Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરમપુરમાં બે દિવસના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા:પ્રભારી મંત્રી નરેશ પટેલની બેઠક; 30 ઓક્ટોબરે કિસાન ઉત્સવ, 31મીએ રાષ્ટ્રીય એકતા દિવસ

    2 days ago

    વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ધરમપુર સેવાસદન ખાતે બેઠક યોજી હતી. તેમાં 30 ઓક્ટોબરના કિસાન ઉત્સવ દિવસ અને 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકામાં યોજાનારા કાર્યક્રમોની તૈયારી અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં નાનાપોંઢાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રી નરેશ પટેલે કહ્યું કે દેશના વડાપ્રધાન દરેક નાગરિકની ચિંતા કરે છે. રાષ્ટ્રની એકતા જળવાય અને સમાજના તમામ વર્ગોનો વિકાસ થાય તે હેતુથી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે બંને દિવસની ઉજવણીમાં વધુમાં વધુ લોકોને જોડાવા અપીલ કરી હતી. 30 ઓક્ટોબરે કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતની દરેક બેઠક દીઠ બે કાર્યક્રમો યોજાશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે જિલ્લાના દરેક ગામમાં કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાને ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકાના કાર્યક્રમોની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણ ગરાસિયાએ કિસાન ઉત્સવ દિવસના આયોજનની વિગતો રજૂ કરી હતી. બંને દિવસના કાર્યક્રમો યોજવા અને તેમાં વધુમાં વધુ લોકો જોડાય તે અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. વલસાડના 458 ગામોમાં એકતા દિવસના કાર્યક્રમો યોજાશે વલસાડ જિલ્લામાં 30 ઓક્ટોબરે કિસાન ઉત્સવ દિવસ અને 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. એકતા દિવસ નિમિત્તે જિલ્લાના તમામ 458 ગામોમાં કાર્યક્રમો યોજાશે. પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વલસાડમાં બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, જિલ્લા કલેક્ટર નિતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત હાજર રહ્યા હતા. વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકા તેમજ નગરપાલિકા વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમોની વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી. ગામના પ્રબુદ્ધ નાગરિકો, સફળ ખેડૂતો, નિવૃત્ત સૈનિકો અને મંદિરના પૂજારીઓ સહિતના લોકોનું સન્માન કરાશે. કાર્યક્રમનું જીવંત પ્રસારણ, અન્ય વ્યવસ્થા અને નોડલ અધિકારીઓની નિમણૂક અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. મંત્રીએ સંબંધિત પદાધિકારીઓ અને અધિકારીઓને કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે યોજવા માર્ગદર્શન આપ્યું હતું. 31 ઓક્ટોબરે તમામ 458 ગામોમાં એકતા રેલી યોજાશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી કાર્યક્રમો શરૂ થશે. વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા સ્થાનિક લોકોનું સન્માન કરાશે. એકતાનગરમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમનું દરેક ગામમાં જીવંત પ્રસારણ જોવા માટે વ્યવસ્થા કરાશે. વડાપ્રધાનનું સંબોધન, કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું રાત્રે 8 વાગ્યા સુધી પ્રસારણ થશે. તેમાં સ્થાનિક પદાધિકારીઓ, ખેડૂતો અને ગામના આગેવાનો હાજર રહેશે. 30 ઓક્ટોબરે કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતની બેઠકદીઠ બે કાર્યક્રમો યોજાશે. ખેડૂતોની ભાગીદારીથી યોજાનારા કાર્યક્રમોની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો તથા સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Alphabet's Revenue Miss Reignites Fears Over AI Spending Binge
    Next Article
    80,000 રૂપિયાનું ઇન્જેક્શન હવે માત્ર 7 હજારમાં મળશે:કેન્સરની 543 દવાઓના ભાવ ઘટ્યા, કેટલીક દવાઓ 90% સસ્તી થઈ, નવી કિંમતો 9 નવેમ્બરથી લાગુ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment