Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવાઝોડાથી જામનગર-દ્વારકા વીજતંત્રને રૂ. 30 લાખનું નુકસાન:255 થાંભલા, 10 ટ્રાન્સફોર્મર ધરાશાયી, 728 ફીડરો પ્રભાવિત થયા, વીજ પુરવઠો કાર્યરત કરવા PGVCLની ટીમો કામે લાગી

    9 hours ago

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વાવાઝોડાને કારણે વીજતંત્રને આશરે રૂ. 30 લાખનું નુકસાન થયું છે. PGVCLના અધિકારીઓએ આ માહિતી આપી હતી. વાવાઝોડાને લીધે 255 વીજ થાંભલા અને 10 ટ્રાન્સફોર્મર સેન્ટરને નુકસાન પહોંચ્યું છે. જામનગર વર્તુળ કચેરી હેઠળના કુલ 1320 ફીડરોમાંથી 728 ફીડરો પ્રભાવિત થયા હતા. PGVCLની ટીમોએ રાત-દિવસની મહેનત બાદ 398 ફીડરોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દીધો છે. બાકીના 320 ફીડરોમાં, જેમાં મુખ્યત્વે ખેતીવાડી વિસ્તારના ફીડરોનો સમાવેશ થાય છે, ત્યાં ફૂટ પેટ્રોલિંગ દ્વારા સર્વે અને સમારકામની કામગીરી ચાલુ છે. ગ્રામ્ય વિસ્તારોમાં 726 ગામોમાંથી 452 ગામોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો, જેમાંથી 448 ગામોમાં વીજળી ચાલુ કરી દેવાઈ છે. માત્ર 4 ગામોમાં કામગીરી બાકી છે. આ વાવાઝોડામાં અંદાજે 255 વીજ થાંભલા ધરાશાયી થયા છે અને 10 ટ્રાન્સફોર્મર સેન્ટરને નુકસાન પહોંચ્યું છે. વીજ લાઈનો અને વીજપોલને પણ વ્યાપક ક્ષતિ પહોંચી છે. વીજ પુરવઠો ઝડપથી કાર્યરત કરવા માટે 100થી વધુ ટીમો બનાવીને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ખેતીવાડીના વીજ કનેક્શન અને સપ્લાયને થયેલી નુકસાનીને પણ કાર્યરત કરવા માટે ટીમો કાર્યરત છે. આ અંગેની માહિતી PGVCL, જામનગરના અધિક્ષક ઇજનેર (SE) એચ.ડી. વ્યાસ દ્વારા આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સોનું ₹549 સસ્તું, ₹1.47 લાખ પર આવ્યું:ચાંદી ₹3,727 વધીને ₹2.34 લાખ પર પહોંચી, ઈરાન યુદ્ધની અસર
    Next Article
    Maharashtra Official Seen In Pics With Rape-Accused Astrologer, Row Erupts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment