Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળું વાવેતર:30 દિવસમાં ઉનાળુ વાવેતરમાં 30560 હેક્ટરમાં વધારો થયો‎

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ કમોસમી વરસાદના કારણે અને પછી શિયાળુ વાવેતર મોડુ થતા ખેડૂતોએ આ વર્ષમાં માર્ચ માસના મધ્ય સુધીમાં 8008 હેક્ટરમાં વાવેતર કર્યું હતું. ત્યારે એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં 38568 હેક્ટરમાં વાવેતર થયું છે. આમ 30 દિવસમાં 30560 હેક્ટરમાં વાવેતરમાં વધારો થયો છે. તલ, શાકભાજી, બાજરી, મગ, મગફળી ગમગુવાર સહિતના પાકમાં વાવેતર વધ્યું છે. પરંપરા ગતથી હટકે ખેડૂતો ડાંગરના વાવેતર તરફ વળી રહ્યા છે. જિલ્લામાં દર વર્ષે ઉનાળુ પાકમાં એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં એવરેજ 33820 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવે છે. જેમાં જિલ્લામાં ચોમાસામાં પાછોતરો કમોસમી વરસાદ થતા અને ખેડૂતોએ પાક નુકશાની વળતર માટે બગડેલો પાક રખવો પડતા શિયાળુ વાવેતર મોડુ થયું હતું. જે ઉનાળુ સિઝન શરૂ થવા સુધી ખેતરમાં પાક રહેતા આ વર્ષે ઉનાળુ પાકની વાવેતરની ધીમી શરૂઆત થઇ હતી. જિલ્લામાં એવરેજ 27710 હેક્ટરમાં વાવેતર ઉનાળુ માર્ચના મધ્યે થઇ જતું હોય છે. આ વર્ષ માર્ચ માસ અડધો વિત્યો પણ વાવતેર 8008 હેક્ટરમાં જ થયું હતું. ગત વર્ષની સરખામણીમાં તો ગત વર્ષ માર્ચના મધ્યે 10093 હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ માર્ચ મધ્ય સુધીમાં 2085 હેક્ટરમાં ઓછુ વાવેતર થયું હતું. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સંભવિત વરસાદને ધ્યાને રાખીને ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે કાપણી કરેલ પાક જો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા ખેતીવાડી અધિકારી એમ.આર. પરમારે જણાવ્યું છે. કમોસમી વરસાદ થાય તો પિયત ન આપવું ઉનાળુ પાકનું વાવેતર વધવાનું કારણ નર્મદાનું પાણી મળતા અને યાંત્રીક ખેતી વધી એક પાક નિકળતા તરત બીજો પાક લેવાની ખેડૂત ખેતી કરે છે. ઉનાળુ પાકમાં રોગચાળો ન થવાથી ઉત્પાદન સારું મળે તે મુખ્ય કારણ હોય શિયાળુ ચોમાસુ પાક કરતા વધુ ઉત્પાદન મળે છે. આથી વધારે વાવેતર થયું છે. હાલ વાતાવરણમાં પલટો થયો હતો પરંતુ તેનાથી નુકસાન થાય તેમ નથી. પાકમાં નિયમિત પિયત આપતા રહેવું જોઇએ.- જનકભાઇ કલોત્રા, નિવૃત ખેતીવાડી અધિકારી
    Click here to Read More
    Previous Article
    Assam Election 2026 Live Updates: PM Modi urges voters to fulfil ‘civic duty’ as polling begins to elect 126 MLAs
    Next Article
    નવા ટર્મિનલનું કામ પુરજોશમાં:મુન્દ્રા એરપોર્ટથી ચાલુ માસના અંત સુધીમાં વિમાની સેવાનો થશે પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment