Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મનપા દ્વારા સફાઈ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન:'સ્વચ્છ દિવાળી શુભ દિવાળી' અભિયાન અંતર્ગત 30 કર્મચારીઓને રૂ.3 લાખના ચેકથી સન્માનિત કરાયા

    21 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા "સ્વચ્છ દિવાળી શુભ દિવાળી" અભિયાન અન્વયે એક વિશેષ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન શહેરમાં સાફ-સફાઈની ઉત્તમ વ્યવસાળ જાળવી રાખીને સતત શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓની મહેનતને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિશેષ સન્માન સમારોહ દરમિયાન સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પોતાની ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી પ્રદર્શિત કરનાર કુલ 30 જેટલા મહેનતુ સફાઈ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ કર્મચારીઓને પ્રત્યેક દીઠ રૂ.10,000 લેખે કુલ રૂ.3,00,000 ની રકમના ચેકનું વિતરણ કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સન્માન સમારોહમાં મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા ​આ સન્માન સમારોહના અવસરે પાલિકાના પદાધિકારીઓ, શહેરના અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાલિકાના મેયર, ચેરપર્સન, દંડક, શહેર પ્રમુખ, સેનિટેશન સમિતિના ચેરમેન તેમજ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વાલ્મીકિ સમાજના પ્રમુખ અને સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પણ મોટી સંખ્યામાં હાજર રહીને સફાઈ કામદારોના આ સન્માન સમારોહને વધાવી લીધો હતો અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓને આર્થિક સહાય ​જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલ આ લોકઉપયોગી અને પ્રોત્સાહક પગલાથી સફાઈ કર્મચારીઓમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. તહેવારોની મોસમમાં પણ ખડેપહેરે રહીને શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓને આર્થિક સહાય અને સન્માન મળવાથી તેમના મનોબળમાં મોટો વધારો થયો છે. પાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારના પ્રોત્સાહક કાર્યો ચાલુ રાખવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે, જેથી શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી:દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી; DYSP મહર્ષ રાવળ, A.A. સૈયદ સહિતના અધિકારીઓ હાજર
    Next Article
    Scene Box Office Collection Day 2: Suriya-Starrer Holds Strong After A Solid Opening; Check Earnings

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment