓ અને નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત હોવાનું બહાર આવ્યું હતું. જો કે કાર્યવાહી આગળ વધતા અંધારાનો લાભ લેવા માટે પહેલા હોટલ બહારની અને પછી અંદરની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી.જોકે, આસપાસના અન્ય બધા બિલ્ડિંગોમાં લાઈટો હતી, જેને લઈ પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ સર્જાયા હતા. માત્ર એટલું જ નહીં, નેતાઓના ફોન પણ ધણધણી ઉઠ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ ડેકોરા ગ્રુપના ચિરાગ પટેલનો આગામી 12 નવેમ્બરે બર્થ-ડે હોવાથી એડવાન્સમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં 43 પુરુષો અને 33 મહિલાઓ ઉપસ્થિત હતી. કુલ 76 જેટલા લોકોમાંથી 30 જેટલા કપલ હતા. તમામ મહિલાઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જતા સમયે મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર મોઢા પર બાંધી દીધા હતા. હેટેલ પર મોંધી કારોની લાઈન જોવા મળી હતી. આ પાર્ટીને લઈ પોલીસે 92 થી વધુ વ્યક્તિના બ્લડ સેમ્પલ કલેક્ટ કરાવ્યા છે. આ અંગે DCP રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં કુલ 38 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 35 વ્યક્તિઓ પાર્ટીમાં ભાગ લેનાર છે અને હોટલ મેનેજર સહિત 3 વ્યક્તિઓ હોટલના સર્વિંગ સ્ટાફ છે. પોલીસને તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની 750 એમએલની 11 જેટલી ખાલી અને ભરેલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મોંઘી ગાડીઓના થપ્પા, પોલીસની હાજરીમાં લાઈટ કાપી નાખી આ અંગે જાણ થતાં જ દિવ્ય ભાસ્કરની ટીમ રાત્રે 1:30 કલાકે ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમયે હોટેલનાં પાર્કિંગમાં લક્ઝરીયસ-મોંઘીદાટ ગાડીઓનાં થપ્પા લાગેલા નજરે પડ્યા હતા, જે દર્શાવે છે કે આ પાર્ટી કેટલી ભવ્ય હતી. હવે જુઓ દારૂ પાર્ટીમાં રેડ બાદની ચાર તસવીરો મોઢા ઢાંકવા ટેબલ-ખુરશીના કવરનો ઉપયોગ, દારુ કબજે કર્યો 3:55 કલાકે કુલ 33 મહિલાને પોલીસ સુરક્ષા હેઠળ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લઈ જવાઈ હતી. આ દરમિયાન કેમેરાથી બચવા અને મહિલાઓની ઓળખ છુપાવવા માટે તેમના મોઢા ઢાંકવા ટેબલ અને ખુરશીઓના કવરનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ રાત્રે 4:36 કલાકે આ મહિલાઓ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ માટે પહોંચી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે સરાઝા હોટેલમાંથી વિદેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરીને સવારે 4:45 કલાકે ત્યાંથી લઈ જવામાં આવ્યો હતો. ટેબલ પર રહેલા ગ્લાસમાં દારૂ ભરેલો હતોઃ ACP સવારે 05:05 વાગ્યે રાજકોટ પશ્ચિમ ઝોનના એસીપી બી. જે. ચૌધરીએ મીડિયા સમક્ષ આવી આ પ્રકરણની સૌપ્રથમ સત્તાવાર વિગતો જાહેર કરી હતી. જેમાં જણાવ્યું કે, ચિરાગ પટેલનો જન્મદિવસ દિવાળી પર આવતો હોવાથી તેણે આ એડવાન્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. મહેફિલમાં કુલ 76 લોકો ઉપસ્થિત હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસ હોટેલની અંદર પહોંચી ત્યારે ટેબલ પર રહેલા ગ્લાસમાં દારૂ ભરેલો હતો અને આસપાસ દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન દારૂ સિવાય અંદરથી અન્ય કોઈ નશાકારક પદાર્થ મળી આવ્યો નથી. 'તમામના મેડિકલ રિપોર્ટ બાદ હકીકત સામે આવશે' એસીપીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે, હાલ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ હોટેલ મેનેજર સામે પણ ગુનો નોંધવામાં આવશે. દારૂની વ્યવસ્થા હોટેલ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી કે નહીં? તે પણ હાલ પોલીસ તપાસનો વિષય છે. પાર્ટીમાં હાજર મોટાભાગના લોકો નશાની હાલતમાં હોવાની પ્રાથમિક આશંકા છે, પરંતુ હાલમાં ચોક્કસપણે કંઈ કહી શકાય નહીં. કેટલા લોકોએ દારૂ પીધો હતો તે બાબત માત્ર આરોપીઓના સિવિલ હોસ્પિટલના મેડિકલ ચેકઅપના અંતિમ અહેવાલ આવ્યા બાદ જ જાણી શકાશે. પોલીસ આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    SIR સામે આજે વિપક્ષનું પ્રદર્શન:રામલીલા મેદાન પર કાર્યકરો પહોંચી રહ્યા, CTIનો રાહુલને ચોથો લેટર, કહ્યું- અઢી લાખ દુકાન બંધ રહેશે
    Next Article
    મારા કરતા તો ગોપાલ-પરેશ માટે વધુ તાળીઓ પડી: નીતિન પટેલ:મહેસાણાના પાટીદાર સંમેલનમાં ધાનાણીએ કહ્યું-નીતિન કાકા કરમાઈ ગયાં, ડેલીએ બાપનું નામ નહીં હોય તો ઠેકાણે પડી જઈશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment