Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા મનપાની સભામાં હોબાળો, વિપક્ષે મેયર સોનલ ઓઝાને ઘેરી લીધા:માત્ર 30 સેકન્ડમાં 27 મુદ્દા મંજૂર કરી શાસકો ચાલ્યા ગયાનો આક્ષેપ, 'મેયર ભાગેડુ'ના નારા લગાવ્યા

    15 hours ago

    મહેસાણા મહાનગરપાલિકાની આજે ટાઉન હોલ ખાતે યોજાયેલી સાધારણ સભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. સભા શરૂ થતાની સાથે જ માત્ર એક જ વાક્યમાં 1થી 27 જેટલા મુદ્દા મંજૂર કરી દઈને માત્ર 30 સેકન્ડમાં જ સભા પૂર્ણ કરી દેવામાં આવતા વિપક્ષી કોર્પોરેટરોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સાધારણ સભા પૂર્ણ જાહેર થતાં જ વિપક્ષના નગરસેવકો રજૂઆત કરવા માટે સ્ટેજ તરફ પહોંચે તે પહેલાં જ સભા હોલમાં રાષ્ટ્રીય ગીત શરૂ કરી દેવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગીત પૂર્ણ થતાં જ વિપક્ષી નેતા અમિત પટેલ, કમલેશ સુતરિયા અને હાર્દિક સુતરિયા સહિતના નેતાઓએ સ્ટેજ પર પહોંચી મેયર સોનલ ઓઝા અને ડેપ્યુટી મેયરને ઘેરી લીધા હતા અને સભા આટલી વહેલી કેમ આટોપી લેવાઈ તથા વિપક્ષની દલીલો કેમ ન સાંભળવામાં આવી તે અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ વધુ વણસતાં સ્ટેજ પર હાજર કમિશનર, ડેપ્યુટી કમિશનર, મેયર અને ડેપ્યુટી મેયર સહિતના તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓ સ્ટેજ છોડીને બહાર નીકળી ગયા હતા, જે બાદ વિપક્ષ દ્વારા "મેયર ભાગેડુ"ના જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. 'આ શાસન ભ્રષ્ટાચારથી ભરેલું છે' કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત પટેલે જણાવ્યું હતું કે, આ શાસન ભ્રષ્ટાચારથી ભરેલું છે અને તેઓ ક્યારેય વિરોધ પક્ષને સાથે રાખતા નથી. પ્રજાના રોડ, લાઈટ, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવા પ્રાથમિક પ્રશ્નો અંગે ચર્ચા કરવાની હતી. મોટી બહુમતી હોવા છતાં મેયર અને તેમના સભ્યો બોર્ડ છોડીને ભાગી જાય તે નામોશીભરી બાબત છે. ટેક્સ ભરતી પ્રજા આવનારા દિવસોમાં જવાબ માગશે. 'શાસન ભાજપના શાસકો ચલાવે છે કે આઉટસોર્સિંગના કર્મચારી' તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, માઈક ચાલુ-બંધ કરીને લાઈટ વિભાગના આઉટસોર્સિંગ કર્મચારી કમિશનર અને મેયરને ઊભા થઈ જવાની સૂચના આપતા હતા. આ શાસન ભાજપના શાસકો ચલાવે છે કે આઉટસોર્સિંગના કર્મચારી, તે નક્કી થતું નથી. રાષ્ટ્રગીતનો ઉપયોગ સભા વહેલી આટોપી લેવા માટે કરાયો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. 'દબાણ અને ભાડા વસૂલાતનો ભ્રષ્ટાચાર છુપાવવા મેયર ભાગ્યા' કોંગ્રેસના કોર્પોરેટર કમલેશ સુતરિયાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મહેસાણાના શોભાસણ કુકસ રોડ પર આવેલા ટી.પી. 4ના પાલિકાના પ્લોટમાં છેલ્લા 2થી 3 વર્ષથી કોઈ પણ એગ્રીમેન્ટ કે પરમિશન વિના ગેરકાયદે કબજો જમાવીને રેતી, સિમેન્ટ, કપચી અને પાઈપો જેવી સામગ્રી મૂકી કોમર્શિયલ ઉપયોગ કરાઈ રહ્યો છે. આ અંગે પાલિકાને એક પણ રૂપિયો ભાડું મળતું નથી. કલમ-44 અન્વયે આ ભાડું કયો કર્મચારી, અધિકારી કે ભાજપનો નેતા વસૂલે છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ ભ્રષ્ટાચાર ઉજાગર ન થાય તે માટે જ મેયર અને તેમની ટીમ સભા છોડીને ભાગી ગઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો. મેયરને સવાલ કરતાં ગોળ ગોળ જવાબ આપ્યા! મેયર સોનલ ઓઝાએ જણાવ્યું હતું કે, નવા મુખ્ય કચેરી ભવન, વોર્ડ ઓફિસો, પાણી પુરવઠો, રસ્તા, ગટર અને વરસાદી પાણીના નિકાલ સહિતના વિકાસ કામો સાથે પ્લેસમેકિંગ, ગાર્ડન, ઓપન જીમ, હેરિટેજ રૂટ, કેટલ પોન્ડ, એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર તેમજ અર્બન ચેલેન્જ ફંડ હેઠળ ભવિષ્યલક્ષી યોજનાઓને મંજૂરી અપાઈ છે. જેનાથી મહેસાણાને આધુનિક, સ્વચ્છ અને નાગરિક મૈત્રીપૂર્ણ શહેર તરીકે વિકસાવવાનો માર્ગ વધુ મજબૂત બનશે.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu +2 Supplementary Result 2026: HSC result to be released today at tnresults.nic.in
    Next Article
    માર્કેટિંગ યાર્ડમાં ભારે વરસાદની આગાહીને પગલે આગોતરું આયોજન:​માર્કેટિંગ યાર્ડ હવામાન વિભાગની આગામી ભારે વરસાદની આગાહીને પગલે સજ્જ બન્યું: ખેડૂતોને પાક તાડપત્રીથી ઢાંકીને લાવવા તથા વેપારીઓને ગોડાઉનમાં માલ ખસેડવા માટે ખાસ અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment