Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિત્રએ 30 હજાર માટે મટન કાપવાના છરાથી માથું વાઢી નાખ્યું:સુરતમાં ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી યુવકનું નગ્ન ધડ અને 3 કિમી દૂર રેલવે ટ્રેક પરથી માથું મળ્યું, આરોપીની ધરપકડ

    21 hours ago

    દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે સુરતમાં કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. કતારગામ ગોટાલા વાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ઓળખ છુપાવવા માટે માથું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યાની આશંકા વચ્ચે કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ધડને પોસ્ટમોપર્ટ અર્થે ખસેડ્યું હતું. પોલીસની તપાસમાં માથું અલકાપુરી રેલવે પટરી પરથી મળી આવ્યું છે. ધડ અને માથા વચ્ચે 3 કિમીનું અંતર છે. મૃતકની ઓળખ 30 વર્ષીય સંજય તરીકે થઈ છે, જે અમરોલી વિસ્તારમાં રહેતો હતો. જ્યારે આરોપી સચિત્ર કુમાર નરેન્દ્ર બાલ (રહે-કતારગામની રેલ રાહત કોલોની )છે. મૃતક સંજય અને આરોપી બંને કતારગામ GIDCમાં આવેલા એક લૂમ્સના કારખાનામાં સાથે કામ કરતા હતા અને બંને મૂળ ઓડિશાના વતની છે. ₹30 હજારના વિવાદના મુદ્દે આ ઘાતકી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આરોપી સચિત્રકુમાર બાલની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી ઝડપાયો, માથું ફેકી દીધાની કબૂલાત કરી યુવકનું માથું ધડથી અલગ કરીને ક્રૂરતાપૂર્વક હત્યામાં સંડોવાયેલા આરોપી સચિત્રકુમાર નરેન્દ્ર બાલ (રહે. કતારગામ, મૂળ ઓડિશા)ને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા, તેણે અજાણ્યા પુરુષનું માથું કતારગામ અલ્કાપુરી બ્રિજ નીચે રેલવે પટરી નજીક ફેંકી દીધું હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે આરોપીને સાથે રાખીને પંચનામા વિગતે મૃતકનું કપાયેલું માથું કબજે લીધું હતું અને આગળની કાનૂની તેમજ ડી.એન.એ. કાર્યવાહી માટે તેને સ્મિમેર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યું છે. પોલીસને કંટ્રોલ મેસેજ મળતા સ્થળે પહોંચી 3 નવેમ્બરની રાત્રે કતારગામ પોલીસને માહિતી મળી હતી કે, ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતાં જ કતારગામ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં જઈને જોતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે કબ્રસ્તાનમાં પડેલા મૃતદેહ પરથી માથું ગાયબ હતું અને શરીર પર એક પણ કપડું નહોતું. હત્યા કરી માથું અલગ કરી નાખ્યું હોવાની આશંકા પ્રાથમિક દ્રષ્ટિએ મામલો ક્રૂર હત્યાનો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અજાણ્યા શખ્સોએ યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા અથવા ઓળખ છુપાવવાના ઈરાદે માથું કાપીને ક્યાંક ફેંકી દીધું હોવાની શક્યતા છે. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપીને ઘરે બોલાવી હાથ પગ બાંધી હત્યા કરી કતારગામ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને સંજય પાસેથી ₹ 30 હજાર લેવાના નીકળતા હતા. આ નાણાંની લેતીદેતીને લઈને બંને વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. આ અદાવત રાખી આરોપીએ રવિવારે સંજયને પોતાના ઘરે બોલાવ્યો હતો. ઘરે લઈ ગયા બાદ દિવસ દરમિયાન સંજયના બંને હાથ બાંધી દીધા હતા અને મટન કાપવાના કોયતાથી તેની હત્યા કરી નાખી હતી. એટલું જ નહી, ક્રૂરતાની હદ વટાવી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું. માથા વગરનું ધડ ખ્રિસ્તી કબ્રસ્તાનમાં ફેંકી દીધું હત્યાને અંજામ આપ્યા બાદ મોડી રાત્રે આરોપીએ માથા વગરનું ધડ પોતાના ઘરથી આશરે 150 મીટરના અંતરે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાં ફેંકી દીધું હતું. જ્યારે કપાયેલું માથું અલકાપુરી બ્રિજ પરથી નીચે રેલવે પટરી પર ઝાડી-ઝાંખરાંમાં ફેંકી દીધું હતું. પોલીસને ખાનગી રાહે મળેલી માહિતીના આધારે કબ્રસ્તાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી માથા વગરનું ધડ મળી આવ્યું હતું. ત્યારબાદ તપાસનો દોર આગળ વધારતાં અલકાપુરી બ્રિજ નીચેથી કપાયેલું માથું પણ મળી આવ્યું હતું. ઘાસની ઊંચાઈમાં મૃતદેહ દેખાતો ન હતો કતારગામ વિસ્તારમાં ખ્રિસ્તી કબ્રસ્તાનની અંદર ચારથી પાંચ ફૂટ જેટલું ઊંચું પાસ ઊગી નીકળ્યું હતું. જ્યારે મોડી રાત્રે કબ્રસ્તાનના સિક્યુરિટી ગાર્ડ ઊધી રહ્યો હતો ત્યારે આરોપીએ પોતાના રહેઠાણથી આશરે 150 મીટરના અંદર આવેલા કબ્રસ્તાનની દીવાલ પરથી માથા વગરનું ધડ અંદર ફેંકી દીધું હતું. ઘાસની ઊંચાઈ વધુ હોવાથી મૃતદેહ કોઈની નજરે પડ્યો નહોતો. સિક્યુરિટી ગાર્ડને પણ આ અંગે કોઈ જાણ થઈ નહોતી. જોકે, પોલીસને ખાનગી બાતમી મળતાં ટીમ જાતે કબ્રસ્તાનમાં પહોંચી હતી અને ઘાસની વચ્ચેથી મૃતદેહ કબજે કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અગ્નિવીરોનો કાર્યકાળ 2 વર્ષ વધારાયો:હવે 6 વર્ષ સુધી નોકરી કરી શકશે, CDS બોલ્યા- વધુ સારા પ્રદર્શન પર કાયમી નોકરી, દેશમાં 3.18 લાખ અગ્નિવીર સૈનિકો
    Next Article
    Agnipath Scheme Rollback? Agniveers Can Now Be Absorbed Into Armed Forces

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment