Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 દિવસમાં કબજો સોંપવા 68 દુકાનોને નોટિસ:કાલુપુરમાં બે રોડ ખોલવા રથયાત્રા પછી રેવડીબજાર, જુમાની બજારની દુકાનો પર AMCનું બુલડોઝર ફરશે

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એક બહુ મોટી કવાયત હાથ ધરવામાં આવી છે. પાંચકુવા દરવાજાથી કાલુપુર દરવાજા સુધીના વ્યસ્ત માર્ગોને 9 મીટર અને 12 મીટર સુધી પહોળા કરવા માટે મધ્ય ઝોન દ્વારા કાલુપુરના ઐતિહાસિક રેવડી બજાર અને જુમાની બજારની કુલ ૫૨૩ દુકાનો તોડી પાડવા (ડિમોલિશન કરવા) નો નિર્ણય લેવાયો છે. કોર્પોરેશને મકાનો અને દુકાનોનો પ્રત્યક્ષ કબજો મેળવવા માટે 30 દિવસની અલ્ટીમેટમ નોટિસ ફટકારવાનું શરૂ કરી દીધું છે અને આગામી અષાઢી બીજની રથયાત્રા સંપન્ન થયા બાદ આ પ્લોટો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. 3 પ્લોટમાં 7654 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે મળતી સત્તાવાર માહિતી મુજબ પાંચકુવા દરવાજા ફાયરબ્રિગેડ નજીકથી કાલુપુર દરવાજા સુધીના વિસ્તારમાં આવેલા ત્રણ ફાઇનલ પ્લોટ (FP- 101, 103 અને 107) માં કુલ 7654 ચો.મી. વિસ્તારને ટ્રાફિક મુક્ત અને ખુલ્લો કરવા માટે આ મેગા ઓપરેશન હાથ ધરાશે. આ જગ્યાઓ અગાઉ લાયસન્સથી ફાળવવામાં આવી હતી. લાયસન્સની શરત-12 અનુસાર જ્યારે પણ કોર્પોરેશનને જરૂર પડે ત્યારે 30 દિવસમાં જગ્યાનો ખુલ્લો અને પ્રત્યક્ષ કબજો સોંપવાનો રહે છે. આ અંતર્ગત જુમાની બજારની 68 દુકાનોને નોટિસ આપી દેવાઈ છે, જ્યારે રેવડી બજારની ૪૫૫ દુકાનોને પણ ટૂંક સમયમાં નોટિસ ફટકારાશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટનું નિવેદન આ સમગ્ર મામલે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, "અમે અત્યાર સુધીમાં જુમાની બજારની 68 જેટલી દુકાનોને સત્તાવાર નોટિસ આપી દીધી છે અને રેવડી બજારની દુકાનોને પણ હવે નોટિસ આપવામાં આવશે. સંબંધિત એસોસિએશન દ્વારા જમીનની મુદ્દલ રકમ ભરી દેવામાં આવી છે પરંતુ વ્યાજની મોટી રકમ હજી સુધી ભરવામાં આવી નથી. અમે નોટિસ ફટકારીને પ્લોટનો પ્રત્યક્ષ કબજો ખાલી કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે." જંત્રી મુજબ કરોડો રૂપિયા કોણ ચૂકવશે? કાલુપુર વિસ્તારમાં હાલ જંત્રીનો ભાવ ચોરસ મીટર દીઠ અંદાજે 80,000 જેટલો અધધ છે. ડિમોલિશન બાદ AMC દ્વારા પ્લોટનો કબજો મેળવી મહાજન-એસોસિએશનને નવી માર્કેટ બનાવવા માટે સોંપવામાં આવશે. પરંતુ પ્લોટ સોંપણી સમયે જંત્રી મુજબની કરોડો રૂપિયાની રકમ કોણ ચૂકવશે તે અંગે હાલ મોટો યક્ષપ્રશ્ન અને મડાગાંઠ સર્જાઈ છે. દુકાન માલિકો અને એસોસિએશન સામસામે ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે આવેલા નિરાશ્રિતોને રેવડી બજારમાં 455 જગ્યાઓ ફાળવવામાં આવી હતી. જોકે, સમય જતાં 50 ટકાથી વધુ મૂળ માલિકો બદલાઈ ગયા છે અને કેટલીક દુકાનોમાં પાવર ઓફ એટર્ની મારફતે 4થી 5 પેટા ભાડુઆતો હોવાનું પણ બહાર આવ્યું છે. હવે નવી બિલ્ડિંગના આયોજનમાં મોટી મુશ્કેલી એ છે કે, કુલ 7500 ચો.મી.ના પ્લોટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 210 દુકાનો જ બની શકે તેમ છે, જ્યારે કુલ હકદારો 455 છે. બાકીના વેપારીઓને પહેલા અને બીજા માળે દુકાનો આપવી પડે તેમ છે, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર છોડવાથી ધંધો ગુમાવવો પડશે તેવા ડરથી કોઈ વેપારી ઉપર જવા તૈયાર નથી. આ બાબતને લઈને દુકાનદારો અને રેવડી બજાર એસોસિએશન (સરદાર વલ્લભભાઈ પટેલ સિંધી ક્લોથ માર્કેટ કો. ઓ. સોસા. લી.) ના સંચાલકો વચ્ચે ઉગ્ર ઝઘડા અને વિવાદ શરૂ થયા છે. વેપારીઓનો આક્ષેપ છે કે એસોસિએશન મનસ્વી નિર્ણયો અને મનમાની કરી રહ્યું છે. 11.29 કરોડના ટેક્સ વ્યાજની બાકી વસૂલાત માટે તંત્રની કડક વલણ બીજી તરફ, રેવડી બજારના એસોસિએશને અગમ્ય કારણોસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વ્યાજ પેટે ચૂકવવાની થતી અંદાજે 11 કરોડ 29 લાખથી વધુની રકમ લાંબા સમયથી ચૂકવી નથી. સામાન્ય રીતે ટેક્સની નજીવી રકમ ન ભરનારા સામાન્ય નાગરિકોની મિલકત ટાંચમાં લેતી કે હરાજી કરતી AMC એ છેલ્લા દોઢ વર્ષથી આ ક્લોથ માર્કેટ સામે કોઈ કડક પગલાં કેમ નહોતા લીધા, તે અંગે પણ શહેરીજનોમાં વ્યાપક ચર્ચા જાગી છે. જોકે, હવે આ કાનૂની અને આર્થિક ગૂંચવણો વચ્ચે પણ રથયાત્રા બાદ કાલુપુર પંથકનો નકશો બદલવા કોર્પોરેશનનું બુલડોઝર ગર્જશે તે નક્કી છે.
    Click here to Read More
    Previous Article
    Uddhav: Shah behind defections, move aimed at stopping Fadnavis’s rise
    Next Article
    EPFO Update: How To Check PF Balance, Interest Credit And Employer Contributions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment